Select Page

હોસ્પિટલોના ફ્રી આરોગ્ય કેમ્પ દર્દીઓ માટે કેટલા વિશ્વાસપાત્ર

હોસ્પિટલોના ફ્રી આરોગ્ય કેમ્પ દર્દીઓ માટે કેટલા વિશ્વાસપાત્ર

પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા

  • પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજના હેઠળ દર્દીઓને મફતમાં સારવાર આપતી કેટલીક મોટી હોસ્પિટલોના સંચાલકો અને જીલ્લાના આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીના મેળાપીપણાથી જ સરકારી યોજનામાં કૌભાંડ શક્ય છે
  • સમાજમાં લોક સેવાની સુફીયાણી વાતો કરનાર કેટલીક હોસ્પિટલના ભ્રષ્ટ સંચાલકો અને તબીબો સરકારની આંખમાં ધુળ નાખી સરકારી યોજનામાં લાખો કરોડો રૂપિયા કમાયા

સરકારની પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામાં અઢળક રૂપિયા કમાવવા માટે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલે ખોટીરીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી દર્દીઓના જીવ જોખમમાં મુકી કરોડોનું કૌભાંડ કર્યુ હોવાનો ઘટસ્ફોટ થતા સરકારનું આરોગ્યતંત્ર બદનામ થયુ છે. જેમાં મહેસાણા જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડા.મહેશ કાપડીયાની વહીવટી કામગીરી ઉપર પણ લોકોને શંકા ઉભી થઈ છે. અત્યારે નિષ્ણાંત તબીબોમાં એવી ચર્ચા છે કે હોસ્પિટલના ભ્રષ્ટ સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીની મિલીભગત વગર સરકારી યોજનામાં આટલુ મોટુ નાણાંકીય કૌભાંડ શક્ય જ નથી. હવે દર્દીઓ આરોગ્યના ફ્રી સેવાકેમ્પોને શંકાની નજરે જોશે.
અમદાવાદની મલ્ટીસ્પેશ્યાલીટી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પના ઓથાતળે પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજાનાનું કાર્ડ ધરાવતા ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓને લાવી ખોટીરીતે બારોબાર એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી કરોડો રૂપિયાનુ કૌભાંડ કરવામાં આવ્યુ છે. સરકારની આરોગ્યલક્ષી યોજનામાં દર્દીઓની સારવારના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયુ હોવાનો પર્દાફાશ થતા સરકારનું આરોગ્યતંત્ર બદનામ થયુ છે. ત્યારે સરકારે PMJAY માં દર્દીઓની સારવાર કરનાર હોસ્પિટલોની તપાસ કરી ખોટીરીતે રૂપિયા ખંખેરનાર જવાબદાર હોસ્પિટલના સંચાલકો અને તબીબો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે લોકોને મહેસાણા જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડા.મહેશ કાપડીયાની વહીવટી કામગીરી ઉપર પણ શંકા ઉભી થઈ છે. અત્યારે જીલ્લાના નિષ્ણાંત તબીબોમાં એવી ચર્ચા છે કે આર્થિક રીતે ડચકાં ખાતી કેટલીક મોટી હોસ્પિટલોના સંચાલકો ગામડામાંથી દર્દીઓ લાવવા એજન્ટો રાખે છે. જે એજન્ટો મોટુ કમિશન મેળવવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડવાળા ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓને શોધી તેમને વિનામુલ્યે સારવાર માટે મોકલે છે. ત્યારે સમાજમાં લોક સેવાની સુફીયાણી વાતો કરનાર હોસ્પિટલના ભ્રષ્ટ સંચાલકો અને તબીબો ભ્રષ્ટ આરોગ્ય વિભાગના અધિકારીની મિલીભગતથી સરકારી યોજનામાં દર્દીઓની ખોટીરીતે સારવાર કરી લાખો રૂપિયા કમાય છે. આમ PMJAY માં દર્દીઓને મફતમાં સારવાર આપતી કેટલીક મોટી હોસ્પિટલોના સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીના મેળાપીપણાથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડા કરી લાખો કરોડોનું કૌભાંડ આચરી રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં સેવા કેમ્પો યોજી મફતમાં સારવાર આપતા સેવાભાવી નિષ્ણાંત તબીબોને પણ દર્દીઓ શંકાની નજરે જોશે તે ચોક્કસ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us