Select Page

વિસનગર વિધાનસભા સીટમાં ભાજપમાંથી ૧૭ ની દાવેદારી

ઋષિભાઈ પટેલને રીપીટ કરવા સામે પ્રશ્નો સર્જાતા ટીકીટ મળવાની આશાએ….

વિધાનસભાની ચુંટણીને લઈ વિસનગર ભાજપમાંથી ટીકીટની દાવેદારી માટે અદના આગેવાનોએ ઘણા સમયથી કમર કસી છે. એમાંય અર્બુદા સેનાના વિરોધથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રીપીટ કરવા સામે પ્રશ્નો સર્જાતા વિસનગર વિધાનસભા સીટમાં ટીકીટના દાવેદારોની સંખ્યા વધી છે. ભાજપમાંથી કુલ ૧૭ આગેવાનોએ દાવેદારી કરતા પ્રદેશ ભાજપ કોની પસંદગી કરે છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.
વિસનગર વિધાનસભા સીટમાં ત્રણ વખતથી ચુંટાતા ઋષિભાઈ પટેલનો ધારાસભ્ય પદનો કાર્યકાળ સફળ રહ્યો છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગર શહેર અને તાલુકાને વિકાસનો લાભ મળે તે માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને અગાઉ ક્યારેય મળ્યો ન હોય તેવો લાભ અપાવ્યો છે. વિધાનસભાની ચુંટણી આવતાજ ભાજપમાંથી ટીકીટની દાવેદારી કરવાનો તમામ કાર્યકરોને પુરતો હક્ક છે. ભાજપને મજબુત બનાવવા જેમને લોહી રેડ્યુ છે તેવા જશુભાઈ પટેલ કાંસા અને રૂપલભાઈ પટેલ પાલિકા ઉપપ્રમુખ જેવા પાયાના કાર્યકરથી માંડીને અદના આગેવાનો દ્વારા વિસનગર વિધાનસભા સીટમાં ટીકીટની દાવેદારી કરવામાં આવી છે. વિસનગર સીટમાં ભાજપમાંથી કોને દાવેદારી કરી તે જોઈએ તો (૧) પટેલ રૂપલભાઈ કાનજીભાઈ (૨) પટેલ કિરીટભાઈ ચીમનલાલ (૩) પટેલ મહેન્દ્રભાઈ રામદાસ (૪) પટેલ જશુભાઈ વિઠ્ઠલભાઈ (૫) પટેલ દક્ષાબેન મગનલાલ (૬) પટેલ પ્રહેલાદભાઈ શીવરામભાઈ (૭) ર્ડા.કાન્તીભાઈ મુળચંદભાઈ પટેલ (૮) રબારી લાલાભાઈ રૂગનાથભાઈ (૯) પટેલ વિજયભાઈ બળદેવભાઈ (૧૦) પટેલ લક્ષ્મણભાઈ કાશીરામભાઈ (૧૧) પટેલ મહેન્દ્રભાઈ શંકરલાલ (૧૨) પટેલ આશાબેન નીરવભાઈ (૧૩) ર્ડા.કનુભાઈ હરીસીંગભાઈ ચૌધરી (૧૪) ચૌધરી ખોડાભાઈ લવજીભાઈ (૧૫) પટેલ પ્રકાશભાઈ સતીષભાઈ (૧૬) પટેલ રાજેશભાઈ કાનજીભાઈ તથા (૧૭) પટેલ સંજયભાઈ મહેન્દ્રભાઈ એમ કુલ ૧૭ કાર્યકરોએ દાવેદારી કરી છે. જ્યારે સીટીંગ ધારાસભ્ય તરીકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની પણ દાવેદારી યથાવત છે. આમ ભાજપમાંથી વિસનગર સીટમાં કુલ ૧૮ દાવેદાર છે.
વિસનગર સીટમાં કુલ ૧૮ દાવેદારમાંથી ૧૫ પાટીદાર, બે ચૌધરી તથા ૧ રબારી સમાજના કાર્યકર દ્વારા ટીકીટની દાવેદારી કરવામાં આવી છે. વિસનગર સીટમાં મહિલાને ટીકીટ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો બે મહિલાઓએ પણ દાવેદારી કરી છે. દાવેદારોમાંથી કેટલાક એવા છેકે તે ચુંટણી લડવા માટે સક્ષમ નથી. પરંતુ દાવેદારોની સેન્સ લેવાય તો પ્રથમ હરોળના દાવેદારનું નામ લે તે માટે ટેકેદારો પાસે દાવેદારી કરાવવામાં આવી છે. વર્ષ ૨૦૧૭ ની ચુંટણીમાં ભાજપની જીત માટે ચૌધરી સમાજ નિર્ણાયક સાબીત થયો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો અર્બુદા સેના દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ચૌધરી સમાજને ટીકીટ આપવાનો નિર્ણય કરવામાં આવે તો ચૌધરી સમાજના બે કાર્યકરો દ્વારા દાવેદારી કરવામાં આવી છે. ટીકીટ માટે અત્યારે અદના આગેવાનો દ્વારા લોબીંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ભાજપ ઉમેદવારીનો પસંદગીનો કળશ કોના ઉપર ઢોળે છે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts