Select Page

સદુથલા રોડ ઉપર નારાયણ પાર્ટી પ્લોટનો શુભારંભ

વિસનગરમાં મંડપ અને પાર્ટી પ્લોટમા નામના ધરાવતા અલકેશભાઈ પટેલ (ભાણો) સંચાલિત

વિસનગરમાં અંદર પાર્કિંગની સુવિધા સાથેનો ૧૨ વિઘાનો સૌથી મોટો પાર્ટી પ્લોટ

વિસનગરમા મંડપ અને પાર્ટી પ્લોટની વ્યાજબી ભાવે સેવા આપતા અલકેશ પટેલ (ભાણો)ના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. વિસનગરમા અમરકુમાર વિનુભાઈ પટેલ અને નિતીનકુમાર વિનુભાઈ પટેલની જમીનમાં તમામ સગવડો સાથે નારાયણ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. જેનુ તમામ સંચાલન અલકેશભાઈ પટેલ તથા નિતીનભાઈ પટેલ કરશે. નવચંડી યજ્ઞ સાથે પાર્ટી પ્લોટનો શુભારંભ કરતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી નવા પાર્ટી પ્લોટની શુભારંભની શુભેચ્છા પાઠવી હતી.
વિસનગરમા શ્રી જય અંબે મંડપ લાઈટ ડેકોરેશન વાળા અલકેશભાઈ પટેલ (ભાણો) તેમના ભાઈ નિતીનભાઈ પટેલ અને કિરણભાઈ પટેલે એક નાના પાયે મંડપનો વ્યવસાય શરૂ કર્યો હતો. વ્યાજબી ભાવ અને ગ્રાહકોને પુરો સંતોષ આપવાની નિતિથી અલકેશભાઈ પટેલે મંડપ વ્યવસાયમાં ઉત્તર ગુજરાતમાં મોટુ નામ પ્રાપ્ત કર્યુ છે. જેમના દ્વારા સૌ પ્રથમ વડનગર રોડ ઉપર વિ.જે. ગ્રીન પાર્ટી પ્લોટની શરૂઆત કરવામાં આવી હતી. ઘર આંગણે મંડપ, રોશની અને વાસણોના ભાડા ખર્ચ જેટલુજ પાર્ટી પ્લોટનુ ભાડુ હોવાથી વિ.જે.ગ્રીન પાર્ટી પ્લોટમા લગ્ન તથા અન્ય સમારંભના ખુબજ બુકીંગ થાય છે. ત્યારબાદ કડા સર્કલ પાસે ના.વી.કન્યા વિદ્યાલયની બાજુમા તળ કડવા પાટીદાર સમાજની વાડીમાં જય ઉમિયા ગાર્ડન પ્લોટની અલકેશભાઈ પટેલે શરૂઆત કરી હતી. લોકોને વ્યજબી ભાવે તમામ સગવડો આપવાના કારણે જય ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ પણ અલકેશભાઈ પટેલના ગ્રાહકો માટે પસંદગીનું સ્થળ બન્યો હતો. તળ સમાજ દ્વારા નવા હિસાબી વર્ષથી પાર્ટી પ્લોટના ભાડાની હરાજી કરવામાં આવતા ઉંચા ભાડાની હરાજીના કારણે અલકેશભાઈ પટેલને આ પાર્ટી પ્લોટ છોડવો પડ્યો હતો.
હિરાની કિંમત ઝવેરી જ કરી શકે તેમ અલકેશભાઈ પટેલની મંડપ વ્યવસાયની આવડત અને અનુભવની કદર કરી વિસનગર તળ સમાજના ગંજીના અંબીકા ફાયનાન્સ અને ટ્રસ્ટ ઈમીગ્રેશન સર્વિસીસ વાળા પટેલ અમરકુમાર વિનુભાઈ તથા નિતીનકુમાર વિનુભાઈએ તેમની સદુથલા કમાણા રોડ ઉપર અક્ષરધામ ટાઉનશીપની અડીને આવેલ ૧૨ વિઘા જમીનમાં તમામ સુવિધાઓ સાથે પાર્ટી પ્લોટ બનાવી તેનું સંચાલન અલકેશભાઈ પટેલને સોંપ્યુ છે. નારાયણ પાર્ટી પ્લોટમા અલકેશભાઈ પટેલે રોશની ડેકોરેશન, વાસણો, કાઉન્ટર, સ્ટેજ, એન્ટ્રી સાથે આ નવા પાર્ટી પ્લોટમાં ખુબજ રાહત દરનુ પેકેજ મુક્તા જાણવા મળ્યા પ્રમાણે શીયાળાની લગ્ન સીજનમાજ ૨૬ જેટલા બુકીંગ થઈ ગયા છે. કોઈપણ પાર્ટી પ્લોટની જમાવટ કરવાની આવડત અલકેશભાઈ પટેલના હાથમાં છે. તા. ૨-૧૧-૨૦૨૩ને ગુરૂવારના રોજ નારાયણ પાર્ટી પ્લોટમા નવચંડી હવન કરવામાં આવ્યો હતો. જેમાં જમીન માલિક પરિવાર બેસીને પુજાપાઠ કર્યા હતા. આ પ્રસંગે અલકેશભાઈ પટેલનો મોટો ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કરી નવા પાર્ટી પ્લોટની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી હતી. અલકેશભાઈ પટેલે ૯૦ ટ૩૦૦ ફુટના ડોમ મંડપની પણ સેવા શરૂ કરી છે.
મહત્વની બાબતતો એ છે કે ૧૨ વિઘાના આ પાર્ટી પ્લોટમા ૩૦૦ થી ૪૦૦ ગાડી પાર્કિંગ કરી શકાય તેવુ વિશાળ પાર્કિંગની સગવડ છે. લગ્ન પ્રસંગોમાં ગાડીના કાચ તોડી સર સામાન ચોરીના બનાવો બને છે. નારાયણ પાર્ટી પ્લોટમાજ પાર્કિંગની સગવડ હોવાથી ચોરીનો પણ ભય રહેશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us