Select Page

કોરોનાના કહેરને મ્હાત કરવા લોક ડાઉન સમયે ખેરાલુ શહેરમાં દાતાઓ દ્વારા સેવાની સુનામિ

કોરોનાના કહેરને મ્હાત કરવા લોક ડાઉન સમયે  ખેરાલુ શહેરમાં દાતાઓ દ્વારા સેવાની સુનામિ

કોરોનાના કહેરને મ્હાત કરવા લોક ડાઉન સમયે
ખેરાલુ શહેરમાં દાતાઓ દ્વારા સેવાની સુનામિ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ખેરાલુ શહેર સહિત સમગ્ર દેશમાં ૨૩-૩-૨૦૨૦ની મધ્યરાત્રીથી લોકડાઉન કર્યો પછી ખેરાલુ શહેરમાં કોરોના વાયરસની મહામારી અટકાવવા લોકો ઘરોમાં રહેવા લાગ્યા પરંતુ રોજ લાવીને રોજ ખાતા શ્રમજીવી પરિવારો પોતાનુ ગુજરાન કેવી રીતે ચલાવે? શ્રમજીવી પરિવારોને મદદરૂપ થવા માટે ખેરાલુ શહેરમાં જે લોકોએ જાહેરમાં આવ્યા તેમની માહિતી મળી છે પરંતુ એવા અસંખ્ય લોકો છે કે લોકો મધ્યમવર્ગના છે અને પોતાની ઈજ્જત આબરૂ સાચવવા કોઈની સામે હાથ ફેલાવી શક્તા નથી તેવા લોકોને ખાનગી મદદરૂપ થનાર લોકો પણ મોટી સંખ્યામાં છે.
ખેરાલુ પાલિકા દ્વારા લોક ડાઉન સમયે અભુતપુર્વ કામગીરી
ખેરાલુ પાલિકા ચિફ ઓફીસર હરીશ અગ્રવાલની સુચનાથી ખેરાલુના સેનેટરી ઈન્સપેક્ટર અરૂણભાઈ ચૌધરી દ્વારા પાલિકાના સફાઈ કામદારોને સેફ્ટી કીટ આપવામાં આવી. પાલિકા દ્વારા રહેણાંક, કોમર્શીયલ, ધાર્મિક સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓએ સોડીયમ હાઈડ્રોક્લોરાઈડ, મેલેથીયમ પાઉડર, બેગોન બાઈટ જેવી દવાઓનો છટકાવ કરાયો, સોશ્યલ ડિસ્ટીન્સીંગ માટે શોપિંગ સેન્ટરો તેમજ મેઈન બજારની દુકાનોમાં ૧ મીટરની દુરી જળવાઈ રહે તે માટે કળી ચુનાથી પટ્ટા પાડ્યા, પછાત તેમજ નિચાણ વાળા વિસ્તારોમાં શહેરની સાથે નિયમીત સફાઈ કરાઈ હતી. ખેરાલુુ શહેરના તમામ વિસ્તારોમાં પ્રેશર પંપથી દવા છાંટી તમામ લોકોને ઘરેથી બહાર ન નીકળવા સમજાવ્યા હતા. પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો પણ ખુબજ મહેનતથી સફાઈની કામગીરી કરી રહ્યા છે. જે અભિનંદન ને પાત્ર છે.
