Select Page

કોરોના મહામારીમાં પ્રકાશભાઈ પટેલ, સહયોગી સંસ્થાઓ અને મેડિકલ કોલેજની સરાહનીય સેવા

કોરોના મહામારીમાં પ્રકાશભાઈ પટેલ, સહયોગી સંસ્થાઓ અને મેડિકલ કોલેજની સરાહનીય સેવા

કોરોના મહામારીમાં પ્રકાશભાઈ પટેલ, સહયોગી સંસ્થાઓ અને મેડિકલ કોલેજની સરાહનીય સેવા
નૂતન કેળવણી મંડળની સામાજીક-આર્થિક-આરોગ્ય ક્ષેત્રે અવ્વલ સેવા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસની મહામારીમાં ૨૧ દિવસના લોકડાઉનમાં વિસનગર પંથકના લોકોએ કોઈપણ ક્ષેત્રની મુશ્કેલીનો સામનો કરવો પડે નહી તે માટે નૂતન કેળવણી મંડળ દ્વારા સામાજીક, આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની તમામ હોસ્પિટલો બંધ છે ત્યારે નૂતન હોસ્પિટલ આશિર્વાદરૂપ બની છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દિઓ માટે પણ વિસનગર જેવા નાના સેન્ટરમાં આઈસોલેશન વોર્ડ અને સેમ્પલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ગૌરવપૂર્ણ બાબત છે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે અને સહયોગી સંસ્થાઓના આગેવાનો દ્વારા અત્યારે જે સમાજ સેવાની કામગીરી કરવામાં આવી રહી છે તે ખરેખર બીરદાવનારી અને અભિનંદનીય છે. એ ચોક્કસ વાત છેકે વિસનગરમાં મેડિકલ કોલેજ અને નૂતન જનરલ હોસ્પિટલ ન હોત તો અત્યારે ઈમરજન્સી સારવાર અને કોરોના સેમ્પલ માટે મહેસાણા ધક્કા ખાવા પડ્યા હોત.
કોરોના મહામારીના સંકટ સમયમાં લોકોએ જીંદગીમાં પ્રથમ વખત ૨૧ દિવસના લોકડાઉનનો સામનો કરવો પડ્યો છે. આવી મહામારીમાં શહેરની પ્રતિષ્ઠીત સંસ્થા નૂતન કેળવણી મંડળે સામાજીક, આર્થિક અને આરોગ્ય લક્ષી જે જવાબદારી ઉપાડી છે તેનાથી પંથકના લોકોને ગણો લાભ થયો છે. સાથે વિસનગરનુ પણ ગૌરવ વધ્યુ છે. લોકડાઉનમાં વધારેમાં વધારે તકલીફ ગરીબ જરૂરીયાતમંદ અને શ્રમિક પરિવારોને થઈ હતી. ત્યારે નૂતન કેળવણી મંડળની રૂા.૫,૦૦,૦૦૦/-, મજુર મંડળી રૂા.૭૫,૦૦૦/-, સ્વામિનારાયણ ગુરૂકુળ રૂા.૬૧,૦૦૦/-, રોટરી ક્લબ રૂા.૫૦,૦૦૦/-, કાંસા પીપલ્સ રૂા.૫૦,૦૦૦/-, સ્વસ્તિક ગૃપ ૪૦૦ કીટ, મરચન્ટ ગૃપ ૧૫૦ કીટ, મથુરદાસ ક્લબ રૂા.૫૧,૦૦૦/-, હિમાંશુભાઈ રાવલ રૂા.૨૧,૦૦૦/-, સુરેશભાઈ ચૌધરી ગુંંજા સરપંચ રૂા.૨૧,૦૦૦/-, કેતનભાઈ પંડીત રૂા.૧૧,૦૦૦/-, રાકેશભાઈ પટેલ બીલ્ડર રૂા.૧૧,૦૦૦/-, ર્ડા.વાય.ટી.પટેલ રૂા.૬૦૦૦/-, ર્ડા.કાન્તીભાઈ પટેલ અને દર્શનભાઈ જોલી રૂા.૨૧,૦૦૦/- તથા નિકેતુભાઈ મણીઆર રૂા.૫૦૦૦/- ના સહયોગથી ૨૮૦૦ અનાજની કીટ બનાવવામાં આવી હતી. જે વિસનગર શહેર અને તાલુકાના ૩૦ ઉપરાંત ગામડામાં જરૂરીયાતમંદ પરિવારોમાં વિતરણ કરાયુ હતુ. કીટ વિતરણમાં પ્રકાશભાઈ પટેલ ઉપરાંત્ત જશુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., જયવદનભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ મજુર મંડળી, રાજુભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન, નટુભાઈ પટેલ સદુથલા, ભાનુપ્રસાદ શાસ્ત્રીજી, દ્વારકેશભાઈ મણીઆર, અલકેશભાઈ પટેલ રોટરી પ્રમુખ, દર્શનભાઈ પરમાર જોલી, ર્ડા.