Select Page

વિસનગર બાયપાસ હાઈવેનુ કલમ ૧૯ નુ જાહેરનામુ પડ્યુ

વિસનગર બાયપાસ હાઈવેનુ કલમ ૧૯ નુ જાહેરનામુ પડ્યુ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની જમીન સંપાદનની કામગીરી ઉપર સતત દેખરેખ

  • ખેડૂતોની જમીનના ઉતારામાં સંપાદિત જમીનની નોધ પડશે
  • કલમ ૧૧(૧) નુ બીજુ જાહેરનામુ પડ્યુ તેની મુદત બે માસની હતી ત્યારે મુદતના બીજા બે માસ પછી છેલ્લુ જાહેરનામુ પડતા બાયપાસની કામગીરી ઝડપી થાય તેવી લોક લાગણી

વિસનગરમાંથી પસાર થતા હાઈવે ઉપર રોજેરોજ અકસ્માતના નાના મોટા બનાવો બને છે. જેથી બાયપાસ હાઈવેનુ કામ ઝડપથી થાય તે જરૂરી છે. બાયપાસનુ ત્રીજુ જાહેરનામુ પડવામાં લગભગ બે માસનો વિલંબ થયો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સતત દેખરેખના કારણે હવે કલમ ૧૯ નુ આખરી જાહેરનામુ પડ્યુ છે. સરકારની જવાબદારીમાં કેબીનેટ મંત્રી સતત વ્યસ્ત છે. ત્યારે ૧૧ વર્ષથી ખોટવાયેલી બાયપાસ હાઈવેની યોજના કોઈપણ જાતના વિલંબ વગર આગળ વધે તે જરૂરી છે.
વિસનગરમાંથી પસાર થતા કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવેમાં એવો એક પણ દિવસ બાકાત રહેતો નથી કે નાનો મોટો અકસ્માત ન થાય. જેથી વિસનગર બાયપાસ હાઈવેની માગણી વર્ષોથી છે. વર્ષ ૨૦૧૨ માં બાયપાસ હાઈવેના સર્વે માટે મંજુરી મળી હતી. ત્યારબાદ હાઈવેની ફાઈલ ધુળ ખાતી હતી. ત્યારે વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા બાયપાસની કામગીરી આગળ વધી છે. જેમાં પણ ક્યાંક રૂકાવટ આવે છે તે રૂકાવટ કેવી રીતે દૂર કરવી તે કેબીનેટ મંત્રીએ વિચારવાનુ છે. શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ પણ બાયપાસ હાઈવેની કાર્યવાહી ઉપર દેખરેખ રાખી રહ્યા છે. આમ શહેરની મહત્વની જરૂરીયાત ઝડપી પુરી કરવાના પ્રયત્નોના કારણે હવે કલમ ૧૯(૧) નુ આખરી જાહેરનામુ તા.૧૪-૭-૨૦૨૩ ના રોજ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામામા જાણવા મળ્યા પ્રમાણે કેટલી જમીન સંપાદિત કરવામાં આવી છે તેની ખેડૂતને નોટીસ આપવામાં આવશે. ખેડૂતોની જમીનના ઉતારામાં સંપાદિત કરવામાં આવેલી જમીનની નોધ પડશે. જમીન સંપાદનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય ત્યા સુધી જમીનની લે-વેચ કરી શકાશે નહી.
વિસનગર બાયપાસ જમીન સંપાદનનુ ૧૦(એ)નુ પ્રથમ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા તા.૨૩-૯-૨૦૨૨ ના રોજ મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેસુલ વિભાગ દ્વારા તા.૨૩-૨-૨૦૨૩ ના રોજ કલમ૧૧(૧) નુ જાહેરનામુ પાડવામાં આવ્યુ હતુ. આ જાહેરનામામા ખેડૂતો દ્વારા વાંધા અરજ રજુ કરવાની મુદત બે માસની એટલે કે ૬૦ દિવસની હતી. જે મુદત તા.૨૪-૪-૨૦૨૩ ના રોજ પુરી થઈ હતી. બાયપાસમાં વિસનગર સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાથી કલમ ૧૧(૧) ની મુદત પુરી થયા બાદ ઝડપી કાર્યવાહી બાદ કલમ ૧૯(૧) નુ જાહેરનામુ પડવુ જોઈતુ હતુ. પરંતુ છેલ્લુ જાહેરનામુ પડવામાં વિલંબ થયો છે. જેની પાછળ ગાંધીનગર મહેસુલ વિભાગના એક ક્લાર્કની લાલચ જવાબદાર છે. વિલંબ થાય નહી તે રીતે બાયપાસની કાર્યવાહી થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us