અમદાવાદમાં યોજાયેલ જ્યોતિષ મહાસંમેલનમાં રાજુભાઈ મહારાજનુ બ્રહ્મ ગૌૈરવ એવોર્ડથી સન્માન
જ્યોતિષ વિજ્ઞાનના ઉંડા અનુભવ આધારે અનેક લોકોના જીવનની સમસ્યાઓનો સુખદ અંત લાવનાર વિસનગરના વિદ્વાન જ્યોતિષિ તથા વાસ્તુશાસ્ત્રી રાજેષકુમાર એ.જોષી ઉર્ફે રાજુભાઈ મહારાજનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ છે. અમદાવાદ ખાતે યોજાયેલ જ્યોતિષ સેમિનારમા ગુજરાત તથા અન્ય રાજ્યોમાથી ઉપસ્થિત જ્યોતિષ શાસ્ત્રીઓની ઉપસ્થિતિમા એવોર્ડ આપવામા આવ્યો હતો. આ ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત કરી રાજુભાઈ મહારાજે વિસનગરનુ ગૌરવ વધાર્યુ છે.
મળેલી અને કેળવેલી શક્તિઓનો જે નિઃસ્વાર્થ ભાવે મદદની ભાવનાથી ઉપયોગ કરે છે તેમને સન્માન મળ્યા વગર રહેતુ નથી. ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન તથા મહર્ષિ વેદ વ્યાસ એકેડમી દ્વારા અમદાવાદમા ઈન્કમટેક્ષ પાસે ગુજરાત વિદ્યાપીઠના ડાયમંડ જ્યુબીલી હોલમાં તા.૯ અને ૧૦ જુલાઈના રોજ ૨૧મો ઈન્ટરનેશનલ સેમીનાર યોજાયો હતો. જેમાં સંસ્થાના આચાર્ય યોગેશ્વર શાસ્ત્રી, ભરતભાઈ કાર્તિકભાઈ શાસ્ત્રી, ડા.દિવકર શર્મા, જામનગરના પ્રખ્યાત વાસ્તુશાસ્ત્રી આચાર્ય નરેન્દ્રભાઈ ભેસદડીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, બીહાર, ઉત્તર પ્રદેશ, કાશ્મિર, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાથી ૪૦૦ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ શાસ્ત્રી, ટેરોરીડર જેવા જ્યોતિષ વિજ્ઞાનના જાણકારોએ હાજરી આપી હતી.
વિસનગર બ્રહ્મ સમાજ તથા શહેર માટે ગૌરવની બાબતતો એ છે કે, શહેરના જાણીતા જ્યોતિષિ, વાસ્તુશાસ્ત્રી, કર્મકાંડી, કથાકાર, પ્રચાર સાપ્તાહિકના ધાર્મિક લેખના લેખક એવા રાજુભાઈ એ. જોષીનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામા આવ્યુ હતુ. મળેલી વિદ્યાનો વધુમા વધુ ઉપયોગ કરી લોકોને વધુમા વધુ ફાયદો થાય તેવો રાજુભાઈ મહારાજે હર હંમેશ પ્રયત્ન કર્યો છે. પ્રચાર સાપ્તાહિકમા પણ ધાર્મિક, જ્યોતિષિ, વાસ્તુશાસ્ત્ર કે તહેવાર લક્ષી લેખ લખવા પાછળનું રાજુભાઈ મહારાજનું તાત્પર્ય એ છે કે લોકો સમજ કેળવે, વ્યવસાયમાં સતત વ્યસ્ત હોવા છતાં રાજુભાઈ મહારાજ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. નોંધપાત્ર બાબતતો એ છે કે, રાજુભાઈ મહારાજને અગાઉ પણ જ્યોતિષ રત્નમ, જ્યોતિષ અલંકાર જેવા એવોર્ડથી સન્માન મળ્યુ છે.