Select Page

ગરબે ઘુમતા યુવાનોનુ હાર્ટ એકેટથી મૃત્યુના કિસ્સા વધતાગરબા મહોત્સવ સ્થળે ર્ડાક્ટરની ટીમ રાખવા અપીલ

નવરાત્રીના નવ દિવસ હજુ તો શરૂ થયા નથી ત્યા ફક્ત પ્રેક્ટીસ દરમ્યાન યુવાનોનુ હાર્ટ એકેટથી મૃત્યુના બનાવ બનતા બુધ્ધીજીવી વર્ગ ચીંતીત બન્યો છે. વિસનગર ભાજપના અગ્રણી પટેલ મનુભાઈ લાછડીએ એટેકના કિસ્સામાં સ્થળ ઉપરજ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ગરબા મહોત્સવ, પાર્ટી પ્લોટ કે મોટી માંડવી નિકળતી હોય તે સ્થળે ર્ડાક્ટરની ટીમ તૈયાર રાખવા અપીલ કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગરબા મહોત્સવ પાર્ટી-પ્લોટ કે મોટી માંડવીના સ્થળે આરોગ્ય વિભાગના સ્ટોલ બનાવવાનુ વિચારે તો એટેકના કિસ્સામાં લોકોનો જીવ જોખમાતો અટકશે
હૃદય રોગ એ પહેલા સિનિયર સિટીઝન્સનો રોગ કહેવાતો હતો. પરંતુ કોરોના બાદ હૃદય રોગનો શિકાર યુવાનો પણ બની રહ્યા છે. કોરોનાની સારવાર બાદ કેટલાક કિસ્સામાં લોહી જાડુ થવાના કારણે તો જંકફૂડનો વધારે પ્રમાણમાં ઉપયોગ થવાના કારણે યુવાનીમાં હાર્ટએટેકના બનાવો વધ્યા હોવાનુ એક તારણ છે. ક્રિકેટ રમતા, જીમમાં કસરત કરતા, બીલ્ડીંગમાં સીડીઓ ચડતા સમયે યુવાનીમાં એટેક આવ્યો હોવાના અત્યાર સુધીમાં ઘણા બનાવ સાંભળવા મળ્યા છે. આવી પરિસ્થિતિમાં શરીર ઉપર વધારે શ્રમ પડે ત્યારે એટેકની શક્યતા વધે છે. નવરાત્રીનો થનગનાટ એવો હોય છેકે યુવાનો ગરબાના હિલોળે ચડ્યા વગર રહી શકતા નથી. નવરાત્રી માટે ગરબાની પ્રેક્ટીસ અને સ્ટેપ શીખવા માટેના ક્લાસમાં આ વર્ષે યુવાનો એટેકનો ભોગ બની મૃત્યુ પામતા હોવાના બનાવ એક ચીંતાનો વિષય છે. વિસનગર ભાજપના અગ્રણી પટેલ મનુભાઈ લાછડીએ જણાવ્યુ છેકે, મોટા સ્પીકરોમાં વાગતા ગરબાના કારણે યુવાનો ગરબે ઘુમ્યા વગર રહી શકતા નથી. એમાંય નવરાત્રી મહોત્સવ કે પાર્ટી પ્લોટના મોટા સ્પીકરમાં વાગતા ગરબાથી યુવાનો ગરબે રમવા હિલોળે ચડે છે. ગરબાના તાલથી યુવાનોને શરીર ઉપર પડતા શ્રમનો કોઈ ખ્યાલ રહેતો નથી. નવરાત્રી પહેલા પ્રેક્ટીસ દરમ્યાન જો યુવાનોમાં એટેકના બનાવ બનતા હોય તો નવરાત્રીના નવ દિવસ દરમ્યાન સમસ્ત ગુજરાતના યુવાનો ગરબે રમશે ત્યારે શુ દશા થશે. એટેકના બનાવમાં સ્થળ ઉપરજ જો સારવાર મળી રહે તો ઘણા યુવાનોનો જીવ બચાવી શકાય. જે માટે ગરબા મહોત્સવના આયોજકો સ્થળ ઉપર ર્ડાક્ટર સાથે દવાઓ તૈયાર રાખે તે હિતાવહ છે.
વિસનગરના ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓ સુદ્રઢ બને તે માટે સરકારી હોસ્પિટલોમાં વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ત્યારે નવરાત્રીના ગરબે ઘુમતા યુવાનો જો એટેકનો ભોગ બને તે સમયે સ્થળ ઉપરજ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ગરબા મહોત્સવ, મોટા પાર્ટી પ્લોટ કે મોટી માંડવીઓ નિકળતી હોય તે સ્થળે ર્ડાક્ટર અને દવાઓ સાથે આરોગ્ય સ્ટોલ ઉભા કરશે તો યુવાનોનો જીવ જોખમાતો બચશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us