Select Page

ખેરાલુ વિધાનસભામાં ૮ ગામના તળાવ નર્મદા લાઈનથી ભરાશે

ખેરાલુ વિધાનસભામાં ૮ ગામના તળાવ નર્મદા લાઈનથી ભરાશે

ગુજરાત સરકાર દ્વારા નર્મદા મુખ્ય પાઈપ લાઈનથી ત્રણ કી.મી.ની ત્રિજ્યામાં આવતા તળાવો ભરવા માટે એક વર્ષ અગાઉ જાહેરાત કરાઈ હતી. પરંતુ કોરોના મહામારીમાં પણ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્લાન એસ્ટીમેટ બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે. જેના કારણે ૯ પૈકી છ તળાવોનું પાઈપ લાઈન નાંખવાનું કામ પ્રગતિમાં છે. ત્યારે અન્ય ત્રણ તળાવોમાં પાઈપ લાઈન નાંખવા વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં પાણીના તળ ખુબ જ ઉંડા ગયા છે જેથી જળસંચય એજ એક વિકલ્પ બચ્યો છે. જેથી ગુજરાત સરકાર દ્વારા નર્મદા પાઈપ લાઈન જયાંથી પસાર થાય છે. તેની ત્રણ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા તળાવો ભરવા માટે પાઈપ લાઈન નાંખવાની કામગીરી કરાઈ છે.ખેરાલુ વિધાનસભાના ખેરાલુ અને સતલાસણા તાલુકાના એકપણ ગામમાં સિંચાઈનો કોઈ પ્રશ્ન ન ઉભો થાય તે માટે ૪પ ગામ તળાવો ભરવા માટે સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રૂા.૧૩૧/- કરોડના ખર્ચ પાઈપ લાઈન નાંખવા સૈધ્ધાંતિક મંજુરી અપાઈ છે. ટુંક સમયમાં ખર્ચના પ્લાન એસ્ટીમેટ બન્યા પછી યુધ્ધના ધોરણે ટેન્ડરીંગ કરવામાં આવશે. જેનાથી આગામી વર્ષોમાં ખેરાલુ-સતલાસણા તાલુકાના કોઈપણ ગામોમાં સિંચાઈનો પ્રશ્ન રહેશે નહી અને જળસંચય દ્વારા ખેરાલુ વિધાનસભાના ગામોમાં જમીનના પાણીના તળ ઉંચા આવશે. નર્મદાના પાણી પાઈપલાઈનથી ભરવા પાઈપો ક્યાં નંખાઈ રહી છે, અને તેનો ખર્ચ કેટલો છે તે જોઈએ તો (૧) સદીકપુર નારીયેળી તળાવ, રૂા.૧૩,૯૪,૯૭૦/- (ર) સમોજા ગામ તળાવ રૂા.૧પ,૦૭,૩૬૮/- (૩) જાસ્કા ગામ તળાવ અને સીમ તળાવ રૂા. ૪૭,૯૮,૬૪૮/- (૪) ગોરીસણા વડીયુ તળાવ અને પાણીયારી તળાવ રૂા.૭૬,૭૭,પ૧૧/- (પ) ગોરીસણા ડાભી તળાવ રૂા.રર,૦૦,૦૩૯/- (૬) સિપોર મહેશ્વરી તળાવ રૂા. ૪૬,૬૮,૧૧ર/- (૭) વરેઠા -સીમ તળાવ રૂા.૭૦,૪૪,૯ર૮/- (૭)ખટાસણા-માવલી તળાવ રૂા.૧૪,ર૯, ૮૭૦/-(૯) સાગથળા- ફાટુ તળાવ રૂા.૪૧,૪ર,૭૯૯/- આમ કુલ રૂા. ૩,૪૮,૬૪,ર૪પ/- રૂપિયાના ખર્ચે પાઈપ લાઈન દ્વારા નર્મદાના પાણીની તળાવો ભરવામાં આવશે.
હાલ સરકાર જે રીતે જળસંચય માટે કામગીરી કરી રહી છે. તે જોતા એવુ લાગે છે કે આગામી એક વર્ષની અંદર ખેરાલુ વિધાનસભામાં જળસંચય મુદ્દે સરકારને કોઈ કામગીરી કરવાની બાકી રહેશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના સમયમાં રાજ્ય સરકાર દ્વારા ઈરાદાપુર્વક ખેરાલુ વિધાનસભાને અન્યાય કરાતો હતો પરંતુ જયારથી ધારાસભ્ય અજમલજી ઠાકોર ચુંટાયા છે અને ઋષિકેશભાઈ પટેલ સિંચાઈ મંત્રી બન્યા છે ત્યારથી ખેરાલુ વિધાનસભામાં સિંચાઈ અને જળ સંચય મુદ્દે ફટાફટ વર્ષો જુના પ્રશ્નો ઉકેલાઈ રહ્યા છે. જે ખરેખર સારી બાબત કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts