Select Page

ખેરાલુમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ રથ યાત્રા નિકળશે

ખેરાલુમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ રથ યાત્રા નિકળશે

શહેરના ૪૩ સમાજોના સાથ સહકારથી ભવ્ય આયોજન

ખેરાલુ શહેરમાં ર૦૧૯માં ભવ્ય રામ રથયાત્રાનું આયોજન બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બે વર્ષ સુધી કોરોના મહામારીને કારણે રામ રથયાત્રા નીકળી નહોતી. હવે ખેરાલુ શહેરના ૪૩ હિન્દુ સમાજોના આગેવાનોને સાથે રાખી રામ રથયાત્રા માટે, કાયમી શ્રી રામ સેવા સમિતી ખેરાલુ બનાવવામાં આવી છે. તમામ સમાજોની એક મિટીંગનું આયોજન અંબાજી માતા મંદિર ખાતે કરાયુ હતુ. જેમા સર્વાનુમતે શ્રીરામ સેવા સમિતિ-ખેરાલુ મંડલના અધ્યક્ષ તરીકે ખેરાલુ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલની વરણી કરવામા આવી છે.
શ્રી રામ સેવા સમિતી દ્વારા ૧૦-૪-ર૦રરના દિવસે સવારે ૯-૦૦ કલાકે સમગ્ર ખેરાલુ શહેરની પાદર દેવી મહારૂદ્વાણી મહાનંદા (મારૂન્ડા) માતાના મંદિરેથી પ્રસ્થાન થશે. ગત ર૦૧૯માં આ રથયાત્રાનું પ્રસ્થાન પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ દ્વારા કારાયુ હતુ. જેમા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામ રથયાત્રા માટે અત્યારથી બગીઓ, ટ્રેક્ટરો, ભજન મંડળીઓનો સમાવેશ કરી ભવ્ય રથયાત્રા માટે આયોજન કરાઈ રહ્યુ છે. આ રામ રથ યાત્રાનો રૂટ મારૂન્ડા માતાથી સુર્ય નારાયણ મંદિર, હાટડીયા હિંગાળજ ચોક, પંચમુખી હનુમાનજી મંદિર, ખારીકુઈ, મેઈન બજાર, જૈન દેરાસર, ખોખરવાડા સંઘ વૃદાંવન ચાર રસ્તાથી સાંઈ મંદિર પહોચશે. સાંઈ મંદિર ખાતે આશરે રપ૦૦ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેરાલુ શહેરની ૪૩ હિન્દુ સમાજની જ્ઞાતિઓના આગેવાનો રામ રથયાત્રામાં જોડાવાના છે. જેમાં દેસાઈ- ચૌધરી, બારોટ, ઠાકોર, સથવારા, પ્રજાપતિ, બ્રાહ્મણ, લિમ્બાચીયા, દેવીપૂજક, મોદી, મોચી, દરજી, પરમાર, સેનમા, વણકર, ઓડ, ચમાર, રાવળ, રબારી, ભાવસાર, સિન્ધી, શાહ, સોની, પંચાલ, નાયક, ઠક્કર, ગૌસ્વામી, વૈદ્ય, ભીલ, વાદી, બજાણીયા, ગવારીયા, સુથાર, પટેલ, લખવારા, પટણી, ચૌધરી-પટેલ, બારોટ, વહીવંચા-બારોટ, માળી, લુહાર, સુખડીયા, ભરથરી, ખમાર, રાજપુત, સહિત મોટાભાગની હિન્દુ સમાજની કોમોના આગેવાનો રામ રથયાત્રામાં જોડાવવાના છે. શ્રીરામ સેવા સમિતિનો એક જ ઉદેશ છ ેકે ખેરાલુ શહેરમાં યોજાતા તમામ ધાર્મિક પ્રસંગો એક જ છત્ર છાયામાં આયોજન થાય, જેવુ કે ખેરાલુ શહેરમાં ગણેશ ચર્તુર્થીમાં અલગ-અલગ સમાજો દ્વારા