Select Page

કેબીનેટ મંત્રી અશાંતધારાનુ નહી વિચારતા લોકોને સહન કરવુ પડી રહ્યુ છેમંદિર ઉપર પથ્થરમારો કરી ભય ફેલાવાનુ ષડયંત્ર

કેબીનેટ મંત્રી અશાંતધારાનુ નહી વિચારતા લોકોને સહન કરવુ પડી રહ્યુ છેમંદિર ઉપર પથ્થરમારો કરી ભય ફેલાવાનુ ષડયંત્ર

વિસનગરમાં ગુંદીખાડ બાપુના ચોરા પાસેના મંદિર ઉપર પથ્થરમારો કરી આ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. મંદિરના મહંત દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે. શહેરના અંદરના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે છેલ્લા ઘણા સમયથી ફાઈલ પેન્ડીંગ પડી છે. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અશાંતધારાના અમલ બાબતે નહી વિચારતા અંદરના વિસ્તારમાં રહેતા લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે.
વિસનગરમાં ગુંદીખાડ બાપુના ચોરાથી માયાબજાર તથા આસપાસના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કોઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે. આ વિસ્તારોમાં લઘુમતિ સમાજ દ્વારા અતિક્રમણ થઈ રહ્યુ છે. ત્યારે આ વિસ્તારોમાં રહેતા હિન્દુઓ વિસ્તાર છોડવા મજબુર બન્યા છે. કેબીનેટ મંત્રી આ વિસ્તારના લોકોની મુલાકાત લેતો ખબર પડે કે શુ પરિસ્થિતિ છે. અશાંતધારા બાબતે કેબીનેટ મંત્રીની ઢીલી નીતિના કારણે આ વિસ્તારના લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. ગુંદીખાડમાં બાપુના ચોરાની સામે સ્વામીનો મઠ આવેલો છે. જે મઠમાં મહાદેવજી તેમજ અન્ય દેવી દેવતાઓના મંદિર આવેલા છે. મઠની પાછળ લઘુમતી સમાજનો વિસ્તાર આવેલો છે. ત્યારે તા.૧૭-૪-૨૦૨૩ પહેલાના ચાર દિવસથી મંદિર ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. મંદિરના મહંત સ્વામી સુરજપુરી મહારાજે વિસનગર પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી આપી જણાવ્યુ છેકે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી મંદિરની પાછળ આવેલ વ્હોરવાડમાંથી બપોરે ૪-૦૦ કલાકની આસપાસ મઠ અને મંદિર ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લઈ વ્હોરવાડમાંથી થતો પથ્થરમારો તાકીદે બંધ કરાવવો.
આ બાબતે હિન્દુ સંગઠન ભગવા સેનાના યુવાનોએ મઠની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં રમતા લઘુમતિ સમાજના નાના બાળકોને પુછપરછ કરી હતી. ત્યારે નાત જાતના ભેદથી પર રહેલા આ નિર્દોષ બાળકોએ જણાવ્યુ હતું કે, કેટલાક મોટા લોકો પથ્થરમારો કરી રહ્યા છે. મંદિરની પાછળ રહેતા લઘુમતિ સમાજના લોકોએ આ બનાવમાં દિલગીરી પણ વ્યક્ત કરી હતી. હકિકતમાં દિલગીરી વ્યક્ત કરનાર પથ્થરમારાના બનાવથી અજાણ હતા. પોલીસે પણ આ બાબતે તપાસ કરી હતી. આમ એક દિવસ નહી પરંતુ સતત ત્રણ-ચાર દિવસ મંદિર ઉપર પથ્થરમારો કરી આ વિસ્તારના હિન્દુઓ મકાન ખાલી કરી જતા રહે તે માટેનુ એક ષડયંત્ર ચાલતુ હોવાનુ લોકોનુ અનુમાન છે. વિસનગર પોલીસ કોમી વાતાવરણ ડહોળનાર આવા તત્વો વિરુધ્ધ કાર્યવાહી નહી કરે તો આ બનાવ મોટુ સ્વરૂપ ધારણ કરે તેવી પુરેપુરી શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us