Select Page

હિન્દુઓ ઉપર હુમલાને વખોડતુ VHP-બજરંગદળનુ આવેદન

હિન્દુઓ ઉપર હુમલાને વખોડતુ VHP-બજરંગદળનુ આવેદન

વડાપ્રધાનના જીલ્લામાં બહુસંખ્યક હિન્દુઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે

મહેસાણા જીલ્લામાં છેલ્લા એક માસમાં મુસ્લીમ સમાજના અસમાજીક તત્વો દ્વારા સામાન્ય બાબતોમાં ઘાતક હથિયારોથી હુમલો કરવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહેસાણામાં રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપી વારંવાર થતા હિચકારા હુમલાને વખોડ્યો હતો. પોલીસની ખાવા પીવાની રીત રસમોના કારણે કેટલાક કેસમાં અસમાજીક તત્વોને છાવરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા તા.૧૮-૭-૨૦૨૩ ના રોજ મહેસાણામાં મોટી સંખ્યામાં કાર્યકરો, મહિલા સંયોજકોની ઉપસ્થિતિમાં રેલી કાઢી મુસ્લીમ અસમાજીક તત્વો દ્વારા છેલ્લા એક માસમાં સાતથી આઠ હુમલાના બનાવને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનપત્રમાં હુમલાના બનાવો બાબતે જણાવ્યુ હતું કે, બેચરાજી તાલુકાના પોયડા ગામમાં ડેરીમાં દુધ ભરાવવા બાબતે ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મહેસાણા ગુજરાત હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં રહેતી રાજપૂત પરિવારની દિકરીની છેડતી બાબતે ઠપકો આપવા જતા દિકરી, માતા, બહેન તથા ભાઈના માથામાં તલવારથી હુમલો કર્યો હતો. વિસનગરથી રાવળાપુરા જતી બસને સવાલા ગામે રોકી મુસ્લીમ અસમાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી, બાળકોને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરી વિદ્યાર્થીનીઓના કપડા ફાડી શારીરીક અડપલા કરવામાં આવ્યા હતા. નંદાસણ તાલુકાના ઉમાનગર ગામે પટેલ સમાજના સરપંચ ઉપર પ્લાનીંગ સાથે મુસ્લીમ ટોળા દ્વારા તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. મહેસાણા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓના ઝઘડામાં ચૌધરી યુવાને સમાધાન માટે કહેતા તેને બસ સ્ટેશનમાં બોલાવી વિધર્મી તત્વો દ્વારા લોખંડના રૉડ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોચાડી હતી. વિસનગરમાં પટેલ પરિવારના ઘરે ફર્નિચરના કામે આવી પુત્રવધુને યોજનાપૂર્વક બ્લેકમેઈલ કરી ડરાવી, ધમકાવી નેપાળ ભગાડી લઈ જઈ લવ જેહાદ જેવી ઘટના આચરવામાં આવી. થોડા સમય અગાઉ વિજાપુરમાં ઠાકોર સમાજના લોકો સાથે ટ્રાફીક બાબતે બોલાચાલી થતા સાંજના સમયે રસ્તામાં રોકી ૧૦૦ લોકોના ટોળાએ હથિયારોથી હુમલો કરીને જીવલેણ ઈજા પહોચાડી હતી.
એક માસના અંતરમાં આ સાત થી આઠ જેટલા બનાવમાં મુસ્લીમ અસમાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવેદન પત્રમાં એ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીલ્લામાં બહુસંખ્યક હિન્દુ પ્રજા પોતાને અસુરક્ષીત અનુભવી રહી છે. આ હિચકારા હુમલાના બનાવોમાં કેટલાક કેસમાં તટસ્થ તપાસ થવાની જગ્યાએ પોલીસના વહિવટો તથા ખાવા પીવાની આદતોના કારણે અસમાજીક તત્વોની તરફદારી કરતી હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. મહેસાણા જીલ્લા તથા ગુજરાતમાં શાંતી અને સુખાકારી સ્થાપિત કરવા યોગ્ય પગલા ભરવાની નમ્ર વિનંતી સાથે આક્રોશપૂર્વક એ પણ ચીમકી આપી છેકે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાના પગલે હિન્દુ સમાજ તરફથી રીએક્શનના ભાગરૂપે કોઈપણ પ્રતિકાત્મક ઘટના બને તેનુ સંપૂર્ણ દાયિત્વ શાસન પ્રશાસનનુ રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us