Select Page

તાલુકા મથકોમાં અગાઉની જેમ આર.ટી.ઓ.કેમ્પ ફરીથી શરુ કરવા માગણી

તાલુકા મથકોમાં અગાઉની જેમ આર.ટી.ઓ.કેમ્પ ફરીથી શરુ કરવા માગણી

મહેસાણા જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આજથી ચાર-પાંચ વર્ષ પૂર્વે આર.ટી.ઓ કેમ્પ થતા હતા પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં તાલુકા મથકોમાં થતા આર.ટી.ઓ કેમ્પ બંધ કરવામાં આવ્યા છે. મહેસાણા શહેરની નજીકના તાલુકાઓમાં આર.ટી.ઓ.કેમ્પ બંધ થયા તેની લોકોને કોઈ તકલીફ પડતી નથી. પરંતુ ખેરાલુ અને સતલાસણા તાલુકાના લોકોને ખુબ લાંબુ અંતર કાપીને પોતાના વાહનોને રી-પાસિંગ કરાવવામાં ડીઝલ પેટ્રોલના મોટો ખર્ચ ઉઠાવવો પડે છે તેમજ સાથે સાથે સમય પણ બરબાદ થાય છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પોતે ટેકનોસેવી ધારાસભ્ય છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજુઆત કરીને ખેરાલુ અને સતલાસણા તાલુકામાં દર મહિને કે બે મહિને આર.ટી.ઓ કેમ્પ શરુ કરાવે તો રી-પાસિંગ બાઈકો અને થીવ્હીલર તથા ફોર વ્હીલર ધારકોને રાહત થશે. સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાઈસંસોના લર્નિંગ લાઈસંસ માટે જેતે આઈ.ટી.આઈમાં વ્યવસ્થા કરાઈ છે. ડ્રાઈવિંગ લાયસંસના ટેસ્ટ માટેનો ટ્રેક મહેસાણામાં બનાવ્યો છે. જેથી લાયસંસના ટેસ્ટ માટે મહેસાણા જવુ પડે તે લોકોને નડતુ નથી. પણ ડ્રાઈવિંગ લાયસંસ રીન્યુ કરાવવા ઓનલાઈન અરજીઓ થાય છે તેને ઈરાદાપુર્વક આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ એપ્રુવલની કામગીરી કરતા નથી. જો કોઈ લાયસંસધારકનું મે મહિનાથી છેલ્લી તારીખ પહેલા લાયસંસ રીન્યુ કરાવવાનું હોય અને અરજદાર લાયસંસ રીન્યુ કરવા ૧પ મેના દિવસે ઓનલાઈન અરજી કરે તેને એપ્રૃવલ ન મળે તો વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ દંડ કરે છે. લોકો પરેશાન છે છતા સરકાર યોગ્ય કાર્યવાહી કરતી નથી. આવા તો અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે લોન દાખલ કે લોન કેન્સલ માટે સમયસર એપ્રૃવલ કામગીરી ન થતા લોકોને મહેસાણા સુધી ધક્કા ખાવા પડે છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી લોકોની તકલીફ દુર કરવા વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજુઆત કરશે ખરા?
ખેરાલુ તાલુકા મથકથી મહેસાણા પ૦ કી.મી.દૂર છે. જયારે તાલુકાના ચાણસોલ કે ડભોડાથી મહેસાણા ૬૦ કી.મી.દુર છે.ચાડાથી ૭૦ કી.મી. મહેસાણા દુર છે. તેવી જ રીતે સતલાસણા તાલુકા મથકથી મહેસાણા ૭પ કી.મી દૂર છે. તાલેગઢથી મહેસાણા ૭૭ કી.મી.દુર છે. હડોલથી મહેસાણા ૭પ કી.મી.દુર છે. આમ આવવા જવાના કીલો મીટર ગણો તો ૧પ૦ ઉપરાંત કીલો મિટર મહેસાણાના થાય છે. ખેરાલુ અને સતલાસણા તાલુકામાં વર્ષે દહાડે ટુવ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર હજારોની સંખ્યામાં ખરીદાયા છે. જેને ૧પ વર્ષ થતા આ વાહનોના રિપાર્સિંગ માટે બાઈક, રીક્ષા, ટ્રેક્ટર અને કારોમાં દરેક વ્યક્તિને પેટ્રોલ, ડીઝલ ઉપર મોટો ખર્ચ કરવો પડે છે. બન્ને તાલુકામાં કોઈ ઉદ્યોગો નથી ૯૦% ઉપરાંત લોકો બક્ષીપંચ સમાજના છે.અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ગરીબ વર્ગના છે. જો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દર મહિને કે બે મહિને ખેરાલુ અને સતલાસણામાં આર.ટી.ઓ.કેમ્પ શરૂ કરાવે તો દર વર્ષે રિપાર્સિંગ કરવા જતા હજારો વાહનોના લાખો લીટર પેટ્રોલ, ડીઝલનો બચાવ થઈ શકે છે. આર.ટી.ઓ.કેમ્પ શરૂ થાય તો ઓનલાઈન લાયસંસ રીન્યુ કે લોન દાખલ કે લોન કેન્સલની અરજીમાં એપ્રૃવલ કામગીર ન થઈ હોય તો આર.ટી.ઓ. કેમ્પમા ફરીયાદ પણ કરી શકે છે. આર.ટી.ઓ.કેમ્પ બાબતે એક વાહન ડીલર સાથે વાત થતા જાણવા મળ્યુ કે નવા ખરીદાતા તમામ વાહનો જયાંથી ખરીદાય તે જ શોરૂમ ઉપરથી વાહનનું પાર્સિંગ થાય છે જેથી તાલુકા મથકોના કેમ્પો બંધ કરવામા આવ્યા છે. ૧પ વર્ષ જુના વાહનો માટે જિલ્લામાં માત્ર કડી ખાતે જ કેમ્પ ચાલુ છે. રીપાર્સિંગ મા ૧પ વર્ષ જે વાહનોને થયા હોય તેવા ખેરાલુ અને સતલાસણા તાલુકામાં હજારોની સંખ્યામાં ટ્રેકટરો તથા કોમર્શિયલ વાહનો છે. જે દર બે વર્ષે રિન્યુ કરાવવા મહેસાણા લાંબા થવુ પડે છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી યુધ્ધના ધોરણે વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજુઆત કરી રિપાર્સિંગ માટેના કેમ્પ શરૂ કરાવે તો લોકોને રાહત થશે. કડી મહેસાણાથી નજીક છે છતા આર.ટી.ઓ કેમ્પ થાય છે તો મહેસાણા થી પ૦ થી ૭પ કિલો મીટર દુર ખેરાલુ અને સતલાસણા તાલુકામાં આર.ટી.ઓ. કેમ્પ કેમ ચાલુ કરાતા નથી. બક્ષીપંચ સમાજને આવો અન્યાય કયાં સુધી સહન કરવો પડશે ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us