Select Page

નૂતન હોસ્પિટલમાં રૂા.૮ કરોડનુ MRI ઈન્સ્ટોલ થશે

છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલ તથા વિવિધ વિભાગમાં સુવિધાઓ વધારવા રૂા.૪૦૦ કરોડ ખર્ચાયા

  • રૂા.૩૦ કરોડના ખર્ચે કેન્સરની તમામ ટ્રીટમેન્ટ માટે ઓકોલોજી સેન્ટર તથા હાર્ટની બાયપાસ સુધીની ટ્રીટમેન્ટ માટે રૂા.૭ કરોડના ખર્ચે કાર્ડિયાક લેબ માટેનુ આયોજન છે – ચેરમેન પ્રકાશભાઈ પટેલ
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલીત નૂતન હોસ્પિટલ ફક્ત વિસનગર પુરતીજ નહી પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક તબીબી સાધનોથી સજ્જ થવા જઈ રહી છે. પંથકના લોકોને ઈમરજન્સીમાં ઘરઆંગણેજ કોર્પોરેટ હોસ્પિટલ કક્ષાની તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી સુવિધાઓ વિકસીત કરવામાં આવી રહી છે. ૧૫ મી ઓગસ્ટથી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જે માટે રૂા.૮ કરોડની કિંમતનુ એમ.આર.આઈ. ઈન્સ્ટોલ થવા જઈ રહ્યુ છે. અકસ્માતમાં હેડ ઈન્જરી સહિત ઘણા રોગમાં એમઆરઆઈની જરૂર પડતી હોય છે. શહેરીજનો માટે ગૌરવની બાબત છેકે અંબાજી સુધીના ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સૌપ્રથમ નૂતન હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થશે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ નૂતન મેડિકલ એન્ડ રીસર્ચ સેન્ટર વિસનગર સંચાલીત નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા પંથકના લોકોને આધુનિક તબીબી સુવિધાઓ તથા સુપર સ્પેશ્યાલીસ્ટ ર્ડાક્ટરોની સેવાઓનો લાભ મળે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ છે. પંથકના લોકોની આરોગ્ય અને સુખાકારી માટે કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ જેવી સારવાર ઘરઆંગણેજ મળી રહે તેવા આશયથી કરોડોના ખર્ચે આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરી રહ્યા છે. વિસનગર સહિત ઉત્તર ગુજરાતની જનતા એ જાણી આનંદિત થશે કે નૂતન હોસ્પિટલમાં ટુંક સમયમાં એમ.આર.આઈ. સેવા રાહતદરે શરૂ થઈ રહી છે. અંદાજીત રૂા.૮ કરોડની કિંમતનુ સીમેન્સ કંપનીનુ લેટેસ્ટ હાઈએન્ડ મોડલ ઈન્સ્ટોલ થવા જઈ રહ્યુ છે. એમ.આર.આઈ. સુવિધા ઉત્તર ગુજરાતના જૂજ શહેરોમાં ઉપલબ્ધ છે. ઘણા રોગના નિદાન કે ઓપરેશન માટે એમ.આર.આઈ. ની જરૂર પડતી હોય છે. વિસનગરથી અંબાજી સુધીના વિસ્તારમાં આ સુવિધા ઉપલબ્ધ ન હોઈ આ વિસ્તારની જનતાને લાભ મળી રહેશે અને આશિર્વાદરૂપ બનશે.
સાથે સાથે સંસ્થાના પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી ગણના અથાક પ્રયત્નોથી ૧૫ મી ઓગસ્ટથી અપગ્રેડ ઓટી અને લેટેસ્ટ ઈક્વીપમેન્ટથી સજ્જ ન્યુરો વિભાગ શરૂ થયો છે. જેમાં 24 X 7 ન્યુરોસર્જન સહિત આઈ.સી.