Select Page

વિસનગરને હરિયાળુ બનાવવા વૃક્ષ ઉછેર મહાયજ્ઞનો પ્રારંભ

વિસનગરને હરિયાળુ બનાવવા વૃક્ષ ઉછેર મહાયજ્ઞનો પ્રારંભ

જ્યોતિ ટ્રસ્ટ, અન્ય સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી

વિસનગર શહેર હવે આવનાર સમયમાં વૃક્ષોથી હરિયાળુ બનશે. જ્યોતિ ટ્રસ્ટ, સાંકળચંદ યુનિવર્સિટી, સમર્થ ડાયમંડ, આકાશ હોસ્પિટલ, આર.કે.જ્વેલર્સ વિગેરે સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી દાતાઓના સહકારથી વૃક્ષ ઉછેર મહાઅભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. શહેરની આ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા હાઈવે ઉપર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યુ છે. જેની જાળવણી વિસનગરના આ આયોજકો દ્વારાજ થશે. શહેરને ઓક્સીજન પાર્ક બનાવવા અત્યાર સુધી રૂા.૧૫,૨૬,૭૦૦/- નુ દાન મળ્યુ છે. શહેરને હરિયાળુ બનાવવા સહયોગ આપવા ઈચ્છતા હોય તે પર્યાવરણ પ્રેમી ર્ડા.તુષારભાઈ જોષીનો મો.નં.૬૩૫૪૯૦૧૦૩૫ તથા ઓપ્ટમ વિતાન મિહીરભાઈ જોષીનો મો.નં.૯૪૨૯૭ ૩૦૩૦૪ ઉપર સંપર્ક કરી શકશે.
સાંસ્કૃતિક, શૈક્ષણિક, સહકારી, તામ્રનગરીને હરિયાળી નગરી બનાવવા ઘણા પ્રયત્નો અને વિચાર વિમર્સ થયા. પાલિકા દ્વારા ટ્રી ગાર્ડ સાથેના પ્લાન્ટેશન માટે લાખ્ખો રૂપિયા ખર્ચાયા પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યુ નથી. પરંતુ હવે સૌનો સાથ અને સૌના પ્રયત્નથી “આપણુ વિસનગર હરિયાળુ વિસનગર” બનવા જઈ રહ્યુ છે. વિસનગરની જ્યોતિ આઈ હોસ્પિટલના જ્યોતિ ટ્રસ્ટના પ્રયત્નોથી શહેરને લીલુછમ બનાવવા વૃક્ષ ઉછેર અભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. અત્યારે મહેસાણાથી સવાલા ગામ સુધી સદ્‌ભાવના ટ્રસ્ટ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યુ છે. જેમાં એક વૃક્ષ રોપવાથી ઉછેર સુધી રૂા.૨૫૦૦/- ચાર્જ લેવામાં આવે છે. એમાય ઓછામાં ઓછા ૨૦૦૦ પ્લાન્ટેશન માટેની તૈયાર હોય તોજ આ સંસ્થા એમ.ઓ.યુ. કરે છે.
વિસનગરમાં માર્ગો ઉપર ૨૦૦૦ વૃક્ષ વાવવાની જગ્યા નથી. જેથી જ્યોતિ ટ્રસ્ટના અને શહેરના જાણીતા તુષાર હોમિયો ક્લીનીકના ર્ડા.તુષારભાઈ જોષી અને જ્યોતિ આઈ હોસ્પિટલના ઓપ્ટમ વિતાનભાઈ જોષી દ્વારા પોતાની અંગત દેખરેખમાં શહેરમાં વૃક્ષારોપણની શરૂઆત કરી છે. જેમાં એક છોડને રોપવાથી માંડીને ત્રણ વર્ષ સુધી ઉછેરી મોટા કરવા સુધીના ખર્ચનો અંદાજ રૂા.૨૩૦૦/- થાય તેમ છે. અત્યારે મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા થઈ સીંધી સોસાયટી સુધી, કડા ત્રણ રસ્તાથી આઈ.ટી.આઈ. ફ્લાય ઓવરનો ભાગ છોડી પાલડી ત્રણ રસ્તા સુધી ૨૦ થી ૨૫ ફૂટના અંતરે ૫૭૦ જેટલા વૃક્ષના રોપા રોપીને ત્રણ વર્ષ સુધી ઉછેરી મોટા કરવામાં આવશે. ગૌરવપથ, કડા રોડ, શહિદવિર ભગતસિંહ માર્ગ જેવા રસ્તાઓ ઉપર પણ વૃક્ષ ઉછેરવાનુ ભવિષ્યનુ પ્લાનીંગ છે. પરંતુ અત્યારે ૫૭૦ જેટલા વૃક્ષ વાવવામાં આવશે. હરિયાળા અભિયાનમાં ડીવાઈડર વચ્ચે ખાડા ખોદી, નવી માટી નાખવી, વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવુ, છોડ રોપવા, ટ્રી ગાર્ડ લગાવવા, જાળવણી કરવી, નિયમિત પાણી આપવુ વિગેરે કામગીરી કરવામાં આવશે.
અત્યારે ર્ડા.તુષારભાઈ જોષી, વિતાનભાઈ જોષી, કામિનીબેન પટેલ, સેજલબેન જોષી, ર્ડા.સમીરભાઈ પટેલ, યોગીનભાઈ પટેલ, જલદીપભાઈ સોની, અર્જુન પટેલ વિગેરે શહેરમાં હરિયાળી ક્રાન્તિ સર્જવા જહેમત ઉઠાવી રહ્યા છે. વૃક્ષના રોપા, ટ્રી ગાર્ડ વિગેરે સરસામાન મુકવા માટે સહજાનંદ ઈંગ્લીશ મિડીયમ સ્કુલના ઉદયનભાઈ મહારાજા, ઉમેશભાઈ મોદી, ચંદ્રકાન્તભાઈ મામા વિગેરે ટ્રસ્ટીઓ તથા કિરણ એન્ટરપ્રાઈઝના મનિષભાઈ પટેલ સહયોગ આપી રહ્યા છે. સહજાનંદ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં તા.૨૭-૮-૨૦૨૩ ને રવિવાર સાંજે ૫-૦૦ કલાકે પ્લાન્ટેશન પૂર્ણાહુતિ કાર્યક્રમ થશે. શહેરને હરિયાળુ બનાવવાનો મહાયજ્ઞ આરંભ્યો છે. ત્યારે ર્ડા.તુષારભાઈ જોષીએ લોકો જાળવણી કરી, વેપારીઓ કાળજી રાખે, ટ્રી ગાર્ડ ચોરાય નહી કે કોઈ નુકશાન થાય નહી તે માટે તકેદારી રાખવા અપીલ કરી છે.
  • વૃક્ષ ઉછેર અભિયાન – સહયોગ આપનાર દાતા

(૧) ૨,૫૦,૦૦૦ જ્યોતિ આઈ હોસ્પિટલ-વિસનગર (૨) ૨,૨૨,૨૦૦ પ્રકાશભાઈ પટેલ(એસ.કે.યુનિવર્સિટી) (૩) ૨,૦૦,૦૦૦ કામિનિબેન ગોવિંદભાઈ પટેલ (સમર્થ ડાયમંડ) (૪) ૧,૦૦,૦૦૦ ર્ડા.અરૂણભાઈ રાજપૂત (૫) ૧,૦૦,૦૦૦ અશોકભાઈ ગણાત્રા (૬) ૧,૦૦,૦૦૦ રાજુભાઈ પટેલ(આર.કે.જ્વેલર્સ) (૭) ૫૧,૦૦૦ ગીરીશભાઈ પટેલ (અમૃત એન્જી.) (૮) ૫૧,૦૦૦ ર્ડા.સંજયભાઈ પટેલ(આકાશ હોસ્પિટલ) (૯) ૫૧,૦૦૦ કલ્પ ડેવલોપર્સ (ભાવેશભાઈ પટેલ) (૧૦) ૫૧,૦૦૦ સાકાર ડાયમંડ (૧૧) ૫૦,૦૦૦ ર્ડા.તુષાર જોષી (૧૨) ૫૦,૦૦૦ નિમેષભાઈ શાહ (કામધેનુ ઈન્ડ્ર.) (૧૩) ૫૦,૦૦૦ ર્ડા.પલક પટેલ(અશોકભાઈ) (૧૪) ૨૫,૦૦૦ યોગીનભાઈ પટેલ (૧૫) ૨૫,૦૦૦ ર્ડા.સમીરભાઈ પટેલ (૧૬) ૨૫,૦૦૦ સમિરભાઈ દેસાઈ (શિશુ નિકેતન) (૧૭) ૨૨,૦૦૦ ર્ડા.ધર્મેશભાઈ પંડ્યા (૧૮) ૨૧,૦૦૦ પ્રચાર સાપ્તાહિક વિસનગર (૧૯) ૧૫,૦૦૦ જલદીપભાઈ સોની (૨૦) ૧૫,૦૦૦ અર્જુન પટેલ(પ્રવિણ ઓટોમોબાઈલ્સ) (૨૧) ૧૧,૫૦૦ બોની મહેંદ્રભાઈ પટેલ (૨૨)૧૦,૦૦૦ યોગેશભાઈ ચંદુભાઈ પટેલ (૨૩) ૧૦,૦૦૦ શૈલેષભાઈ મકવાણા (૨૪) ૧૧,૦૦૦ કાનજીભાઈ ભાટી (૨૫) ૫,૦૦૦ દિપ પટેલ (૨૬) ૫,૦૦૦ ર્ડા.દિનેશભાઈ ચૌધરી, કુલ ભંડોળ – રૂા.૧૫,૨૬,૭૦૦

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us