આર.એસ.એસ.,ડા.હર્ષદભાઈ વૈદ્ય અને પાલિકા સભ્યો દ્વારા ૧૦૦૦ કીટોનું વિતરણ
પાલિકા સભ્યો, આર.એસ.એસ. તથા ડા.હર્ષદભાઈ વૈદ્યના સહકારથી
૧૦૦૦ કીટોનું વિતરણ
આર.એસ.એસ. તથા રાજુભાઈ વૈદ્યની ટીમ દ્વારા ૪૦૦ કીટોનું વિતરણ
મુસ્લીમ સમાજના હારુનભાઈ સિન્ધીની ટીમ દ્વારા ૫૦૦ કીટોનું વિતરણ
તત્સત્‌ સેવા ગૃપ દ્વારા માસ્ક અને હાથના મોજાનું વિતરણ
 તત્સત્‌ સેવા ગૃપ દ્વારા સરકારી કચેરીઓમાં ચા- બિસ્કીટનું વિતરણ
 મુકેશભાઈ દેસાઈ દ્વારા દરરોજ ફ્રુડ પેકેટ વિતરણ
પાલિકા સભ્ય સુનિલભાઈ બારોટ દ્વારા ૮૦૦ ફુડ પેકેટનું વિતરણ
પાલિકા સભ્ય નંદાબેન બારોટના પતિ ભરતભાઈ બારોટ દ્વારા ૪૦૦ કીટોનું વિતરણ
ખેરાલુ શહેરમાં કોઈપણ તકલીફ હોય ત્યારે સૌથી પહેલા દરેક વખતે સેવા યજ્ઞમાં જોડાવવા માટે પહેલ કરનાર અલકા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ આઈ.વી.એફ. સેન્ટર વાળા ડા. હર્ષદભાઈ વૈદ્યના સહકારથી આર.એસ.એસ.તથા પાલિકા સભ્યોની મદદથી કોરોના લોકડાઉનથી પ્રભાવીત શ્રમજીવી ભાઈ બહેનો માટે ૨૧ દિવસ ચાલે તેટલો ઘઉનો લોટ, બટેટા, તેલ,સુકા નાસ્તાની કીટનું વિતરણ કરાયુ હતુ જેમાં ડા.હર્ષદભાઈ વૈદ્ય, નાથુભાઈ સોની, દેવગીરીભાઈ ગોસ્વામી, જયેશભાઈ બારોટ, જયંતિભાઈ ભાવસાર, જસ્મીનભાઈ દેવી, મુકેશભાઈ ભાવસાર, રાહુલભાઈ ભાવસાર, પ્રકાશભાઈ સોની સહિત સંઘના કાર્યકર્તા દ્વારા વિતરણમાં મદદ કરી ડા.આલાપ, ડા.રિધમ સી.ઈ.ઓ. મનાલી વૈદ્ય, મેનેજર કિરણભાઈ અને રેખાબેનની આગેવાનીમાં અલકા હોસ્પિટલ સ્ટાફે કીટ પેકીંગની જવાબદારી નિભાવી હતી. તુષારભાઈ કંદોઈએ ૧૦૦૦ કોરા નાસ્તાની કીટનો સહયોગ આપ્યો હતો.ખેરાલુ પાલિકા ઉપપ્રમુખ હેમન્તભાઈ શુકલ અને વિનુભાઈ દેસાઈએ કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યુ હતું. ખેરાલુ પ્રાન્ત અધિકારી, મામલતદાર તથા પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવા સહયોગ આપ્યો હતો. કીટ બનાવવા ૩૦૦૦ કીલો બટાટા અને ૧૨ ડબા તેલ અલકા હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. પ્રકાશભાઈ સિંધી (દિપક કિરાણા) દ્વારા ત્રણ ડબ્બા તેલ દાન અપાયુ હતું.
રઘુવીર સોસાયટી, શ્રી બંગ્લોઝ અને આર.એસ.એસ.ના સહયોગથી ૪૦૦ કીટોનુનું વિતરણ
કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે ખેરાલુ શહેરની રઘુવીર સોસાયટી, શ્રી બંગ્લોઝ અને આર.એસ. એસ.ના સહયોગથી જીવન જરૂરી ચીજ વસ્તુઓની ૪૦૦ કીટોનું વિતરણ કરાયુ હતું. જેમાં સોસાયટી પરિવારો દ્વારા ભારે સહયોગ આપવામાં આવ્યો હતો. આર.એસ.એસ. અગ્રણી રાજુભાઈ વૈદ્ય દ્વારા સેવા યજ્ઞમાં જોડાનાર દાતાઓકે સ્વયંમ સેવકોના નામ પ્રસિધ્ધ ન કરવા વિનંતી કરી હતી.
મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા ૪૦૦ કીટોનું વિતરણ
ખેરાલુ શહેરમાં કોરોના વાયરસના લોક ડાઉનમાં ચારે તરફ સેવાની સુવાસ ફેલાઈ છે ત્યાં મુસ્લીમ સમાજ પણ કેમ પાછળ રહે? મુસ્લીમ સમાજના અગ્રણી હારુનભાઈ સિન્ધી, રજાકભાઈ સિન્ધી, ઉમરફારૂક સિન્ધી (પુર્વ કોર્પોરેટર) તેમજ ફારૂકભાઈ મેમણ (પત્રકાર) દ્વારા ગરીબ જરૂરીયાત વાળા લોકોને ખાદ્ય સામગ્રીની ૫૦૦ કીટોનું વિતરણ કર્યુ હતુ. જેમાં આરીફભાઈ મેમણ(મેટ્રો કલર) દ્વારા સહયોગ આપ્યો હતો. ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મનિષભાઈ શાહ, પ્રાન્ત અધિકારી ખેરાલુ તેમજ મામલતદાર ખેરાલુની હાજરીમાં કીટોનું વિતરણ શરૂ કરાયુ હતું.
તત્સત સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રી માસ્ક વિતરણ
ખેરાલુ શહેરમાં તત્સત સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસથી બચવા ફ્રી માસ્ક વિતરણ ખેરાલુ પાલિકા ઉપપ્રમુખ હેમન્તભાઈ શુકલ, પાલિકા દંડક ગોવિંદભાઈ પ્રજાપતિ, ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મનીષભાઈ શાહની હાજરીમાં શરૂ કરાયુ હતું. લખન સ્ટોર પરિવાર તથા કિશોરભાઈ સિંધી, કાલીભાઈ સિંધી કે જેઓ દ્વારા તત્સત સેવા ટ્રસ્ટ શરૂ કરી અનેક પ્રકારની સેવાઓ દર વર્ષે નિયમીત કરવામાં આવે છે. મેડીકલ સાધન સહાય અને બ્લડ ડોનેશન કેમ્પનો સૌથી વધુ લોકો લાભ ઉઠાવે છે. ત્યારે લખન સ્ટોર આગળ મફત માસ્ક અને હાથના મોજાનું વિતરણ શરૂ કરાતા હજારો લોકોને માસ્ક અને હાથના મોજા મેળવી ખુશ થયા હતા.
તત્સત સેવા ટ્રસ્ટ દ્વારા સરકારી કચેરીઓમાં દરરોજ ચા-બિસ્કીટ વિતરણ
તત્સત સેવા ટ્રસ્ટના કાલીભાઈ સિન્ધી દ્વારા ખેરાલુ શહેરની તમામ સરકારી કચેરીઓમાં દરરોજ ચા- બિસ્કીટ પહોંચાડી સરકારી અધિકારીઓને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કાલીભાઈ સિન્ધીએ જણાવ્યુ હતું કે, કોરોના વાયરસના લોકડાઉન સમયે હાલ ચા કોઈપણ જગ્યાએ મળતી નથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરવા ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દરેક લોકોને બપોરે ચા-નાસ્તો કરવો તેવી ટેવ હોય છે. જેથી પોતાના જીવના જોખમે સેવા કરતા કર્મચારીઓની અમે સેવા કરીએ છીએ. ખેરાલુ પોલીસ સ્ટેશન, કોર્ટ, તાલુકા પંચાયત, નગરપાલિકા, મામલતદાર ઓફિસ કે પ્રાન્ત ઓફિસ તમામ જગ્યાએ ચા- બિસ્કીટ પહોચાડવામાં આવે છે. ખરેખર આ સેવાથી તમામ અધિકારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
મુકેશભાઈ ટીમ દ્વારા દરરોજ ૨૦૦ ફ્રુડ પેકેટ વિતરણ
ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, પાલિકા સભ્ય જનકભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ તથા અશોકભાઈ મોહનભાઈ દેસાઈ દ્વારા દરરોજ સાકરી આશ્રમ શાળા ખાતે ૨૦૦ ફુડ પેકેટ બનાવવામાં આવે છે. જેમા રસ્તે ચાલતા જતા શ્રમજીવીઓ તથા બીજા રાજ્યોમાંથી ખેરાલુ આવેલા શ્રમજીવી લોકો કે જેમને સરકારી સહાય મળતી નથી તેવા લોકોને શોધીને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. ખરેખર ખુબજ સારી અને પ્રસંશનીય સેવા કહી શકાય.
