ધરોઈ ડેમથી સિધ્ધપુર- ૬ર કિલો મિટર દૂર છે. છતા ઉદ્યોગ મંત્રી તથા સિધ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના પ્રયત્નોથી સાબરમતી સરસ્વતી લીંક કેનાલ મારફત ધરોઈનુ પાણી સિધ્ધપુર સરસ્વતી નદીમાં પહોચ્યુ છે. ધરોઈથી ચિમનાબાઈ સરોવર ર૯ કિલો મીટર દૂર છે. છતા ધરોઈ અને સિધ્ધપુર વચ્ચે આવતા ચિમનાબાઈ સરોવરમા ધરોઈનુ પાણી ન પહોચતા ખેરાલુ તાલુકામાં ભારે હોબાળા શરુ થયા છે. લોકો પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સમક્ષ ચિમનાબાઈ સરોવરમાં પાણી પહોચાડવા માંગણી કરી રહ્યા છે.
ધરોઈ ડેમમાં ૬૧૯ નુ લેવલ થતા વધારાનુ પાણી સાબરમતી નદીમા છોડાઈ રહ્યુ છે. જુલાઈ મહિનામાં ૬૧૮ નુ લેવલ થતા કેનાલ રિપેરીંગના નાટકો કરી પાણી નદીમાં છોડી દેવાયુ હતુ. સિધ્ધપુરના ધારાસભ્ય તથા મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સિંચાઈ મંત્રી સમક્ષ રજૂઆત કરતા યુધ્ધના ધોરણે કેનાલ રીપેરીંગ પુર્ણ કરાયુ હતુ. હવે કેનાલમા ૧૦૦ ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. કેનાલ દ્વારા સાબરમતી સરસ્વતી લીંક કેનાલમા પાણી છોડાતા પાણી સિધ્ધપુર સરસ્વતી નદીમા પહોચતા તહેવારોની સિઝનમાં શ્રધ્ધાળુઓમા આનંદ જોવા મળતો હતો. ધરોઈથી સિધ્ધપુર- ૬ર કિલો મિટર દૂર હોવાથી ૧૦૦ ક્યુસેક પાણી પહોચતા પાંચ દિવસ લાગ્યા હતા. વચ્ચે રસુલપુર સંપ આવે છે. જેમા સંપુર્ણ ર૦૦ ક્યુસેક પાણી પહોચે તે પછી પંપ ચાલુ કરવાના હોય છે. રસુલપુર પંપ ચાલુ કરી ચિમનાબાઈ પાઈપ લાઈનમાં પાણી છોડવા ગુરુવાર સાંજ સુધી કોઈ સુચના પહોચી નથી. ચિમનાબાઈ સરોવરમાં પાણી નાંખવા ૧પ૦ ક્યુસેકની મંજૂરી અપાઈ છે. રસુલપુર પંપ હાઉસથી પાણી પાઈપ લાઈનમાં શરૂ થાય ત્યારે પાઈપ લાઈનની ત્રણ કી.મી.ની ત્રિજ્યામા આવતા તળાવો સૌથી પહેલા ભરવાના હોય છેે. જેથી પાઈપ લાઈનમા પાણી છોડવામા આવે છતા પ૦ ક્યુસેક પાણી ૧પ દિવસે પણ ચિમનાબાઈ સરોવરમાં પહોચતુ નથી. તેની જાણ સૌને છે. આવી જ રીતે કુડા ફિડરનુ પાણી ચિમનાબાઈ સરોવરમાં છોડવામા આવે તો ઠેર ઠેર તળાવો ભરાય ખુલ્લી કેનાલમાં પાણી શોષાઈ જાય તે પછી વધે તેટલુ ૧૦ કે ૧પક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં અઠવાડીયે પહોચે છે. વરસંગ તળાવ દ્વારા પ૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમા અને પ૦ ક્યુસેક પાણી ધામણી નદીમા છોડવામા આવે છે. વરસંગ તળાવથી ચિમનાબાઈ સરોવરનું અંતર ૧૪ કિલો મીટર છે. ૧, કિલો મીટર વચ્ચે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ૧૭થી ર૦ ચેકડેમો બનાવી દીધા છે. જેના કારણે વરસંગ તળાવનુ પ૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોચતા ૧પ દિવસ લાગે છે. આ બધી બાબતોનુ ધ્યાન ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ રાખવુ જોઈએ. ચિમનાબાઈ સરોવર છેલ્લા ૩૦ વર્ષથી ઓવરફ્લો થયુ નથી. તેનુ મુખ્ય કારણ ખેરાલુ તાલુકાની નબળી નેતાગીરી કહી શકાય. જે હોય તે પણ સિધ્ધપુરના ધારાસભ્ય પાણી લઈ જાય અને ખેરાલુના ધારાસભ્ય કોઈ કાર્યવાહી ન કરે તે નવાઈ ઉપજાવે તેવી વાત કહેવાય.