Select Page

વિસનગર સિવિલમાં કેન્સરના દર્દિઓ માટે કિમોથેરાપી સારવાર

વિસનગર સિવિલમાં કેન્સરના દર્દિઓ માટે કિમોથેરાપી સારવાર

ફિજીશીયન અને બાળકોના ર્ડાક્ટરની ફુલટાઈમ સેવા

  • ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતાજ તાલુકાના દર્દિઓની સેવા તથા સારવાર માટે ર્ડાક્ટરોની નિમણુંક

ઋષિભાઈ પટેલે આરોગ્યમંત્રીનો હવાલો સંભાળતાજ વિસનગર સિવિલ હોસ્પિટલની સેવાઓમાં વધારો થયો છે. હોસ્પિટલમાં ફિજીશીયન અને બાળકોના ર્ડાક્ટરની ફુલટાઈમ સેવા શરૂ થઈ ગઈ છે. ત્યારે મહત્વની બાબત તો એ છેકે કેન્સરના દર્દિઓ માટે નિઃશુલ્ક કિમોથેરાપી સારવાર શરૂ કરવામાં આવી છે. કેન્સરના દર્દિઓને હવે ઘરઆગણેજ કિમોથેરાપીની સારવાર મળશે અને સાથે સાથે સમય અને નાણાં પણ બચશે.
ઋષિભાઈ પટેલના હેલ્થ મીનીસ્ટર ૨.૦ ના વહીવટમાં વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દિઓની સારવાર તથા સેવા માટે સુવિધાઓનો વધારો થયો છે. કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા તેના બીજાજ અઠવાડીયામાં સિવિલમાં ફુલટાઈમ સેવા માટે બે ર્ડાક્ટરની નિમણુંક કરવામાં આવી છે. હોસ્પિટલમાં ફુલટાઈમ ઓપીડી સમય દરમ્યાન ફિજીશીયન તથા બાળકોના ર્ડાક્ટરની સેવા શરૂ થઈ ગઈ છે. દર મંગળવાર અને ગુરૂવારે સાંજની ઓપીડી સમય દરમ્યાન કાન, નાક, તથા ગળાના ર્ડાક્ટરની સેવા મળશે. દર મંગળવાર અને ગુરૂવારે સવારની ઓ.પી.ડી. સમય દરમ્યાન ચામડી રોગના નિષ્ણાત ર્ડાક્ટરની સેવા મળશે. દર મંગળવાર અને શનિવાર સવારની ઓપીડી સમય દરમ્યાન માનસિક રોગના ર્ડાક્ટરની સેવા મળશે. દર સોમવાર, બુધવાર તેમજ શુક્રવાર સાંજની ઓપીડી દરમ્યાન હાંડકાના રોગના ર્ડાક્ટરની સેવા મળશે. હોસ્પિટલમાં આયુર્વેદિક ર્ડાક્ટરની દર મંગળવાર અને ગુરૂવારે સવારની ઓપીડી દરમ્યાન સેવા મળશે. હોસ્પિટલમાં ટેલી આઈ.સી.યુ.ની સેવા પણ કાર્યરત છે. હોસ્પિટલમાં ઓટોમેટીક પાવર સપ્લાય માટે ૨૦૦ કે.વી.નુ જનરેટર પણ કાર્યરત થઈ ગયુ છે.
કેન્સરના દર્દિઓનુ પ્રમાણ વધ્યુ છે ત્યારે વિસનગર પંથકના દર્દિઓને મોટા શહેરમાં કિમોથેરાપીની સારવાર માટે જવુ પડતુ હતુ. જેમાં સમય અને નાણાં બન્નેનો વ્યય થતો હતો. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દિઓ માટે નિઃશુલ્ક કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દિ જે ર્ડાક્ટર પાસે કેન્સરની સારવાર લેતા હોય તે ર્ડાક્ટરની સલાહ અને ગાઈડલાઈન પ્રમાણે વિસનગર સિવિલ હોસ્પિટલમાં કિમોથેરાપીની સારવાર આપવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts