ખેરાલુ બેન્કમાં કસ્ટોડિયન નિમણૂંક વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ
ખેરાલુ નાગરિક સહકારી બેન્કની ચુંટણી જાહેર થયા પછી બે મહિના થવા આવ્યા છતા કોઈ ઉકેલ આવતો નહોતો તેમજ ચુંટણી અધિકારીના વિવાદાસ્પદ નિર્ણયોને કારણે ખેરાલુ નાગરિક બેંન્કની ચુંટણી લડતા હેમન્તભાઈ મહેન્દ્રભાઈ શુકલ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને કસ્ટોડિયનની નિમણૂંક કરવા વિગતવાર પત્ર લખ્યો હતો. જેથી જિલ્લા રજીસ્ટ્રારે રાજ્ય રજીસ્ટ્રારનો અભિપ્રાય માંગ્યો હતો. નાણાકીય સંસ્થા હોવાથી રાજ્ય રજીસ્ટ્રારે કસ્ટોડિયનની નિમણુંક કરવા અભિપ્રાય આપતા ખેરાલુ નાગરિક સહકારી બેન્કમા કસ્ટોડિયનની નિમણૂંક કરાઈ હતી. ખેરાલુ નાગરિક બેન્કના પૂર્વ ડિરેક્ટરો તથા ખેરાલુ શહેરના વેપારીઓની સહીથી કસ્ટોડિયનની નિમણૂંક વિરોધમા અપીલ કરતા હવે રાજ્ય સરકાર વિરૂધ્ધમા અપિલ થઈ કહેવાય.
હાઈકોર્ટમાં એસ.સી.એ. ર૦રપ/ર૦ર૬થી ખેરાલુ નાગરિક સહકારી બેન્કના પૂર્વ ડિરેક્ટરોએ તથા વેપારી દ્વારા અપિલ દાખલ કરવામા આવી છે. અપીલ દાખલ કરનાર (૧) વિશાલકુમાર ગણેશભાઈ ચૌધરી (ર) જનકકુમાર ધનજીભાઈ દેસાઈ (૩) જીતેન્દ્રકુમાર કાન્તિલાલ મોદી (૪) જીતેન્દ્રકુમાર સિતારામ ભાગવાણી (પ) સંજયકુમાર મહાસુખભાઈ શાહ (૬) નિતિનકુમાર અમૃતલાલ ધોબી (૭)કિશોરભાઈ નારાયણદાસ સિંધી (૮) પ્રેમજીભાઈ મુળજીભાઈ દેસાઈ (૯) મુકેશભાઈ મોંઘજીભાઈ દેસાઈ (૧૦) મનોરમાબેન નંદલાલ ભાવસાર (૧૧) ધનવંતરિબેન નારાયણભાઈ ઠક્કર (૧ર)નંદલાલ બાબુલાલ ભાવસાર (૧૩) ધવલકુમાર હર્ષદભાઈ શાહ (૧૪) અશ્વિનભાઈ શિવલાલ બ્રહ્મભટ્ટ (૧પ) રમીલાબેન મુકેશભાઈ દેસાઈ (૧૬) જ્યોત્સનાબેન જીતેન્દ્રકુમાર બારોટ (૧૭) નારાયણભાઈ ગોંવિદલાલ ઠક્કર (૧૮)ગોંવિદભાઈ કાન્તિલાલ સથવારા (૧૯) ગોવિંદભાઈ ભીખાભાઈ સથવારા (ર૦) હસમુખભાઈ ત્રિભોવનદાસ પટેલ (ર૧) જસવંતભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ દ્વારા ગુજરાત સરકારના કો.ઓપરેટીવ સેક્રેટરી, રાજ્ય રજીસ્ટ્રાર અને જિલ્લા રજીસ્ટ્રાર અને ખેરાલુ નાગરિક સહકારી બેન્ક ના કસ્ટોડિયન વિરૂધ્ધ દાખલ કરાઈ છે.
ખેરાલુ નાગરિક બેંકના ભુતપૂર્વ સત્તાધિશોની મુદત ૧૦-૧-ર૦ર૬ ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જેના કારણે સરકાર દ્વારા કસ્ટોડિયનની નિમણુંક કરવામા આવી છે.કસ્ટોડિયનની નિમણુંકના વિરોધમા હાઈકોર્ટમા અપીલ દાખલ થતા ૧૯-ર-ર૦ર૬ ની મુદત પડી છે. હવે કઈ મુદત પડે છે તે જોવાનુ રહ્યુ.