
આરોગ્ય મંત્રી ભવિષ્યમાં હોસ્પિટલમાં કંઈ માગવુ ન પડે તેવા વિકાસ માટે કટીબધ્ધ વિસનગર સિવિલના વિકાસમાં વધુ રૂા.૮ કરોડની ગ્રાન્ટ મંજૂર
આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના સમયકાળમાં એક સમય એવો હતો કે, વિસનગર સિવિલમાં નવા ઓ.પી.ડી. બીલ્ડીંગ માટે રૂા.૩ કરોડની ગ્રાન્ટ ફળવાઈ બાદ બીજા માળ માટે રૂા.૩ કરોડ મંજુર થતા નહોતા. અત્યારે કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી રૂા.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે વિસનગર સિવિલ હોસ્પિટલની કાયાપલટ થવા જઈ રહી છે. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ રોગી કલ્યાણ સમિતિના સભ્યો તથા હોસ્પિટલના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. મીટીંગમાં હોસ્પિટલને મળતી સુવિધાઓ અને અન્ય સવલતો માટેની ચર્ચા કરી હતી. મહત્વની બાબત તો એ છેકે મીટીંગમાં કાયમી ઓર્થોપેડીક સર્જનની સેવા માટે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય મંત્રીએ મીટીંગના બાર કલાકમાંજ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ર્ડાક્ટરની નિમણુંક કરી હોવાની જાણ કરી હતી.
હોસ્પિટલમાં મીટીંગ બાદ બાર કલાકમાં ઓર્થોપેડીક ર્ડાક્ટરની નિમણુંક
વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તેમના મત વિસ્તારના નાગરિકોને વિનામૂલ્યે સરકારની ઉત્તમ તબીબી સેવાઓ મળે તે માટે સિવિલ હોસ્પિટલનો અભૂતપૂર્વ વિકાસ કરવા કટીબધ્ધ થયા છે. આરોગ્ય મંત્રીએ તા.૧૦-૯-૨૦૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાન્ત ઓફીસર દેવાંગ રાઠોડ, હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, મામલતદાર એફ.ડી.ચૌધરી, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ, આર.એમ.ઓ. ર્ડા.કોરીયા, રોગી કલ્યાણ સમિતિના ઈશ્વરભાઈ નેતા, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પટેલ પ્રકાશભાઈ સુંશી, પી.આઈ.યુ.ના અધિકારી, હોસ્પિટલના અન્ય ર્ડાક્ટરો વિગેરેએ હાજરી આપી હતી. મીટીંગમાં આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વિકાસ માટે વધુ રૂા.૮ કરોડ મંજુર કર્યા હોવાની મંજુર કર્યા હોવાની જાણ કરી હતી. જે ગ્રાન્ટ વધતા કુલ રૂા.૨૮ કરોડના ખર્ચે બનતા નવા બીલ્ડીંગમા વધુ સુવિધા ઉપલબ્ધ થશે. રૂા.૧૭ કરોડના ખર્ચે ૫૦ બેડની બનતી આયુર્વેદિક હોસ્પિટલની પણ પી.આઈ.યુ. સાથે ચર્ચા કરી હતી. અગાઉ આયુષ્યમાન કાર્ડના ક્લેઈમની આવકમાંથી હોસ્પિટલ સ્ટાફની ૧૦ ટકાજ ઈન્સેન્ટીવ મળતુ હતુ. ત્યારે તેમાં વધારો કરી ૨૫ ટકા ઈન્સેન્ટીવ કરવામાં આવતા એપ્રીલથી સપ્ટેમ્બર સુધી ક્લેઈમની આવકના ૭૫ લાખમાંથી રૂા.૫.૬૫ લાખના ઈન્સેન્ટીવ બાબતે પણ હોસ્પિટલ અધિક્ષક સાથે ચર્ચા કરી હતી. જેમાં હોસ્પિટલ અધિક્ષકની રજુઆતથી તેમા પડતી તકલીફોને સુધારવા આરોગ્ય મંત્રી દ્વારા ગાંધીનગર અધિકારીઓને સૂચન કર્યુ હતુ. સિવિલ હોસ્પિટલમાં રોજની એવરેજ ૬૫૦ થી ૭૦૦ ઓપીડીમાંથી કયા રોગના કેટલા દર્દીઓ આવે છે તેની પણ સમીક્ષા કરી હતી. સાથે સાથે હોસ્પિટલમાં મહિનામાં ઓછામાં ઓછી ૬૦ ડીલેવરી થાય અને સગર્ભા માતાઓને સારામાં સારી સુવિધા મળે તે માટે ટકોર કરી હતી. આ મીટીંગમાં હોસ્પિટલમાં દવાઓના સ્ટોકની પણ જાણકારી મેળવી તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ગાંધીનગર અધિકારીને સૂચન કર્યુ હતુ.
કંપનીઓના સી.એસ.આર.ફંડમાંથી રૂા.૨ કરોડની કિંમતનુ સીટી સ્કેન અને રૂા.૧૦ કરોડની કિંમતનુ એમ.આર.આઈ.મશીન ફાળવણીમાં યોગદાન આપનાર પટેલ પ્રકાશભાઈ સુંશીનો
સિવિલ હોસ્પિટલ કાયમી આભારી રહેશે-મંત્રી ઋષિભાઈ
મીટીંગમાં હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલે હોસ્પિટલમાં ઓર્થોપેડીક ર્ડાક્ટરની નિયમિત સેવા માટે આરોગ્ય મંત્રીને ભલામણ કરી હતી. ત્યારે ભલામણ અને રજુઆતના બાર કલાકમાં ઓર્થોપેડીક ર્ડાક્ટરની કાયમી નિમણુંક કરવામાં આવી હોવાની આરોગ્ય મંત્રીએ જાણ કરતા હવે ટુંક સમયમાંજ હોસ્પિટલના ઓર્થોપેડીક સેવા ઉપલબ્ધ બનશે. વડનગર સરદાર પટેલ કોલેજના સંચાલક પટેલ પ્રકાશભાઈ સુંશીના પ્રયત્નોથી કંપનીના સી.એસ.આર.ફંડમાંથી વિસનગર સિવિલમાં સીટી સ્કેન મશીન માટે રૂા.બે કરોડ તથા એમ.આર.આઈ. મશીન માટે રૂા.૧૦ કરોડ મંજુર થયા છે. આ બન્ને મશીનના ઈન્સ્ટોલેશન માટે પણ પી.આઈ.યુ.ના અધિકારીને સૂચન કર્યુ હતુ. હોસ્પિટલમાં રૂા.૧૨ કરોડના બન્ને મશીનોની ફાળવણી કરાવવા બદલ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, હોસ્પિટલ પ્રકાશભાઈ સુંશીને આભારી રહેશે. મીટીંગમાં ભવિષ્યમાં વિસનગર સિવિલ હોસ્પિટલ માટે કંઈ માગવુ પડે નહી તેવો વિકાસ કરવા તત્પરતા દર્શાવી હતી.