તાલુકાના રપ૮ ટીબીના દર્દીઓને ૬ માસ સુધી પોષણ કીટ આપવામા ંઆવે છે મંત્રી ઋષિભાઈ પટેલ ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર
ટીબીના દર્દીઓની તંદુરસ્તી માટે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી વિસનગર તાલુકાના ટીબી ના ૨૫૮ દર્દીઓ ને તેમની સારવાર દરમ્યાન સતત ૬ માસ સુધી પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ છે.
ટીબી ની બીમારીના કારણે દર્દી ખોરાક અને પોષણની કમી અનુભવે છે ત્યારે મંત્રી દ્વારા ટીબી (ટ્યુબરક્યુલોસિસ) ના દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. આ પોષણ કીટમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પોષક તત્વો અને પ્રોટીન સામેલ છે, જે ટીબીના દર્દીઓની તંદુરસ્તી અને મજબૂતી વધારવામાં મદદ કરશે ટીબીના દર્દીઓ માટે કિટમાં વિટામિન, ખનિજ પદાર્થો, અને પ્રોટીન જેવા પોષક તત્વો આપવામાં આવેલ છે , જે તેમને દરરોજની શારીરિક દક્ષતા અને સ્વસ્થતા જાળવવામાં મદદરૂપ થશે.આ પોષણ કીટ એ માત્ર આર્થિક મજબૂતી જ નહીં, પરંતુ દર્દીઓના મનોશાંતિ માટે પણ એક શ્રેષ્ઠ પ્રેરણા છે, જે તેમને તબીબી સારવાર અને આરોગ્ય માટે પ્રોત્સાહિત કરશે. દર્દી નાં શ્રેષ્ઠ આરોગ્ય માટે માન. મંત્રીશ્રી નાં આ પ્રયાસને સ્વાગત છે, જે દેશમાં ટીબીના નિવારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે.
“ટીબી હારેગા – દેશ જીતેગા” ના નારા સાથે ભારતને ક્ષયરોગ (ટીબી)માંથી મુક્ત બનાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી દ્વારા “નિક્ષય મિત્ર” પહેલની હાકલ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ટીબી દર્દીઓને માત્ર દવાઓ પૂરતી સહાય નહીં, પરંતુ પોષણ, સામાજિક અને માનસિક સહારો પૂરો પાડવાનો છે. “નિક્ષય મિત્ર” તરીકે વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ ટીબી દર્દીઓને દત્તક લઈ શકે છે. તેઓ દર્દીઓને પોષણ આહાર, જરૂરી સામગ્રી, માનસિક હિંમત અને સારવાર દરમિયાન સતત પ્રોત્સાહન આપી શકે છે. આ પહેલ જનભાગીદારી ને મજબૂત બનાવે છે અને “ટીબી મુક્ત ભારત -૨૦૨૫” ના લક્ષ્યને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીની આ હાકલ સમાજના દરેક વર્ગને માનવસેવા અને રાષ્ટ્રસેવામાં જોડાવા પ્રેરણા આપે છે. અને આજ પ્રેરણાથી ઋષિકેશ પટેલે ટીબીના દર્દીઓને પોષણ કીટ આપી ને “નિક્ષય મિત્ર” બની સેવાયજ્ઞ માં આહુતિ આપેલ છે.