હરેશભાઈ પટેલની ગુજરાત બિલ્ડર્સ એસો.ના વાઈસ પ્રેસીડેન્ટ પદે વરણી
વિસનગરનું ગૌરવ-રહેણાંક અને કોમર્શિયલ કન્સ્ટ્રક્શનમાં નામના ધરાવતા પૂજા ડેવલોપર્સવાળા
વિસનગરમા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ક્ષેત્રે વર્ષોના અનુભવી તથા સફળ અને સંતોષકારક રહેણાંક તેમજ કોમર્શિયલ સ્કીમો બનાવનાર પુજા ડેવલોપર્સવાળા જાણીતા બિલ્ડર હરેશભાઈ કરશનભાઈ પટેલની ગુજરાત બિલ્ડર્સ એસોસીયેશન (ક્રેડાઈ- ગુજરાત) ના વર્ષ ર૦ર૩ થી રપ ના વાઈસ પ્રેસીડેન્ટ પદે વરણી કરવામા આવતા વિસનગર બિલ્ડર્સ એસોસીએશનના આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે.
દમણ મુકામે હોટેલ ડેલ્ટીનમા તા.ર૮-૧૦-ર૦ર૩ ને શનિવારના રોજ ગુજરાત બિલ્ડર્સ એસોસીએશન (ક્રેડાઈ-ગુજરાત) ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં વિસનગરના પ્રતિષ્ઠીત બિલ્ડર્સ પૂજા ડેવલોપર્સના ભાગીદાર હરેશભાઈ કે.પટેલની ગુજરાત બિલ્ડર્સ એસોસીયેશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સર્વાનુમતે વરણી કરવામા આવી છે. જેે નિમણુંકથી હરેશભાઈ પટેલે વિસનગર બિલ્ડર્સ એસો.નુ ગૌરવ વધાર્યુ છે. હરેશભાઈ પટેલ અગાઉ મહેસાણા જીલ્લા બિલ્ડર્સ એસોસીએશમા પ્રેસીડેન્ટ તેમજ ચેરમેન તરીકે ખુબ જ પ્રભાવિત સેવાઓ આપી ચુક્યા છે. તેમની કાર્યપધ્ધતિ તેમજ સર્વને સાથે લઈને ચાલવાની વૃત્તિને લીધે જ આજે ગુજરાત બિલ્ડર્સ એસો.ના વાઈસ પ્રેસીડેન્ટ તરીકેનુ પદ શોભાવી રહ્યા છે.
હરેશભાઈ પટેલના વર્ષોના બહોળા અનુભવ આધારે વિસનગર અનેક રહેણાંક તેમજ કોમર્શિયલ સ્કીમો જેવી કે ગુલાબપાર્ક, શીવનાથ બંગ્લોઝ, પૂજા બંગ્લોઝ, શ્રી સાંઈ બંગ્લોઝ, ગુરુદેવ ટાઉનશીપ, પંચામૃત બંગ્લોઝ, હેરીટેજ સીટી, હેરીટેજ ટાઉનશીપ, હેરીટેજ એમ્પાયર, હેરીટેજ ઈન્ફીનીટી, હેરીટેજ કેપીટલ, હેરીટેજ ડ્રીમ સીટી, હેરીટેજ ટ્રેડ સેન્ટર જેવી સફળ સ્કીમો કરી નિરાભીમાની બિલ્ડર તરીકે ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કર્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમા મહેસાણા, પાટણ, ઉંઝા, ઉનાવા વગેરે શહેરોમાં પણ સ્કીમો કરેલ છે. હાલમાં વિસનગર શહેર, તાલુકા, જીલ્લા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતના સૌથી મોટા વિસનગર- ગાંધીનગર હાઈવે પર સેન્ટર પોઈન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, કડાનુ પણ સંચાલન તેઓ કરી રહ્યા છે.
હરેશભાઈ પટેલની નિમણુંકથી બિલ્ડર લાઈનમા તેમના બહોળા અનુભવોના ગુજરાત બિલ્ડર્સ એસો.ને જરૂર લાભ મળશે. હરેશભાઈ પટેલની આ નિમણુંકથી પૂજા ડેવલોપર્સના ભાગીદારો, વિસનગર બિલ્ડર એસો. તેમજ તેમના બહોળા મિત્ર વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ઉપરાંત હરેશભાઈ પટેલ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ, ઉમતાના ઉપપ્રમુખ પદે, શ્રી ઉમીયા માતાજી સંસ્થાન, ઉંઝાના કારોબારી સભ્યપદે, શ્રી સાર્વજનિક સ્મશાન વિસનગરના ટ્રસ્ટી પદે, વોલન્ટરી બલ્ડ બેંક વિસનગરના ટ્રસ્ટી પદે, શ્રી બળવંતી માતાજી ટ્રસ્ટ, ઉમતાના ટ્રસ્ટ્રી પદે, શ્રી ઉમતા પ્રગતિ મંડળ, અમદાવાદના કારોબારી સભ્યપદે, તરીકે સામાજીક સેવાઓ આપી રહ્યા છે. આવા મુદુભાષી, હસમુખા, બહુમુખી, પ્રતિભા ધરાવતા સમાજ સેવક બિલ્ડર હરેશભાઈ પટેલ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની શુભેચ્છાઓ.