Select Page

ખેડૂતોના પ્રશ્નો ચુંટણી ઢંઢેરામાં લેશે તેજ પાર્ટીને સહકાર

વિસનગર તાલુકા ભારતીય કિસાન સંઘની મીટીંગ મળી

તારીખ ૨૨ માર્ચ ના રોજ ખેત ઉત્પાદન બજાર સમિતિ વિસનગરના હૉલમાં વિસનગર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા વિસનગર તાલુકાના ખેડૂતોની એક સંગઠન મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિસનગર તાલુકાના ૧૪૦ જેટલા ખેડૂતો, કારોબારી શભ્યો, મહેસાણા ભારતીય કિસાન સંઘના કોષાધ્યક્ષ પ્રભુદાસ પટેલ, મહામંત્રી છનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ચૌધરી(મઞરોડા), વિસનગર તાલુકા પ્રમુખ ડી.જે.પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ(પુરણપુરા), મંત્રી અંબાલાલ પટેલ(સદુથલા) અને કાર્યકરો હાજર રહ્યા હતા. એપીએમસી વિસનગર તરફથી મીટીંગ માટેની જગ્યા તેમજ તમામ ખેડૂતો કાર્યકરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડી.જે.પટેલ (ઘાઘરેટ), શનાજી ઠાકોર(સુંઢીયા), પ્રભુદાસ પટેલ(કમાલપુર) ત્રણેય હોદ્દેદારો દ્વારા ખેતી માટે અપાતી વીજળીના અનિયમિત પુરવઠો આપવા, જમીનના રી-સર્વે ના પડતર પ્રશ્નો, નીલગાયને ભૂંડ ના ત્રાસના તેમજ કાંટાળી વાડના પ્રશ્નો, ખેતીના વીજળીના મીટરમાંથી હોર્સ પાવરમાં તબદીલ કરવાનો પ્રશ્ન, ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, ખેડૂતોને માસિક પેન્શન સન્માન નિધિ વધારી આપવાનો પ્રશ્ન, સમાન સિંચાઈ દર તથા સમાન વીજદરનો પ્રશ્ન, ખેતીના ધિરાણના વ્યાજદરની સહાય નિયમિત રૂપે ખાતેદારના ખાતામાં જમા કરાવવાનો પ્રશ્ન, દૂધનો દર વર્ષે ૧૦ ટકા વધારવો, ખેતી ઉત્પાદનનો દર વર્ષે ૧૦% ટેકાનો ભાવ વધારવાના પ્રશ્ન, વિગેરે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરેક ખેડૂતો સાથે મળી સંગઠન કરી વિવિધ પ્રશ્નો દરેક રાજકીય પાર્ટીઓને મોકલી આપે અને જે પાર્ટી આ પ્રશ્નો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરે તે રાજકીય પાર્ટીને ખેડૂતો ચૂંટણીમાં સહાય કરશે તેવી હાંકલ કરતા ખેડૂતોએ હાથ ઊંચા કરી સંમતિ આપી. એવું પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતીય કિસાન સંઘ રાજકીય રીતે કોઈ પાર્ટીને ટેકો આપશે નહી. પરંતુ જે પાર્ટી ખેડૂતોના પ્રશ્નો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવે તેને પૂરેપૂરો સહયોગ આપવો. આ મિટિંગમાં એપીએમસી વિસનગરના ચેરમેન પ્રિતેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. જેમણે ખેડૂતોના પ્રશ્નો બાબતે પોતાની કારોબારી ખેડૂતો સાથે જ રહેશે, તેમજ ખેડૂતો ની મીટીંગ અને કોઈપણ પ્રકારની કામગીરી માટે ખેત ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ખેડૂતો માટે કટિબદ્ધ રહેશે તેવી હૈયાધારણ અને ખાતરી આપી હતી. વાઇસ ચેરમેન હરેશભાઇ ચૌધરી એ પોતાના વક્તવ્યમાં ખેડૂતોના પ્રશ્નો ખૂબ જ ગંભીર અને નુકસાન કતૉ છે, જે પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે દરેક પ્રકારનો સહકાર આપવાની ખાતરી આપી હતી. માર્કેટયાર્ડના ડીરેક્ટર આર.કે.પટેલ( આર.કે જ્વેલર્સ)એ કિસાનો માટે કોઈપણ પ્રકારની આર્થિક, રાજકીય, સામાજિક સેવા કરવાની અને દરેક ખેડૂતોની સાથે જઈને પૂરો સાથ સહકાર આપવા તત્પરતા દર્શાવી હતી.વેપારી મહામંડળના પ્રમુખ કરસનભાઈ પટેલે જણાવ્યું હતુ કે, વિજાપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોની તમાકુ વેચવાની કાર્યવાહીમાં કોથળાની કપાતમાં ખેડૂતોને નુકશાન થતુ હતુ તે અટકાવવાની વાત કરી હતી તેમજ વિસનગર માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતોની દરેક પ્રકારની કાર્યવાહીમાં મહામંડળની સમગ્ર કારોબારી સતત કાર્યશીલ રહેશે અને ખેડૂતોના કોઇપણ પ્રશ્નો ઉકેલવા માટે સઘળા પ્રયત્નો કરવામાં આવશે. ઉપપ્રમુખ કાનજીભાઈ ચૌધરી એ ખેડૂતોના ભૂંડ અને રોઝનો ત્રાસ અને માર્કેટના તેમજ વીજળીના ના પ્રશ્નો વિશે સાથ સહકાર આપવાની વાત કરી હતી. કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ(સુંશી) નટવરભાઈ પટેલ (સદુથલા) હાજર રહ્યા હતા.
ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સર્વે મહાનુભાવોનું પુરા ઉત્સાહથી સન્માન કરવામાં આવ્યું હતું. દરેક ગામના ખેડૂતોને ઊભા કરીને કિસાનોને પડતી મુશ્કેલીઓ અને આવનારા સમયમાં ગામડાઓમાં મીટીંગો કરીને સંગઠનની કામગીરી કરવાની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર મીટીંગનુ આયોજન રમેશભાઈ પટેલ ઉપપ્રમુખ, ગિરીશભાઈ પટેલ કારોબારી સભ્ય તથા જયંતીભાઈ રાલીસણા એ સંભાળ્યું હતું. વિસનગર તાલુકાના દરેક ગામમાંથી ચુનંદા કાર્યકરોની એક “સંઘર્ષ સમિતિ “બનાવવામાં આવી હતી. અંતમાં ડી.જે. પટેલે પોતાનો કિંમતી સમય કાઢીને પધારેલા મહાનુભાવો અને ખેડૂત ભાઈઓને આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us