વિસર્જનનો સમય જુદો જુદો હોય છે ત્યારે તમામ સમાજોના ગણેશ વિસર્જનનો સમય એક જ રાખી તમામ મુર્તિઓના વિસર્જન એકજ શોભાયાત્રા દ્વારા કરવાનું આયોજન કરાશે. જેનાથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળે અને તમામ ખેરાલુ નગરના લોકોને ભગવાનના દર્શનનો લાભ મળે. જે લોકો ઘરમાં વ્યક્તિગત ગણપતિ દાદાની મુર્તિની સ્થાપના કરે છે. તેમને પણ આ શોભા યાત્રામાં જોડવામા આવશે. શ્રી રામ સેવા સમિતિ દ્વારા શિવજીની શોભાયાત્રા શિવરાત્રીના દિવસે યોજવા માટે પણ આયોજન કરાયુ છે. શ્રી રામ સેવા સમિતી દ્વારા ધાર્મિક તહેવારોમાં લોકોને એક સાથે ઉજવવા માટે મદદરૂપ થશે. શ્રીરામ સેવા સમિતીમાં હાલ ૭પ ઉપરાંત તમામ સમાજના આગેવાનો જોડાઈ ગયા છે. વધુને વધુ લોકો રામ નવમી સુધીમાં રામ રથયાત્રામાં જોડાવા માટે આયોજન થઈ રહ્યુ છે. ખેરાલુ શહેરમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી રામ રથયાત્રા દર વર્ષે યોજાય તે માટે અત્યારથી અભુતપુર્વ આયોજન થઈ રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ર૦૧૯માં યોજાયેલી રામ રથાયાત્રા નીકળી ત્યારે ખુબજ ગરમી હતી તે વખતે બહેલીમવાસ પાસે કરીમખાં બહેલીમ તથા બજારમાં શ્યામકૃપા સ્વીટમાર્ટ વાળા રમેશભાઈ પટેલ દ્વારા તમામ લોકોનું સ્વાગત કરી ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વિસ્તારોમાંથી રામ રથયાત્રા પસાર થશે. ત્યાં ઠેર ઠેર સ્વાગત કરવા માટે પણ અત્યારથી આયોજનો કરાઈ રહ્યા છે. ખેરાલુ શહેર/તાલુકાના ભજન મંડળો પણ રામ રથયાત્રામાં જોડાવા માંગતા હોય તો વૃદાંવન પરોઠા હાઉસ ખાતે શ્રીરામ સેવા સમિતી ના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલને નામ નોધાવવાનું રહેશે. જેથી ભજન મંડળ માટે ટ્રેકટરની વ્યવસ્થા અત્યારથી કરી શકાય. ધાર્મિક સંતો માટે બગીની વ્યવસ્થા કરાઈ છે. શ્રીરામની પોથીના પુજન માટે લાભ લેવા. માંગતા દાતાએ પહેલથી નામ નોંધાવવાનુ રહેશે. સાંઈ મંદિરથી પાલખીયાત્રા રામજી મંદિરથી હાટડીયા પહોંચી રામ રથયાત્રા સાથે જોડાશે. જેની ભાવિક ભક્તોએ નોંધ લેવી અને ખાસ નોંધ કોઈ પણ સમાજના આગેવાનો કે યુવાનોને રામ સેવા સમિતિમાં સહભાગી બનવુ હોય તો સેવા કાર્ય માટે એક વ્હોસએપ ગ્રૃપ બનાવાયુ છે. જેમા જોડાવા માટે ચીરાગ ગૌસ્વામી, ૮૦૦૦૦ ૭ર૦૧૬, કિશન બારોટ- ૯૭૩૭૩ પ૭૭૯પ, અજય બારોટ-૯૯૭૪૧ ૯૯૭૭૮, વેદાન્ત બ્રહ્મભટ્ટ ૮૪૦૧૯ ૧૮૪૭૪, દેવર્ષિ મોદી- ૯૬૩૮૯ ૧૪પ૩૯ તથા શુભમ પટેલ ૬૩૫૨૧ ૬૫૨૯૪ નો સંપર્ક કરવો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us