Select Page

વિસનગરને ફરીથી મોટી જવાબદારીની વગનો લાભ મળી શકે

વિસનગરને ફરીથી મોટી જવાબદારીની વગનો લાભ મળી શકે

તંત્રી સ્થાનેથી… કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ રીપીટ થાય તો

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું જાહેરનામુ બહાર પડી ગયુ છે. ચુંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથેજ વિસનગર વિધાનસભા સીટ ઉપર ભાજપમાંથી દાવેદારી શરૂ થઈ ગઈ છે. ભાજપના આગેવાનો એક બીજાનુ પત્તુ કાપવા માટે વિવિધ રજુઆતોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પણ ઉમેદવારી માટે દાવેદારી કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપ એ ભાજપનો વિરોધ પક્ષ છે. એટલે આ બન્ને પાર્ટીના ઉમેદવારી વાંચ્છુકો વિસનગર વિધાનસભા સીટના વર્તમાન ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો વિરોધ કરે તે યોગ્ય છે. પરંતુ ભાજપનાજ આગેવાનો ત્રણ ટર્મથી ચુંટાતા અને વિસનગરનો અભૂતપૂર્વ વિકાસ કરનાર કેબીનેટ મંત્રીનો વિરોધ કરે તે કેટલુ યોગ્ય છે. ચુંટણી આવે ત્યારે દરેકને ટીકીટ મળે તેવી તમન્ના હોય છે. પરંતુ ટીકીટની દાવેદારી કરવા લીટી લાંબી કરવાની જગ્યાએ લીટી ભુસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપમાંથી દાવેદારી કરનારમાંથી કેટલાક કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તરફ આગળી કરી રહ્યા છે. જેમને એ સમજવુ જોઈએ કે આંગળી કરનારની તરફ ચાર આંગળી થતી હોય છે. જોકે ભાજપમાંથી દાવેદારી કરનાર અડધો અડધ પોતે કંઈ રીતે આગળ આવ્યા છે તે વિચારીને ટીકીટની દાવેદારી કરવી જોઈએ. સતત ત્રણ ટર્મ ચુંટાયા બાદ સકારાત્મક વલણના કારણે તેમજ સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાથી ઋષિભાઈ પટેલને સરકારમાં કેબીનેટ મંત્રી પદ મળ્યુ. વિસનગર ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે ૨૭ વર્ષ બાદ વિસનગરને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ. ઋષિભાઈ પટેલ ધારાસભ્ય પદે હતા તે સમયમાં વિસનગર શહેર અને તાલુકાના વિકાસ માટે યોગ્યતાના પ્રમાણમાં ગ્રાન્ટ ફળવાતી હતી. પરંતુ કેબીનેટ મંત્રી બન્યા બાદ શહેર અને તાલુકામાં વિવિધ વિકાસમાં જે ગ્રાન્ટ ફળવાઈ તેના સૌ સાક્ષી છે. મત આપ્યા છેકે નહી, નાના સમાજનો છેકે મોટા સમાજનો તેનો વિચાર કર્યા વગર મંત્રી પદ મળ્યુ છેતો તેનો વધુમાં વધુ લાભ થાય તે માટે ઋષિભાઈ પટેલે પાછુ વળીને જોયુ નથી. ઋષિભાઈ પટેલ પોતે પટેલ સમાજના હોવા છતા જ્ઞાતિ ભેદ રાખ્યો નથી. માર્કેટયાર્ડમાં ચેરમેન હતા ત્યારે પાટીદાર સમાજ સાથે અન્ય સમાજના લોકોને પણ નોકરીનો લાભ આપ્યો. ગાંધીનગર સચીવાલયમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઓફીસમાં કોઈ એક સમાજના નહી પરંતુ તમામ સમાજના લોકો જોવા મળતા હતા તે તેમની નિષ્પક્ષ કાર્યશૈલીનો પુરાવો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની કામ કરવાની આ પધ્ધતિથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. બે સમાજ વચ્ચે વૈમનસ્ય વધે તેવો ક્યારેય પ્રયત્ન કર્યો નથી. અત્યારે ટીકીટ વાંચ્છુકોએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો વિસનગર વિધાનસભામાં ભારે વિરોધ છે તેવી હવા ફેલાવી છે. પરંતુ મતદારોના મન સુધી પહોચો ત્યારે સાચી હકીકતનો ખ્યાલ આવશે. જોકે એ પણ હકીકત છેકે ઋષિભાઈ પટેલની નજીક રહેનાર આગેવાનો દુર થયા છે. પરંતુ માગણીઓ અને મહત્વકાંક્ષા પુરી ન થાય ત્યારે દુરી વધતી હોય છે. ભાજપના અન્ય કોઈ દાવેદારને ટીકીટ મળશે તો તે ફક્ત ધારાસભ્ય બની શકશે. જ્યારે ઋષિભાઈ પટેલ રીપીટ થાય તો વિસનગરને ફરીથી મોટી જવાબદારીની વગનો લાભ મળી શકે તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us