કાન્તીભાઈ પટેલ, રસીકભાઈ પટેલ ઉપપ્રમુખ તળ સમાજ, લાલાભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ પટેલ કડા, લાલજીભાઈ ઠાકોર, સુરેશભાઈ ચૌધરી ગુંજા, ફુલચંદભાઈ પટેલ, ઈસુભાઈ રબારી છોગાળા, પી.એસ.પટેલ કુવાસણા, જે.ડી.ચૌધરી મગરોડા, નિકેતુભાઈ મણીઆર, સંજયભાઈ ગોસા વિગેરેની સેવા સરાહનીય રહી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના સંક્રમણ સામેની લડતમાં સરકારના સહયોગમાં રાહતફંડ આપવા અપીલ કરવામાં આવી હતી. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓએ એક દિવસનો પગાર ફંડમાં આપતા યુનિવર્સિટી દ્વારા રૂા.૮,૦૦,૦૦૦/- રાહત ફંડમાં આપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતની ખાનગી યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી રાહતફંડમાં યોગદાન આપવાની એસ.કે.યુનિવર્સિટીની પ્રથમ પહેલ હતી. તેમજ તાલુકામાં રાહતફંડમાં સૌથી વધુ દાન આપનાર પણ આ સંસ્થા છે.
અત્યારે લોકડાઉનમાં સમયમાં વિસનગર પંથક માટે જો વધુમાં વધુ આશિર્વાદરૂપ હોય તો તે છે નૂતન મેડિકલ કોલેજની નૂતન જનરલ હોસ્પિટલ. લોકડાઉનમાં શહેરની તમામ ખાનગી હોસ્પિટલો બંધ છે ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં ૨૪ કલાક સારવાર ઉપલબ્ધ છે. તમામ પ્રકારના ઓપરેશન થાય છે, હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન તો ખુબજ ઉપયોગી બની રહ્યુ છે. વિસનગર સિવિલ હોસ્પિટલ દ્વારા નૂતન જનરલમાં દર્દિઓ રીફર કરવામાં આવે છે.
કોરોના સંક્રમણની સારવારમાં ઉત્તર ગુજરાતમાં નૂતન જનરલ હોસ્પિટલની સેવા શહેરને ગૌરવ અપાવનારી છે. કોરોના શંકાસ્પદ દર્દિઓના રીપોર્ટ માટે સેમ્પલ લેવા હોસ્પિટલમાં કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. સેમ્પલ લઈ અમદાવાદ બી.જે.મેડિકલમાં મોકલવામાં આવે છે. કોરોના શંકાસ્પદના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા તે નેગેટીવ આવ્યા છે. કોરોના સંક્રમણ વધે તો તેની તૈયારી રૂપે હોસ્પિટલમાં ૫૦ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્ટેલનો એક આખો બ્લોક ક્વોરન્ટાઈન માટે ફાળવ્યો છે. નૂતન જનરલ હોસ્પિટલમા તમામ ર્ડાક્ટરોને દ્ગ૯૫ માસ્ક આપવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વણસે તો તેની તમામ તૈયારીઓ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શનમાં મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલની ટીમ દ્વારા આગવી તૈયારીઓ કરવામાં આવી છે. વિસનગરમાં આ સેવા ન હોત તો લોકોને મહેસાણા ધક્કા ખાવા વારો આવ્યો હોત.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us