Select Page

એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકની અપીલ વિસનગરમાં કોરોના સંક્રમણ રોકવા પાલિકા-આરોગ્ય વિભાગ સજ્જ

એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકની અપીલ વિસનગરમાં કોરોના સંક્રમણ રોકવા પાલિકા-આરોગ્ય વિભાગ સજ્જ

એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકની અપીલ
વિસનગરમાં કોરોના સંક્રમણ રોકવા પાલિકા-આરોગ્ય વિભાગ સજ્જ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસ ઝડપી ફેલાતો હોવાથી તેને ફેલાતો અટકાવવા, સંક્રમણ રોકવા અત્યારે સમગ્ર તંત્રમાં અભૂતપૂર્વ સંકલન જોવા મળી રહ્યુ છે. વિસનગરમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે પાલિકા અને આરોગ્ય તંત્ર સજ્જ બન્યુ છે. એકબીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાતો હોવાથી એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકે અપીલ કરી છે. જ્યારે સિવિલ હોસ્પિટલ અધિક્ષક જોષીએ શરદી, તાવ, ઉધરસના લક્ષણો હોય તો તાત્કાલીક સારવાર લેવા સલાહ આપી છે. સાવચેતી એજ સલામતી હોવાથી ખાસ તકેદારી રાખવા જણાવ્યુ છે.
ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાતા અત્યારે તમામ દેશના લોકો આ વૈશ્વિક મહામારી સામે જંગ ખેલી રહ્યુ છે. ભારતમાં આ કોરોના વાયરસે પગપેસારો કરી હવે જમાવડો કરતા આ મહામારીને રોકવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સરકારની સુચના અને પરિપત્રો આધારે વિસનગરમાં અત્યારે કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા જે કામગીરી ચાલી રહી છે તે ખરેખર સરાહનીય છે. વિસનગર પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકના માર્ગદર્શનમાં શહેરના તમામ વિસ્તારોની સ્વચ્છતા બાદ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડોસાભાઈ બાગ બંધ કરવા નિર્ણય કરાયો છે. રોગચાળો અટકાવવા પાણીમાં ક્લોરીનિકેશન વધારવામાં આવ્યુ છે. ડોસાભાઈ બાગ જેવા જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. મોલ બંધ કરવા પણ પાલિકા દ્વારા સુચના જારી કરવામાં આવી છે. જાહેરમાં થુંકવા ઉપર દંડ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસનો ભોગ ન બનાય તે માટે મોઢા ઉપર માસ્ક પહેરવુ ફરજીયાત છે. પાણીપુરીની લારીઓ પણ બે દિવસ બંધ રાખવા સુચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પણ જાહેર સ્થળો ઉપર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. વિસનગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોર્ટ કમ્પાઉન્ડ, માર્કેટયાર્ડ જેવા વધુ અવરજવર ધરાવતા સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. સ્ક્રીનીંગમાં કોઈ સસ્પેકટેડ જણાય તો તાત્કાલીક સારવારની સલાહ આપવામાં આવે છે. તાલુકામાં વિદેશથી કોઈ આવે તો સતત ૧૪ દિવસ સુધી મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે બાબતે સિવિલ અધિક્ષક પી.એમ.જોષીએ જણાવ્યુ છેકે, હાલમાં શરદી, તાવ, ઉધરસના જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેમના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તને તાત્કાલીક સારવાર મળે તે માટે એક આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. કોરોનાથી શુ સાવચેતી રાખવી તે બાબતે જાગૃતિ ફેલાવતી પત્રીકાઓ વહેચવામાં આવી રહી છે. હાલ પૂરતા રૂટીન ઓપરેશન બંધ રાખવામાં આવ્યા છે. ઈમરજન્સી જણાય તોજ ઓપરેશન કરવામાં આવે છે. હોસ્પિટલમાં દવાઓનો પણ પૂરતો સ્ટોક કરવામાં આવ્યો છે. ભીડવાળી જગ્યાઓમાં કોરોના વાયરસ સંક્રમીત થતો હોવાથી વાડીઓમાં તેમજ પાર્ટીપ્લોટમાં કોઈ કાર્યક્રમો ન થાય તે માટે વાડીઓ ભાડે ન આપવા માટે પણ મામલતદાર બી.જી.પરમાર દ્વારા વાડીઓના સંચાલકોને સુચના આપવામાં આવી છે. કોરોનાથી ડર રાખવાની કે ભયભીત થવાની જરૂર નથી પરંંતુ આ વાયરસ વધારે ન ફેલાય તે માટે સાવચેતી રાખવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us