પાલિકા સભ્ય સુનિલ બારોટ દ્વારા ખેરાલુ શહેરમાં ૮૦૦ ફુડ પેકેટ વહેચ્યા
ખેરાલુ પાલિકા સભ્ય સુનિલ દશરથલાલ બારોટ દ્વારા ખેરાલુ શહેરમાં ૮૦૦ ઉપરાંત ફુટ પેકેટનું વિતરણ કર્યુ હતુ. જેમાં તેમના નિવાસ સ્થાન નાનો બારોટવાસ (પંચરત્ન સોસાયટી)ની તમામ મહિલાઓએ ફુટ પેકેટ બનાવવામાં સહકાર આપ્યો હતો. આ ફુડ પેકેટ ખેરાલુ શહેરના શ્રમજીવી પરિવારોમાં વહેચ્યા હતા. જેમાં ઈન્દીરાનગર, વણકરવાસની પાછળ,રાવળવાસ (દેસાઈવાડો), ખોખરવાડો, વણકરવાસ પાછળ, ખોખરવાડા ઠાકોરવાસ સામેનો વિસ્તાર, કાજીવાડો, મલેકવાડો, શિત કેન્દ્ર પાસે ચાલતા જતા શ્રમજીવી પરિવારો, બસ સ્ટેશન પાસે રેલ્વે સ્ટેશન પાસે દેવીપુજક વાદીભાઈઓ, ઝાલીની પાળ, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ જેવી અનેક જગ્યાએ ૮૦૦ ફુડ પેકેટનુ વિતરણ કરાયુ હતુ.
માતાના મૃત્યુ પાછળ ૪૦૦ કીટોનું વિતરણ
ખેરાલુ પાલિકા સભ્ય નંદાબેન બારોટના સાસુ ખેરાલુ શહેરની વર્ષોજુની પ્રસિધ્ધ ગાયત્રી ઈલેક્ટ્રોનિક્સ વાળા ભરતભાઈ બારોટ તથા એ.સી.પી. જયેશભાઈ બારોટના માતૃશ્રી ભાવનાબેન દશરથલાલ બારોટનું તા.૨૩-૩-૨૦૨૦ના રોજ અવસાન થતા લોક ડાઉન સમયે સમાજના રીત રીવાજોને તિલાંજલી આપી સામાજીક રીતે થતી તમામ લોકિકક્રિયાઓ તથા બેસણુ મોકુફ રાખ્યુ હતું. લોકડાઉન સમયે તેમની માતાના આત્માની શાંતિ અર્થે ૪૦૦ કીટોનુ વિતરણ કર્યુ હતુ. જેમાં જીવન જરૂરીયાતની ૧૨ વસ્તુઓ મુકવામાં આવી હતી. જેમાં ચોખા, ઘઉનો લોટ, મરચુ, હળદર, મીઠુ, માચીસ, તુવેરદાળ, મગદાળ, ખાંડ, ચા, તેલ પાઉચ અને ગોળ મુકવામાં આવ્યો હતો. ૨૧ દિવસ ચાલે તેટલી વસ્તુ કીટમાં મુકવામાં આવી હતી. શહેરના શ્રમજીવી પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યુ હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us