Select Page

આરોગ્યમંત્રીના શહેરમાં ગટરોની સમસ્યા કેટલી વ્યાજબી

આરોગ્યમંત્રીના શહેરમાં ગટરોની સમસ્યા કેટલી વ્યાજબી

વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખની પાલિકાને ટકોર

  • કાજીવાડાની ગટર વારંવાર ઉભરાતા સમગ્ર વિસ્તારમા દુર્ગંધથી ત્રાહીમામ

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના મતક્ષેત્રનુ વિસનગર શહેર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યુ છે. શહેરના ઘણા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની સમસ્યા છે. કાજીવાડામા વારંવાર ગટરો ઉભરાતા દુર્ગંધથી આખો વિસ્તાર ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. સતત ગટરો ઉભરાતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે નિડરતાથી પાલિકા ચીફ ઓફીસરને ટકોર કરી છે કે, કેબિનેટ મંત્રીના મત ક્ષેત્રમાં ગટરો ઉભરાવવાની સમસ્યા કેટલી વ્યાજબી.
વિસનગરમાં કાજીવાડામા વારંવાર ગટરો ઉભરાતા શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વોર્ડનં.૯ના સભ્ય હિરેનભાઈ પટેલે ચીફ ઓફીસરને લેખિત જાણ કરી છે કે, કાજીવાડા પાસેની ભુગર્ભ ગટરો વારંવાર ઉભરાવાની સમસ્યા છે. અઠવાડીયામાં બે થી ત્રણ વાર ગટરો ઉભરાય છે. સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવા છતાં ગટરો ઉભરાવાની સમસ્યા દુર થતી નથી. આ ગટરોનુ ગંદુ દુર્ગંધ મારતુ પાણી કાજીવાડાથી ફત્તેહ દરવાજા ભક્તોના વાસ સુધી ફેલાય છે. કહોવાયેલા ખોરાકની માથુ ફાડી નાખે તેવી વાસથી અને ગંદકીથી રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત છે. વારંવાર ઉભરાતી ગટરોના કારણે આ વિસ્તારમાં તમામ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ના છુટકે આ ગંદા પાણીમાથી પસાર થવુ પડે છે. વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીના મતક્ષેત્રમા આ સમસ્યા કેટલા અંશે વ્યાજબી કહેવાય કે પછી આ વિસ્તારમા રહેતા લોકો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે કે શું? ઉભરાતી ગટરો બાબતે કાયમી ધોરણે તાત્કાલિક નિર્ણય લઈ આ સમસ્યાનો નિકાલ કરવા ઘટતી કાર્યવાહી કરવી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us