સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરેશભાઈ ચૌધરીના નિવાસ્થાનેથી મોસાળુ પ્રસ્થાન થશેવિસનગરમાં ભગવાન જગન્નાથજી ઠાઠમાઠથી ૪૩મી પરિક્રમા કરશે
આવતી કાલે મંગળવારે ભગવાન જગન્નાથજી જયરણછોડ માખણચોરના જય ઘોષ સાથે પુરા ઠાઠ માઠથી ૪૩મી નગર પરિક્રમાએ વિસનગરમાં નિકળશે. રથયાત્રાનુ આકર્ષણ જમાવતી વેશભુષા અને નૃત્ય મંડળીઓ જોડાશે. મોસાળા મહોત્સવના યજમાન સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. પરિવારના પરેશભાઈ ચૌધરીના નિવાસ્થાનેથી મોસાળુ પ્રસ્થાન કરશે જે પુરા ધામધુમથી ઉમિયા માતાની વાડીએ પહોંચશે.
સવારે ૦૯-૩૦ આરતીનો ચડાવો,સવારે ૧૦-૩૦ રથયાત્રા પ્રસ્થાન,બપોરે ૧૨-૩૦ મોસાળુ મહોત્સવ,બપોરે ૦૧-૩૦ છપ્પનભોગ દર્શન,સાંજે ૦૬-૦૦ રથયાત્રા પરત
વર્ષમા એક વખત મંદિરમાથી બહાર નગર પરિક્રમાએ નિકળતા ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ હરિહર સેવા મંડળે પુર્ણ કરી છે. આવતી કાલ અષાઢી બીજ તા.૨૦-૬-૨૦૨૩ને મંગળવારના રોજ વિસનગરના ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમા હરિહર સેવા મંડળમાથી રથયાત્રાનુ પ્રસ્થાન થશે. સવારે ૯-૩૦ કલાકે આરતીનો ચડાવો થશે. ૧૦-૩૦ કલાકે રથયાત્રાનુ પ્રસ્થાન થશે અને ૧૨-૩૦ કલાકે ઉમિયા માતાની વાડીએ મોસાળા મહોત્સવ ઉજવાશે. રથયાત્રામા વેશભુષા અન ેનૃત્યની ૧૫ થી ૨૦ ટીમ જોડાશે. ૩૦ ટ્રેક્ટર અને ઉંટલારી, સાધુ સંતો સાથે ચારથી પાંચ લાઈવ ડી.જે. વિગેરે સાધનો જોડાશે. રમતવિરો વિવિધ કસરતના કરતબ બતાવશે. જ્યારે રથયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર સેવા કેમ્પ લાગશે. ધર્મની સાથે સમાજની પણ સેવા થાય તે માટે રથયાત્રા નિમિત્તે હરિહર સેવા મંડળમા દરવર્ષે બ્લડ બેંકના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાય છે. સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી રક્તદાન કેમ્પ યોજાશે. જેમા જલારામ સેનેટરીવાળા રાકેશભાઈ પટેલ, ઓમકાર પ્લાયવુડવાળા મહેશભાઈ પટેલ અને શેઠશ્રી મોહનલાલ બાલચંદદાસ પરિવાર દ્વારા રક્તદાતાઓને આકર્ષક ભેટ આપવામાં આવશે.
આ વર્ષે મોસાળાના મનોરથી સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના શહેરના જાણીતા બિલ્ડર પરેશભાઈ ચૌૈધરી છે. મોસાળા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવશે. એક તરફ રથયાત્રા પ્રસ્થાન કરશે તો બીજી બાજુ પરેશભાઈ ચૌધરીના ગાયત્રી મંદિર પાસે સર્વોદય સોસાયટીના નિવાસ્થાનેથી વાજતે ગાજતે મોસાળુ પ્રસ્થાન કરશે. જે ઉમિયા માતાની વાડીએ સવારે ૧૧-૦૦ કલાક સુધીમા પહોંચશે. ઉમિયા માતાની વાડીએ બપોરે ૧૨-૦૦ કલાકે મોસાળા મનોરથી થશે અને બપોરે ૧-૩૦ કલાકે છપ્પનભોગ દર્શન થશે. ધર્મપ્રેમી જનતાને રથયાત્રા દર્શનનો લાભ લેવા હરિહર સેવા મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.