ગૌરવપથ રોડના વિકાસ કામગીરીનું નિરિક્ષણ કર્યુમંત્રી ઋષિભાઈ પટેલનુ અડધી રાત્રે ઓચિંતુ ચેકીંગ
વિસનગરમા ચાલતા વિકાસ કામમા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ ઓચિંતુ ચેકીંગ કરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ગૌરવ પથ રોડ ઉપર અડધી રાત્રે મુલાકાત લેતા કોન્ટ્રાક્ટર અને પાલિકા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા. મંત્રીશ્રીએ જાત નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત હાઈવે ઉપર ચાલતા સીસી રોડની પણ મુલાકાત લીધી હતી.
વિસનગર શહેરમા થઈરહેલ વિકાસ કામ ધીમી ગતીથી થતાહોવાની તેમજ ટેન્ડરની શરતો મુજબ કામ થતુ નહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ત્યારે વિકાસ કામ ટકાઉ અને મજબુત થાય તે માટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અવાર નવાર અધિકારીઓને સાથે રાખી વિકાસ કામના સ્થળની મુલાકાત લેતા હતા. હવે સ્થળ નિરિક્ષણ કરવાનો મંત્રીશ્રીએ અભિગમ બદલ્યો છે અને કોઈને પણ જાણ કર્યા વગર ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે. ગૌરવ પથ રોડ ઉપર કામ ચાલતુ હતુ ત્યારે રાત્રે બાર વાગે મંત્રીશ્રી એક્ટીવા ઉપર બેસી પહોંચી ગયા હતા. જ્યાં કામગીરીનુ નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. કેબિનેટમંત્રીની આ વર્તણુકથી કોન્ટ્રાક્ટર અને પાલિકા કર્મચારીઓ પણ સતર્ક થઈ ગયા છે. મોટાભાગના વિકાસ કામમા પાલિકાના સુપરવાઈઝર જોવા મળે છે. જ્યારે ગૌરવ પથના વિકાસ કામમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી તથા એન્જીનિયરોની સતત હાજરી જોવા મળે છે.
હાઈવે ઉપરના સીસી કામમા પણ ટ્રાન્ગીટ મિક્ષર વગર ડંપરના સીસી માલ લાવી ટેન્ડરની શરતનુ પાલન થતુ નહી હોવાની ફરિયાદો થઈ હતી. ત્યારે મંત્રીશ્રીની કડક સુચનાથી ટ્રાન્ગીટ મિક્ષરમાં સીસી માલ લાવીને સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. વિકાસ કામ મોટા ભાગે દિવસ દરમ્યાનજ કરવાનુ હોય છે. પરંતુ વિકાસ કામ અડચણરૂપ બને નહી અને ટ્રાફીક થાય નહી તે માટે રાત્રીના સમયે વિકાસ કામ થઈ રહ્યા છે.