યુ. સ્ટાફ, એનેસ્થેટીક, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. જેથી કોઈ એક્સીડન્ટ કે હેડ ઈન્જરીના દર્દીને તાત્કાલીક સારવાર કે ઓપરેશન જરૂરીયાત પ્રમાણે થઈ શકશે. ન્યુરો સર્જરી વિભાગમાં તાત્કાલીક સારવાર આપી દર્દીનો જીવ બચાવી શકાશે. મહત્વની બાબત તો એ છેકે આ સેવા ખુબજ રાહત દરે તથા આયુષ્યમાન યોજના અંતર્ગત વિનામુલ્યે ઉપલબ્ધ થઈ રહી છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો પ્રથમથીજ ધ્યેય રહ્યો છેકે લોકો માટે સારામાં સારી તબીબી સાધનો અને સેવા ઉપલબ્ધ કરવા જે મુજબ રૂા.૨.૫ કરોડના ખર્ચે સીટી સ્કેનની સુવિધા ઉભી કરી કોરોના કાળમાં બહાર સીટી સ્કેન રીપોર્ટનો રૂા.૩૦૦૦ થી ૪૦૦૦ ચાર્જ લેવાતો હતો, ત્યારે નૂતન હોસ્પિટલમાં રૂા.૨૦૦૦ ખર્ચ થતો હતો. આ ઉપરાંત્ત મોડ્યુલર ઓટી, અત્યાધુનિક ડાયાલીસીસ સેન્ટર, ઉત્તર ગુજરાતમાં એથ્રેસર લાયસંસ ધરાવતી એકમાત્ર બ્લડ બેંક, ઓક્સીજન પ્લાન્ટ, લીક્વીડ ઓક્સીજ ટેન્ડ, ઉત્તર ગુજરાતમાં આઈ.સી.એમ.આર. એન.એ.બી.એલ. એપ્રુવ્ડ મોલીક્યુલર લેબની સુવિધા ઉપલબ્ધ છે.
નૂતન હોસ્પિટલમાં ભવિષ્યમાં કઈ સેવાઓ ઉપલબ્ધ થવાની છે તે બાબતે પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, રેડીયોલોજી ડિપાર્ટમેન્ટમાં રૂા.૩૨ લાખના ખર્ચે સ્કેનરેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મશીનથી નશની અંદર તકલીફ હોય તો સ્કેન કરી ટ્રીટમેન્ટ આપી શકાશે. હાર્ટની બ્લોકેજ નશની પણ જાણ થશે. બાયોપ્સી કરવી હોય તો થઈ શકશે. ભવિષ્યમાં ઓકોલોજી સેન્ટર ઉભુ કરી રૂા.૩૦ કરોડના મશીનો ખરીદવાનુ પણ સંસ્થા દ્વારા પ્લાનીંગમાં છે. જેમાં રેડીએશન આપવાથી માંડીને કેન્સરની તમામ ક્રિટીકલ ટ્રીટમેન્ટ થઈ શકશે. રૂા.૭ કરોડના ખર્ચે કાર્ડિયાક લેબ શરૂ કરવાનુ પણ આયોજન છે. હાર્ટ એટેક આવે તો એન્જીયોગ્રાફી એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સુધીની તમામ ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં થશે. આ સુવિધાઓના કારણે કોઈનો જીવ બચી જશે તો પણ સંસ્થાએ ખર્ચેલી કિંમત અને કરેલી મહેનત વસુલ છે. અકસ્માત કે હાર્ટ એટેકના સમયમાં દર્દીને નજીકના સેન્ટરમાં લઈ જવામાં જીવનુ જોખમ રહે છે. ત્યારે આવા સંજોગોમાં કોઈનો જીવ બચી જાય તે માટે રીસ્ક લઈને કરોડો રૂપિયાનુ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યુ છે.
વધુમાં પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, મેડિકલ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ, હોમિયોપેથી હોસ્પિટલ, સંસ્થાની અન્ય કોલેજોનુ ડેવલપમેન્ટ, અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપનએર થીયેટર, હોસ્ટેલો વિગેરે આધુનિકરણમાં છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થાએ રૂા.૪૦૦ કરોડનુ રોકાણ કર્યુ છે. જે ખર્ચ માટે સંસ્થા આત્મનિર્ભર છે. એક રૂપિયાના અનુદાનની પણ આશા રાખ્યા વગર લોકો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સૌનો સાથ સૌના વિકાસની નેમ ધરાવતી ગુજરાત સરકાર અને ભારત સરકાર સંસ્થાના વિકાસમા ંમદદરૂપ બની રહી છે. સાથે સાથે શુભેચ્છકો અને સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. સહિયારા પ્રયત્નોથી વિસનગરમાં સુવિધાઓ ઉભી કરવી શક્ય બની છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us