Select Page

મતના રાજકારણમા મુસ્લીમ સમાજના અસામાજીક તત્વોને છાવરતા નેતાઓ ઉપર ફિટકાર ખેરાલુમાં શ્રી રામની રથયાત્રા પર પત્થરમારો થતા ૩ર સામે ફરીયાદ

મતના રાજકારણમા મુસ્લીમ સમાજના અસામાજીક તત્વોને છાવરતા નેતાઓ ઉપર ફિટકાર ખેરાલુમાં શ્રી રામની રથયાત્રા પર પત્થરમારો થતા ૩ર સામે ફરીયાદ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં ગોધરાકાંડ વખતે તત્કાલીન મામલતદાર તથા ખેરાલુના જમાઈ શ્રી એચ.આર.મોદી સાહેબ અને પી.આઈ. શ્રી શુકલ દ્વારા હિન્દુ મુસ્લીમ સમાજમા ભાઈચારાની લાગણીને સમજીને લોકોના ઉશ્કેરાટને શાંત પાડતા ગુજરાત ભડકે બળતુ હતુ. ત્યારે શહેરમાં બે-ત્રણ સામાન્ય બનાવો સિવાય એકંદરે શાંતિ રહેતા છેલ્લા ર૦ વર્ષમા ખેરાલુ શહેરનો અભુતપૂર્વ વિકાસ થયો છે. પરંતુ આ વિકાસને અસામાજીક તત્વોની નજર છેલ્લા ત્રણ – ચાર વર્ષથી લાગી છે. ખેરાલુમા ર૦ર૦-ર૧માં મુસ્લીમ સમાજ દ્વારા હિન્દુ સમાજ ઉપર ચાર-પાંચ સામાન્ય હુમલા થયા હતા જેની ફરીયાદો થઈ હતી. મુસ્લીમ સમાજના સામાન્ય હુમલાના બનાવોમાં હિંદુ સમાજે પ્રતિકાર કર્યો નહોતો જેમા મુસ્લીમ સમાજના મત લેવાની લાલચે હિંદુ આગેવાનોએ હિંદુઓને દબાવ્યા હતા. જેનાથી મુસ્લીમ સમાજના અસામાજીક તત્વો એવુ સમજ્યા કે અમે ગમે તે કરીશુ પણ હિંદુ સમાજના નેતાઓ મતની લાલચમાં અમારી સાથે રહેશે તેમ સમજી સમગ્ર ભારતના આરાધ્ય દેવ શ્રી રામની રથયાત્રામા પત્થર મારો કરી હિંદુ સમાજની લાગણી દુભાતા ગુજરાત સરકાર દ્વારા યુધ્ધના ધોરણે આરોપીઓની ધરપકડ કરી હતી.
ખેરાલુમા ર૦-૧-ર૪ના દિવસે રવિવારે શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા કેટલાક અસામાજીક તત્વોએ પત્થર મારો અને તલવારથી હુમલો કરી ખેરાલુના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો થતા બે મહિલા સાથે ૩ર અસામાજીક તત્વો સામે હત્યાની કોશિશના ૩૦૭ની કલમ સાથે ઈ.પી.કો.કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩૩ર, ૩૩૭, પ૦૬(ર), ૧ર૦બી, ૪ર૭ થતા જીપી.એક્ટ કલમ ૧૩પ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જેમા ૧૩ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે બાકીના આરોપીઓ આજુબાજુના મુસ્લીમ ગામોમા છુપાયા હોવાની વાતો ચર્ચાય છે.ગુજરાત સરકારના આદેશથી રેન્જ આઈ.જી.પોતે બનાવ બન્યાના ગણત્રીના કલાકોમાં ખેરાલુ દોડી આવ્યા હતા.
