વિસનગરમાં કોરોના કેર યથાવત એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ
વિસનગરમાં કોરોના કેર યથાવત એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસોેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અઠવાડીયામાં ૪૯ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. અત્યારે લોકજાગૃતીના અભાવે વિસનગર શહેર-તાલુકામાં કોરોનાના કુલ ૧૫૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં અત્યારે ૬૭ કેસો એક્ટીવ છે. જોકે તા.૧-૭-ના રોજ એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અનલોકમાં છુટછાટ મળતાં વિસનગરમાં દિન પ્રતિદીન રોકેટ ગતીએ કોરોના પોઝીટીવ કેસોનો વધારો થઈ રહ્યો છે. તાલુકામાં તા.૭-૮ સુધીમાં કુલ ૧૫૩ પોઝીટીવ કેસોનો આંકડો પહોચ્યો છે. જેમાં તા.૧ના રોજ શહેર-તાલુકામાં ૧૬ પોઝીટીવ કેસો નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. છેલ્લા અઠવાડીયાની કેસોની સંખ્યા જોઈએ તો તા.૧ ના રોજ ૧૬ કેસ, તા.૨ ના રોજ ૬ કેસ, તા.૩ ના રોજ ત્રણ કેસ, તા.૪ ના રોજ ૫ કેસ, તા.૫ ના રોજ ૪ કેસ, તા.૬ ના રોજ ૫ અને તા.૭ ના રોજ ૧૦ કેસ સાથે કુલ ૪૯ પોઝીટીવ કેસો નોંધાયા છે. શહેરમાં વધતા જતાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા પાંચ થી વધુ પોઝીટીવ કેસ નોધાયેલ શહેરના થલોટા રોડ ઉપર આવેલ વૃદાવન સોસાયટી, કડા રોડ હેરીટેઝ સોસાયટી અને તિરૂપતી ટાઉનશીપ સહીત તમામ સોસાયટીઓને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જ્યારે બાકીની પાંચથી ઓછા કેસ નોધાયેલ સોસાયટીના મકાનોના રહીશોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી છે.