Select Page

ખેરાલુ વિધાનસભામાં રૂા.ર૦.૪પ કરોડના રોડ મંજુર

ખેરાલુ વિધાનસભામાં રૂા.ર૦.૪પ કરોડના રોડ મંજુર

ધારાસભ્ય અજમલજી ઠાકોરના પ્રયત્નોથી નવા જોબ નંબર ફાળવી

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા દર વર્ષે રૂા.૧૦ કરોડ ઉપરાંતના રોડ તેમજ કરોડો રૂપિયાના વિકાસ કામો સરકારમાં રજુઆત કરીને મંજુર કરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ભારે વરસાદના કારણે તુટી ગયેલા રોડ તેમજ નવા નોન પ્લાન રોડ બનાવવા સરકારમાં રજુઆત કરી હતી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશભાઈ પંચાલ દ્વારા ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરની રજુઆતને ધ્યાને લઈ વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ર૦ મહત્વના રૂા.ર૦.૪પ કરોડ રોડ મંજુર કરવામાં આવતા ખેરાલુ વિધાનસભામાં આનંદ જોવા મળતો હતો.
ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ર૦ નવા રોડને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. નવા જોબ નંબર ફાળવેલા રોડ જોઈએ તો (૧)નવી નોરતોલથી જુની નોરતોલ સુધીના રોડ ૧કી.મી. રૂા.પ૦ લાખ,(ર) સતલાસણા તાલુકા પંચાયતથી વાવ પાણી પુરવઠાને જોડાતો રોડ ર.ર૦ કી.મી. રૂા.૧.૧પ કરોડ (૩) મલેકપુર (ખે) હાઈવે થી મલેકપુર(ખે), બસ સ્ટેન્ડથી બળાદને જોડતો રોડ ૧.ર૦ કી.મી. રૂા.૬૦ લાખ(૪) કરબટીયા મુખ્ય રોડથી રામાપીર મંદીર વડ આગળથી પંચાયત સુધી ૦.૬૦ કી.મી. રૂા.૪૦ લાખ (પ) ચેલાણા સિધ્ધેશ્વરી ડેરીથી તોરણીયા પરા સુધી ડામર રોડ ૧.પ૦ કી.મી. રૂા. ૭પ લાખ (૬)મછાવા વચલીધારથી ઉપેરા બે તાલુકાને જોડતો માર્ગ ચાર કી.મી. રૂા. ર૦૦ લાખ (૭) ભીમપુરથી શાહપુર રોડ ૧.૮૦ કી.મી. રૂા.૯૦ લાખ (૮) સુલતાનપુર હઠાપુરાથી રાજપુરને જોડતો માર્ગ ર.પ૦ કી.મી.રૂા. ૧.૩પ કરોડ (૯)ચાણસોલ ભાંખર વીરથી ભાઠા સીમ થઈ નથ્થાપુર થી સાકરી મહિયલને જોડતો રોડ ર.પ૦ કી.મી. રૂા. ૧.રપ લાખ (૧૦) જસપુરીયાથી મુક્તેશ્વરીયાના પરાને જોડતો રોડ ૧.ર૦ કી.મી. રૂા. ૭પ લાખ (૧૧) મલારપુરા અંબાવાડા રોડ થી જુના દેલવાડા સુધી રોડ, ત્રણ કી.મી.રૂા. ૧.૬પ કરોડ (૧ર) વઘવાડી વાયા અંબાપુરા થી ખટાસણાને જોડતો રોડ ત્રણ કી.મી. રૂા. ૧.૬પ કરોડ (૧૩) નવાપુરા (વડ)ગ્રામ પંચાયતથી વડનગરને જોડતો રોડ ૧ કી.મી. રૂા. પ૦ લાખ (૧૪) કાદરપુરથી નાનીવાડાને જોડતો રોડ ર.પ૦ કી.મી. રૂા. ૧.૩પ કરોડ (૧પ) દેદાસણથી માલાપુરાને જોડતો રોડ ર.પ૦ કી.મી.રૂા.૧.૩પ કરોડ (૧૬) ચાંપા ડામર રોડથી રણછોડપુરા ઢંઢુળી તળાવ સુધી રોડ ૧ કી.મી. રૂા.પ૦ લાખ (૧૭)બળાદથી જહુપુરાને જોડતો રોડ ૧.પ૦ કી.મી. રૂા.૭પ લાખ (૧૮) સમોજાથી રતનપુરને જોડતો રોડ ૧.પ૦ કી.મી. રૂા.૭પ લાખ (૧૯) મંડાલી ગામથી જુનો રાજમાર્ગ ગલાલપુરને જોડતો રોડ બે કી.મી. રૂા.૧.૧૦ કરોડ (ર૦) ઓટલપુરથી ગંગાપુર રોડ ર.ર૦ કી.મી. રૂા.૧.ર૦ કરોડ ના એમ કુલ રૂા.ર૦.૪પ કરોડના રોડ મંજુર કરવામા આવ્યા છે.
તાજેતરમાં વિધાનસભાની ચુંટણીઓ જાહેર થવાની તૈયારીમાં છે. જેથી ગણત્રીના દિવસોમાં તમામ રોડના ટેન્ડરો બહાર પડી જશે અને વર્ષોથી બનતા નહોતા. ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા લોકોની તકલીફો દુર કરવા માટે યુધ્ધના ધોરણે નવા રસ્તા બનાવવા સરકારમાં રજુઆત કરતા સરકારે મંજુરી આપી છે. આ બાબતે ભાજપી સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે વિધાનસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા તમામ રોડના કામોના ખાત મુર્હૂત પણ કરી દેવામા આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us