ખેરાલુમા શ્રી રામની રથયાત્રા છીપાવાડ ખાતેના રામજી મંદિરથી નીકળી હતી. ખેરાલુ શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. સમગ્ર શહેરમાં ફરીને શોભાયાત્રા સુર્યનારાયણ મંદિરથી આગળ નીકળી અડધી યાત્રા હાટડીયા પહોંચી તે પછી હાટડીયા તરફથી અને બહેલીમવાસ તરફથી યાત્રા ઉપર પત્થર મારો થયો હતો. જેમાં કુલ રર લોકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમા પી.એસ.આઈ.જે.કે.ગઢવી સહીત પ્રવિણભાઈ અંબાલાલ બારોટ, ધ્રુવીબેન ધર્મેશભાઈ લીમ્બાચીયા, મૈત્રીક હરેશભાઈ બારોટ અને સુમીત મંગળદાસ સથવારાને ઈજા થઈ હતી. જેમા પ્રવિણભાઈ બારોટ લગ્ન પ્રસંગમાંંથી આવતા સ્કુટર ઉપર ઘરે જતા હતા ત્યારે તેમને પત્થર માથામાં વાગતા પડી ગયા હતા તે સમયે બે-ત્રણ અસામાજીક તત્વોએ તલવારથી માથા ઉપર ઘા કરતા તેમની માથામાં ૧૩ ટાંકા આવ્યા હતા. તેમજ હાથે વાગ્યુ હતુ. બાકીના લોકોમા ભાજપ મહિલા મોરચાના અગ્રણી જયશ્રીબેન દરજીને પત્થર વાગતા હાથે ઈજા થઈ હતી. પી.એસ.આઈ.ગઢવી પોતે ફરીયાદી બન્યા છે. પોલીસે હત્યાનુ કાવતરુ રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
શ્રી રામની રથયાત્રા ઉપર આતંકિત હુમલો થયો ત્યારે રથયાત્રા બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. રથયાત્રા સૂર્યનારાયણ મંદિર સામે ઉભી રહેતા રથયાત્રા કોઈપણ સંજોગોમા પુરી કરવા રામભક્તો મક્કમ હતા છેવટે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા પુર્ણ કરાવી હતી. યાત્રા ઉપર થયેલા હુમલાની જાણ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલને થતા તેઓ તાત્કાલિક વિજાપુરથી ખેરાલુ દોડી આવ્યા હતા. અસામાજીક તત્વો ઉપર સખ્ત પગલા ભરવા તેમણે ગુજરાત સરકાર વતી બાંહેધરી મેળવી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત પણ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા જનજીવન સામાન્ય બન્યુ હતુ. આ બનાવ કેમ બન્યો ? તેની તપાસ કરતા જાણવા મળ્યુ કે ખેરાલુ પી.આઈ.શ્રીપાલ જાણતા હતા કે હાટડીયા વિસ્તાર સેન્સેટીવ પોઈન્ટ છે છતાં ત્યાં માત્ર ચાર પોલીસને ફરજ ઉપર મુક્યા હતા. જયારે બારોટ વાસ પાસે હાટડીયા કરતા વધુ પોલીસ હોવાથી અસામાજીક તત્વોથી ફાવતુ જડયુ હતુ. આ બાબતના સમાચાર રેન્જ આઈ.જીને મળતા બનાવના બીજા દિવસે ખેરાલુ પી.આઈ.ની બદલી કરી દેવામા આવી છે જયારે તેમની જગ્યાએ કે.જે.પટેલની પોસ્ટીંગ કરાઈ છે. હાલ ખેરાલુ શહેરના હિન્દુ સમાજમા શ્રીરામની રથયાત્રા ઉપર પત્થરમારો થતા ભારે ઉશ્કેરાટની લાગણી છે.
ખેરાલુ શહેરના વિકાસને અસામાજીક તત્વોની નજર લાગી છે. તેનુ મુખ્ય કારણ મતનુ રાજકારણ છે. મુસ્લીમ સમાજના મત લેવા અસામાજીક તત્વોને છાવરતા નેતાઓને આખુ ગામ ઓળખે છે જેથી તેમની વિરૂધ્ધ પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us