Select Page

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય તથા સેક્રેટરીએ મૃતકોના વારસદારોના વાલીની જવાબદારી નિભાવી ગૃપ વિમાના ૨૨ કેસમાં ૩૩ લાખ ચુકવવા જીલ્લા ફોરમનો આદેશ

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય તથા સેક્રેટરીએ મૃતકોના વારસદારોના વાલીની જવાબદારી નિભાવી ગૃપ વિમાના ૨૨ કેસમાં ૩૩ લાખ ચુકવવા જીલ્લા ફોરમનો આદેશ

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય તથા સેક્રેટરીએ મૃતકોના વારસદારોના વાલીની જવાબદારી નિભાવી
ગૃપ વિમાના ૨૨ કેસમાં ૩૩ લાખ ચુકવવા જીલ્લા ફોરમનો આદેશ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટાભાગના કિસ્સાઓમાં સંસ્થાઓ ગૃપ અકસ્માત વિમા લેતી હોય છે. ત્યારે આવી સંસ્થાઓ વળતર મેળવી આપવાની ઝંજટમાં પડવા માગતી હોતી નથી. ત્યારે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા સેક્રેટરી કમલેશભાઈ પટેલે મૃતકોના વારસદારોના વાલી બની વિમા કંપનીમાંથી વળતર મેળવી આપવાની જવાબદારી અદા કરી છે. ગૃપ અકસ્માત વિમો લેનાર ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીએ ૨૨ કેસમાં વળતર ચુકવવા ઠાગાઠૈયા કરતા માર્કેટયાર્ડ દ્વારા ગ્રાહક તકરાર ફોરમમાં વળતર મેળવવા અરજીઓ કરી હતી. જેમાં ૨૨ કેસમાં રૂા.૩૩ લાખ ચુકવવા જીલ્લા ગ્રાહક ફોરમ દ્વારા વિમા કંપનીને આદેશ કરવામાં આવ્યો છે.
મોટાભાગની વિમા કંપનીઓ ગૃપ અકસ્માતનુ મોટુ પ્રીમીયમ લેવા જેટલો ઉત્સાહ દાખવે છે તેટલો વળતર આપતી વખતે ઉત્સાહ બતાવતી નથી. ગૃપ અકસ્માત જેટલુ પ્રીમીયમ લીધુ હોય તેટલા પ્રમાણમાં વળતર આપવામાં આવે છે. પરંતુ પ્રીમીયમની રકમ ઉપર વળતર આપવાનુ થાય ત્યારે વિવિધ બહારના હેઠળ વળતર આપવા ઠાગાઠૈયા કરવામાં આવે છે. મોટાભાગની સંસ્થાઓ ગૃપ અકસ્માત વિમા લે છે પરંતુ વળતર ન મળે તેવા કિસ્સામાં વળતર અપાવવાની જવાબદારીની ઝંજટ સ્વિકારતી નથી. જેતે અરજદારોજ વળતર મેળવવા કાયદેસરની કાર્યવાહી કરવી પડે છે. જેમાં વિસનગર માર્કેટયાર્ડ અપવાદરૂપ છે. વિસનગર એપીએમસી દ્વારા તા.૧૬-૯-૧૭ થી તા.૧૫-૯-૧૮ સુધીના સમયગાળા માટે તાલુકાના ૫ થી ૭૦ વર્ષની વયના કાયમી રહીસોનો વ્યક્તિ દીઠ રૂા.૧.૫૦ લાખ નો પર્સનલ ગૃપ અકસ્માત વિમો લીધો હતો. ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા આ ગૃપ અકસ્માત વિમો લેવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન માર્કેટયાર્ડ દ્વારા વળતર માટે દાવા કરવામાં આવતા ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ૨૫ કેસના દાવાની અવગણના કરી વળતર ચુકવવામાં આવ્યુ નહોતુ. મોટાભાગના કિસ્સામાં જે તે સંસ્થાઓએ ગૃપ અકસ્માત વિમો લીધો હોય તો અને વિમા કંપની વળતર ચુકવવામાં અડોડાઈ કરે તો જે તે અરજદાર દ્વારાજ વળતર મેળવવા કાયદેસરની કાર્યવાહી થાય છે. જ્યારે વિસનગર માર્કેટયાર્ડના ૨૫ કેસમાં વિમા કંપનીએ વળતરના દાવાની અવગણના કરતા માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સુચનાથી સેક્રેટરી કમલેશભાઈ બી.પટેલ દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ વળતર માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. માર્કેટયાર્ડ તરફે વકીલ એલ.એચ.રાણા તથા જે.એસ.ચાવડા દ્વારા દલીલો કરવામાં આવી હતી. જે દલીલો આધારે જીલ્લા ગ્રાહક તકરાર ફોરમના પ્રમુખ પી.સી.ઠાકર તથા સભ્ય પંકજભાઈ શાહે બન્ને વકીલોની ધારદાર દલીલો માન્ય રાખી ૨૨ મૃતકોના વારસદારોને દરેકને વિમાની રકમ રૂા.૧.૫૦ લાખ મુજબ રૂા.૩૩ લાખ ૯% ના વ્યાજ સાથે તથા દરેક કેસમાં માનસિક ત્રાસના રૂા.૩૦૦૦/- અને ફરિયાદ ખર્ચના રૂા.૨૦૦૦/- સહીત વળતર ચુકવી આપવા ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને હુકમ કરવામાં આવ્યો છે. કેટલાક મૃતકોના વારસદારો વિમા કંપની પાસેથી વળતર મેળવવા કાર્યવાહી કરી શકે તેમ નહોતા. ત્યારે આ વળતર મળતા માર્કેટયાર્ડના ચેરમેન એવમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તથા સેક્રેટરી કમલેશભાઈ પટેલે એક જવાબદાર વાલી તરીકેની જવાબદારી નિભાવી હોવાની મૃતકોના વારસદારોએ લાગણી વ્યક્ત કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us