Select Page

વેચાણ દસ્તાવેજ આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા પરિપત્ર

વેચાણ દસ્તાવેજ આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા પરિપત્ર

બિનખેતી ગામના નમુના ૭ અને અન્ય રેકર્ડ આધારે તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડની ભુલો સામાન્ય અરજીથી સુધરશે

બિનખેતી ગામના નમુના ૭ અને અન્ય રેકર્ડ આધારે તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડની ભુલો સામાન્ય અરજીથી સુધરશે

બીનખેતી ગામ નમુના ૭ અને અન્ય રેકર્ડ આધારે તૈયાર કરવામા આવતા પ્રોપર્ટી કાર્ડમા ફક્ત બાંધકામ ક્ષેત્રફળનોજ ઉલ્લેખ કરવામા આવતો હતો. સ્ટેપ્પ અને પ્રોપર્ટી કાર્ડમા અલગ ક્ષેત્રફળ હોવાથી મિલ્કત ધારકો મુશ્કેલીમા મુકાયા હતા. ત્યારે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક દ્વારા વેચાણ દસ્તાવેજ આધારે માર્જીન સાથેના આખા પ્લોટનુ પ્રોપર્ટી કાર્ડ માટે પરિપત્ર કરવામા આવતા મિલ્કતધારકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. પરિપત્રમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, મિલ્ક્ત ધારકની સાદી અરજીથીજ રજુ કરેલા રેકર્ડ આધારે ફેરફાર થઈ શકશે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગની સુચના આધારે ગામતળ કે સીટી સર્વેની હદ ઉપરાંતના બીનખેતી વિસ્તારની મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ માટે કાર્યવાહી શરૂ કરાઈ હતી. પરિપત્રમા પ્લોટના કારપેટ એરીયા મુજબ ક્ષેત્રફળ દાખલ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં સીટી સરવે ઓફીસરોએ મનસ્વી નિર્ણય કરી જે નોટીસો આપવામા આવી હતી તેમા ફક્ત બાંધકામ ક્ષેત્રફળનોજ ઉલ્લેખ કરવામા આવ્યો હતો. ગામતળ કે સીટી સરવે હદ વિસ્તારના જુના પ્રોપર્ટી કાર્ડમા માર્જીન અને બાંધકામ સાથેના આખા પ્લોટના ક્ષેત્રફળ બતાવવામા આવ્યુ હતુ. ત્યારે બીનખેતી પ્રોપર્ટી કાર્ડની કામગીરીમા અધિકારીઓ મનમાની કરતા મિલ્કત ધારકો મુંજવણમા મુકાયા હતા. સ્ટેમ્પમા બાંધકામ તથા માર્જીનની જગ્યા સાથેનુ કુલ ક્ષેત્રફળ હોય છે. ત્યારે નવા પ્રોપર્ટી કાર્ડમા બાંધકામ ક્ષેત્રફળ હોવાથી લોન લેવામા કે અન્ય કામમાં મિલ્કતધારકો મુશ્કેલીમા મુકાયા હતા.
વિસનગર સીટી સરવે ઓફીસ દ્વારા ફક્ત બાંધકામ ક્ષેત્રફળનો ઉલ્લેખ કરતી અનેક નોટીસો આપવામા આવતા ભારે હોબાળો થયો હતો. જે બાબતે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ પણ ધ્યાન દોરવામા આવતા મહેસુલ વિભાગમા રજુઆત કરવામા આવી હતી. ત્યારે સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક ગુજરાત રાજ્ય દ્વારા નં.એસ.વી.૫/૧/ બિનખેતી ક્ષતિ સુધારણા/૨૦૨૧-૨૨ થી પરિપત્ર કરવામા આવ્યો છે.
જેમાં (૧) ધારણકર્તાઓના નામના ટાઈપીંગ ભુલથી ક્ષતિ તથા શરતચુકથીનામ ફરી ગયેલ હોય (૨) મુળ બિનખેતીના પ્લાન મુજબના ક્ષેત્રફળમા બનેલ પ્રોપર્ટી કાર્ડમા લખવામાં ભુલ હોય (૩) ડેટા એન્ટ્રી કે ત્યારબાદના તબક્કે સત્તા પ્રકાર પસંદ કરવામા ડેટા એન્ટ્રીમા ભુલ થયેલ હોય (૪) સીટી સરવે નંબર લખવામા કારકુની પ્રકારથી ભુલ થયેલ હોય (૫) બીનખેતીના હુકમમાં એક કરતા વધુ આસામી હોય ત્યારે વિગેરે લખાય છે. તેમા સુધારા કરવાને પાત્ર તમામ ધારણકર્તાના નામ લખવામા કોઈ ક્ષતિ રહેવા પામેલ હોય. (૬) બિનખેતીના હુકમમા હુકમ નંબર લખવામા ભુલ હોય (૭) વર્તમાનમા બાંધકામ ક્ષેત્રફળનો ઉલ્લેખ થાય છે તેની જગ્યાએ માર્જીન સાથેના આખા પ્લોટના વેચાણ દસ્તાવેજ આધારે પ્રોપર્ટી કાર્ડ બની શકે. આવા પ્રકારની કોઈ ભુલ હોય તો સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી પાસે સાદી અરજીથી દાદ મેળવી શકાશે.
અધિકારીઓ મનઘડત નિર્ણય કરે નહી તે માટે પરિપત્ર સુપ્રિન્ટેડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારીએ આ અરજી અન્વયે શું કાર્યવાહી કરવી તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. જેમાં અધિકારીઓને સુચન કરાયુ છે કે (૧) મિલ્કતધારકની અરજીને અપીલ કેસ તરીકે ન ગણતા સાદી અરજી તરીકે ગણવાની રહેશે (૨) અરજી અન્વયે સુનાવણી કે મુદ્‌તો પાડવાની રહેશે નહી પરંતુ રજુ થયેલા પુરાવાના ગુણદોષ ચકાસી નિર્ણય લેવાનો રહેશે. તથા તે મુજબ હુકમ કરી જે તે કચેરીને મોકલવાનો રહેશે. (૩) અરજીઓ અન્વયે ધારા ધોરણ મુજબ લાગુ પડતી કોઈપણ જાતની ફી વસુલ કરવાની રહેશે નહી (૪) અરજીઓ અન્વયે અલગ રજીસ્ટર નિભાવવાનુ રહેશે (૫) અરજીઓ અન્વયે થયેલા સુધારા હુકમની નકલ સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને તથા જીલ્લા કલેક્ટરશ્રીને મોકલવાની રહેશે. (૬) હુકમની નકલ આધારે પ્રોપર્ટીકાર્ડમા જરૂરી હક્ક નોંધ પાડી નોંધ મંજુરી બાદ અમલ કરવાનો રહેશે. (૭) જે તે સીટી સરવે નંબરના એસ.આઈ.કેસના અસલ કાગળો જે તે કચેરીને મોકલી આપવા. આ સુચનાઓનો તાકીદે અમલ કરવો.
નવા પ્રોપર્ટી કાર્ડમા બાંધકામ ક્ષેત્રફળનો જ ઉલ્લેખ કરવામા આવતા ભારે હોબાળો થયો હતો

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us