Select Page

કેબીનેટ મંત્રીની સંવેદના-મુસ્લીમ બાળકીનો જીવ બચ્યો

રીક્ષા ઉંધી પડતા અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી

સર્વ જન સમાનની ભાવના ધરાવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર મળતા વિસનગરની એક મુસ્લીમ બાળકીને જીવતદાન મળ્યુ છે. રીક્ષા ઉંધી પડતા બાળકીના માથામાં ગંભીર ઈજા થઈ હતી. બાળકીના માતા પિતાએ કેબીનેટ મંત્રીની સંવેદનનાને બીરદાવી મધ્યમવર્ગ પ્રત્યે આટલુ ધ્યાન રાખવા બદલ આભાર માન્યો હતો.
મતના રાજકારણને લક્ષમાં રાખ્યા વગર કરેલા વિકાસ અને સેવા કાર્યોના કારણે ઋષિભાઈ પટેલ સતત ચાર ટર્મથી વિસનગર વિધાનસભા સીટમાં ચુંટાઈ આવે છે. સરકારમાં અદ્‌નુ સ્થાન મળ્યુ છે તો તેનો લાભ લોકો સુધી પહોચે તેને અગ્રીમતા આપી કેબીનેટ મંત્રી કાર્ય કરી રહ્યા છે. વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ શુભ શુક્ર ફ્લેટમાં રહેતા વાહિદભાઈ અનવરભાઈ બલોચ રીક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે. વાહિદભાઈ બલોચ પરિવાર સાથે ઉનાવા દરગાહના દર્શન કરવા રીક્ષા લઈને ગયા હતા. દર્શન કરીને પરત ફરતા અકસ્માતમાં રીક્ષા ઉંધી પડી હતી. જેમાં વાહિદભાઈ બલોચ તથા તેમના પત્નીને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે તેમની નાની દિકરી આયાતને માથામાં ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. જ્યા પ્રાથમિક સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા લગભગ રૂા.૧ લાખનો ખર્ચ થાય તેમ હતો.
રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા મધ્યમવર્ગના વ્યક્તિ પોતાની ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટે સક્ષમતા નહોતી. બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સિવિલ હોસ્પિટલ સરકારી છે પરંતુ સામાન્ય વર્ગના લોકોને તાત્કાલીક સારવાર મળતી નથી. બાળકીને તાત્કાલીક સારવાર ન મળે તો બ્રેઈન હેમરેજ થાય તેવી શક્યતા હતી. ત્યારે બાળકીની તાત્કાલીક સારવાર થાય તે માટે કાંસાના પૂર્વ સરપંચ એ.ટી.ભગતનો સંપર્ક કરવામાં આવ્યો. પૂર્વ સરપંચે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો સંપર્ક કરી હકીકતથી વાકેફ કર્યા. ત્યારે આરોગ્ય મંત્રીએ સુચન કરતા બાળકીનુ તાત્કાલીક ઓપરેશન કરવામાં આવ્યુ. આરોગ્ય મંત્રીની સુચનાથી બાળકીને નવજીવન મળ્યુ છે. આમ નાત જાતના ભેદભાવ વગર નિષ્ઠાપૂર્વકની સેવાના કારણે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ કેન્સરગ્રસ્ત બાળક માટે કલ્પવૃક્ષ બન્યા છે અને મુસ્લીમ સમાજની બાળકી માટે દેવદૂત બન્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us