Select Page

મંત્રી ઋષિભાઈ પટેલે NAના બે બોર તાત્કાલિક મંજુર કર્યા

મંત્રી ઋષિભાઈ પટેલે NAના બે બોર તાત્કાલિક મંજુર કર્યા

ટ્યુબ ફેલ થતા પાણીની કટોકટી નિવારવા કાંસા સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ તથા સભ્યો દ્વારા રજુઆત કરાઈ

મંત્રી ઋષિભાઈ પટેલે NAના બે બોર તાત્કાલિક મંજુર કર્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ સોના બંગ્લોઝ અને એન.એ ગ્રામ પંચાયત પાસે બનાવેલ પાણીના બંન્ને ટ્યબવેલ અચાનક ફેલ થઈ જતા આ વિસ્તારની ૩૭ સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાયો છે. જે બાબતે સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત એન.એ. વિસ્તારના રાજકીય આગેવાનો અને પંચાયત સભ્યોએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરતા તેમને કોઈપણ પ્રકારનો રાજકીય દ્રેષભાવ રાખ્યા વગર પ્રજાની મુશ્કેલીને ગંભીરતાથી લઈને તાત્કાલિક બે નવા ટ્યુબવેલ મંજુર કર્યા છે.
વિસનગર નજીક કાંસા એન.એ. ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા ગ્રામ પંચાયત અને સોના બંગ્લોઝ સોસાયટી પાસે પાણીના બે ટ્યુબવેલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે આ બંન્ને ટ્યુબવેલ ફેલ થઈ જતા આ વિસ્તારની તપોવન, ઉપવન, તિરૂપતી રો-હાઉસ, મધુવન, ધરતીનગર, ઉપહાર, તિરૂપતી બંગ્લોઝ, અંબિકાનગર, સ્વપ્નસૃષ્ટિ, ઉમાપાર્ક, ગણેશનગર, અરવિંદનગર, મંગલમ, ત્રિભુવનપાર્ક, સોના બંગ્લોઝ, સોપાન રેસીડેન્સી, અવધપુરી, માધવનગર, શિવાલય, સુવર્ણવિલા, સત્યમેવ, સિલિકોનવેલી, સંસ્કૃતિ બંગ્લોઝ, ગોલ્ડન રેસીડેન્સી, શિવદર્શન, લબ્ધી, પ્રિન્સ પેલેસ, સુદર્શન ડુપ્લેક્ષ, સર્વોદય, સુર્યોદય, ઓરોવિલા, સહજાનંદ, આનંદનગર, બલોલનગર, ઋષિકેશ, ગુલાબપાર્ક તથા શ્યામવિહાર સોસાયટીમા પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જેની અત્યારે એન.એ.પંચાયત દ્વારા આ સોસાયટીઓમાં આંતરા દિવસે પાણી પુરૂ પાડવા બીજા ટ્યુબવેલમાંથી વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારના બંન્ને ટ્યુબવેલ અચાનક ફેલ થતા ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ સહિત પંચાયતના સભ્યો ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલને ગત રવિવારના રોજ ધારાસભ્ય કાર્યાલયમા નવા બે ટ્યુબવેલની મંજુરી બાબતે રજુઆત કરવા ગયા હતા. જેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખના પતિ કે.સી.પટેલ, એ.પી.એમ.સી.ના ડીરેક્ટર રાજીવભાઈ પટેલ (બકાભાઈ) તથા મજેશભાઈ ભાંખરીયા પણ ધારાસભ્ય કાર્યાલય પહોચ્યા હતા. જ્યા સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ, સભ્ય ચેતનભાઈ પટેલ બેટરી સહિત પંચાયતના સભ્યો સાથે કે.સી.પટેલ, રાજીવભાઈ પટેલ,મજેશભાઈ ભાંખરીયાએ ભેગા મળી એન.એ.વિસ્તારમાં નવા બે ટ્યુબવેલ તાત્કાલિક મંજુર કરી આપવા મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. જોકે અત્યારે ઋષિભાઈ પટેલ આરોગ્યમંત્રીની સાથે પાણી પુરવઠા મંત્રી પણ હોવાથી તેમને કોઈપણ પ્રકારનો રાજકીય દ્રેશભાવ રાખ્યા વગર એન.એ. વિસ્તારની પ્રજાના હિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાત્કાલિક ફોન કરી નવા બે ટ્યુબવેલ મંજુર કર્યા છે. આ બંન્ને ટ્યુબવેલ બનાવવા કાંસા એન.એ. સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ, પંચાયત સભ્ય ચેતનભાઈ બેટરી, આશિષભાઈ પંડ્યા, વિષ્ણુભાઈ પટેલ સહિત સભ્યોએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સામાજીક કાર્યકર દર્શનભાઈ વ્યાસ સહયોગ આપી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us