Select Page

ચૌધરી સમાજની એક્તા માટે સંમેલનો બંધ કરો

ચૌધરી સમાજની એક્તા માટે સંમેલનો બંધ કરો

પાલડી ગામના સમાજસેવી ચૌધરી કાનજીભાઈ નરસિંહભાઈએ જણાવ્યુ છે કે, એક સમયે આંજણા સમાજની આન-બાન-શાન દશે દિશાઓમાં ગુંજતી હતી. તેનુ મુળ કારણ સમાજનુ નેતૃત્વ ત્રણ મહાપુરુષો પુજ્ય માનસિંહદાદા, પુજ્ય મોતીબાપુ અને પુજ્ય પ્રતાપભાઈ સાહેબ પાસે હતુ. ત્રણે અલગ- અલગ ગોળ ના હતા. પણ તેઓએ ગોળને કદીપણ મહત્વ આપ્યુ ન હતુ. તેમની દીર્ધદ્રષ્ટિમા સમગ્ર આંજણા સમાજ હતો. તેઓનું પ્રત્યેક કાર્ય સમગ્ર આંજણા સમાજના હિત કરનારૂ હતુ. તેઓએ કદી સંકુચિત દ્રષ્ટિ રાખી ગોળના કે આંજણા આક્રોશ સંમેલનો યોજ્યા ન હતા. તેઓ સત્તા માટે મરતા ન હતા. સામે ચાલીને સત્તા મળે તો પણ કહેતા હતા કે હુ નહી તમે. આજે સમાજમા ઉલ્ટી ગંગા વહી છે. આજના નેતા કહે છે કે તુ નહી હું જ… આવી ટુંકી દ્રષ્ટિના કારણે આજે સમાજ બે ભાગમા વહેચાઈ ગયો છે સમાજ ચકડોળે ચડ્યો છે. પોતાનુ અસ્તિત્વ ટકાવવા પોતાનુ રાજકીય કદ વધારવા સારૂ સમાજનો ઉપયોગ કરી રહ્યા છે. ને ગામે ગામ સંમેલનો ભરી રહ્યા છે. સભામાં આક્ષેપબાજી આકરાને અભદ્ર શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. એક બીજાને ખરાબ ચિતરાવી કાદવ કિચડ ઉડાડી રહ્યા છે. ભરી સભામાં એકબીજાને ગદ્દાર કહે છે ને સામાજીક- સહકારી- રાજકીય બહિષ્કારના ફતવાઓ બહાર પાડે છે. તેઓ સમાજના નથી કે આમ કરવાથી આના દુરગામી પ્રત્યાઘાતો કેટલા ભયંકર પડશે ને સમાજને શોષવાનો વારો આવશે. સભામાં આવેલી ભીડને જોઈ ગાંડાતુર બની ભાન ભુલી વાણી વિલાસ કરતા જબાન પર લગામ લગાડવાનું ભુલી જાય છે. અને ગમેતેવા અશોભનીય શબ્દો બોલ્યા કરે છે. આપણે જાણીએ છીએ કે, વાણીના વેડફારને કારણે જ મહાભારત સર્જાયુ હતુ. સમાજનો આમ માણસ વિપુલભાઈ કે શેઠ હરિભાઈને ગદ્દાર માનતો નથી. તેઓ તો તેના માટે પુજનીય છે- પુજનીય માને છે. બંન્ને મહાનુભાવોએ સમાજની ખુબ જ મોટી સેવા કરી છે. બંન્ને મહારથીઓ શક્તિશાળી, પ્રભાવશાળીને જન જનના નાયક છે. સમાજની ઉન્નતિમા બંન્નેનો સિંહફાળો છે. પુજ્ય માનસિંહ દાદા આ ડેરી બનાવી જેથી સમાજ ઉજળો બન્યો છે. વિપુલભાઈ ગૃહમંત્રી હતા ત્યારે પણ ન ભુલાય એવી સમાજસેવા કરી છે. શેઠ હરિભાઈએ સમાજને ઓ.બી.સીમા સ્થાન અપાવ્યુ. જેના કારણે યુવાનોને નોકરી મળી છે. આમ બંન્ને નેતાઓના ભગીરથ પુરૂષાર્થથી આજે સમાજ બે પાંદડે થયો છે. જેનુ ઋણ સમાજ ચુકવી શકે તેમ નથી. સમાજની એક જ માંગ છે કે, બંન્ને મન દુઃખ ભુલી જઈ એક બની જાય. અત્યારે કલીયુગ ચાલે છે. કલીયુગમાં સંગઠન એજ શક્તિ છે. એક નહી રહો તો કિંમત પણ નહી રહે… બંન્ને લડતા રહશો તો ત્રીજો પરાયો ફાવી જશે. આજે સમાજમા પ્રભાવશાળી નેતાઓનો દુકાળ છે એ દુઃખ સાથે કહેવુ પડે છે કે, બંન્ને નેતાઓને એક કરી શકે તેવો નેતા દેખાતો નથી.
આજે બિલાડીના ટોપની જેમ ઘેર ઘેર નેતાઓ ફુટી નિકળ્યા છે. જે કંઈ જાણે નહી ને કોઈનુ માને પણ નહી. આવા માણસો આજે સંસ્થાઓનો કબજો કરી અડ્ડો જમાવી બેઠા છે. જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. તો બીજી બાજુ પોતાના ગોડ ફાધરને ખુશ કરવા સારૂ સમાજની બાગડોળ કરતા જોવા મળે છે. આવા માણસોથી સમાજે ચેતવુ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts