Select Page

વિસનગરમાં તા.૧૬-૧ ના રોજ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાશે

વિસનગરમાં તા.૧૬-૧ ના રોજ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાશે

ચૌધરી સમાજના રાજકીય કદાવર નેતા વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં

વિસનગરમાં તા.૧૬-૧ ના રોજ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાશે

તાલુકાના ચૌધરી સમાજને સંગઠીત કરવા સમાજના આગેવાનો અને યુવાનોને ૧૦૦ થી ૨૦૦ માણસો લાવવા વિપુલભાઈ ચૌધરીએ અપીલ કરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં આવેલ આદર્શ હાઈસ્કુલના હૉલમાં મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજકીય કદાવર નેતા વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગત મંગળવારના રોજ બપોરે તાલુકાના ચૌધરી સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં વિપુલભાઈ ચૌધરીએ તાલુકાના ચૌધરી સમાજને સંગઠીત કરવા સમાજના આગેવાનો અને યુવાનોને તા.૧૬-૧-૨૦૨૨ ના રોજ સવારે ૯-૦૦ કલાકે પોતાના ગામમાંથી ૧૦૦ થી ૨૦૦ ભાઈ-બહેનોને આદર્શ હાઈસ્કુલમાં યોજાનાર મહાસંમેલનમાં લાવવા અનુરોધ કર્યો હતો. વિધાનસભાની ચુંટણી પૂર્વે વિપુલભાઈ ચૌધરીએ આ મહાસંમેલનનું આયોજન કરતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
આજના ગળાકાપ રાજકારણમાં દરેક સમાજના લોકો સંગઠીત થઈ પોતાના સમાજની એકતા બતાવી રહ્યા છે. જેમાં રાજકીય ઉથલપાથલ કરી શકે તેવા સમાજના સંગઠન ઉપર તમામ રાજકીય પક્ષોની બાજનજર હોય છે. રાજકીય પક્ષો મોટા સમાજના આગેવાનોને પોતાના પક્ષના સમર્થનમાં લાવવા તમામ પ્રકારના રાજકીય કાવાદાવા શરૂ કરે છે. જેમાં સત્તાધારી પક્ષ પોતાની સત્તા બચાવવા મજબુત આગેવાનને રીઝવવા કોઈ કસર છોડતા નથી. રાજકીય પક્ષોના કાવાદાવાના કારણે કેટલાય સમાજમાં આંતરિક ભાગલા પડી ગયા છે. જોકે દરેક સમાજના આગેવાનો પોતાના સમાજને એકજુથ બનાવવા સતત પ્રયત્નો કરતા હોય છે. વિસનગર શહેરમાં આવેલ આદર્શ હાઈસ્કુલના હૉલમાં મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ચૌધરી સમાજના રાજકીય કદાવર નેતા વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગત મંગળવારના રોજ બપોરે સમાજની મીટીંગ મળી હતી. જેમાં તાલુકાના પાલડી, ગુંજા, કીયાદર, રાવળાપુરા, ચિત્રોડીપુરા, ખંડોસણ, મગરોડા, બાસણા, ખરવડા, દઢિયાળ, બાકરપુર, કાંમલપુર(ગો) સહિતના ગામોના ૧૦૦ જેટલા આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં વિપુલભાઈ ચૌધરીએ તાલુકાના ચૌધરી સમાજને સંગઠીત કરવા સમાજના આગેવાનો અને યુવાનોને પોતાના ગામમાંથી ૧૦૦ થી ૨૦૦ માણસોને તા.૧૬-૧-૨૦૨૨ ના રોજ સવારે ૯-૦૦ કલાકે આદર્શ હાઈસ્કુલના હૉલમાં લાવવા અપીલ કરી હતી. ત્યારે સમાજના ઉપસ્થિત આગેવાનો અને યુવાનોએ વિપુલભાઈ ચૌધરીની વાતને સમર્થન આપી સમાજની એકતા કરવામાં સહયોગ આપવાની ખાત્રી આપી હતી. આગામી વર્ષ-૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. ત્યારે આ ચુંટણી પૂર્વે ચૌધરી સમાજના કદાવર આગેવાન વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાવાનુ હોવાની ચર્ચા થતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે વિપુલભાઈ ચૌધરી વિસનગર સહિત અન્ય તાલુકામાં પણ ચૌધરી સમાજના આગેવાનો સાથે મીટીંગો યોજી રહ્યા છે. પરંતુ વિસનગર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં ચૌધરી સમાજના ગામોમાંથી ભાજપને મોટુ નુકશાન થયુ હતુ. જેથી વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ચૌધરી સમાજના આ મહાસંમેલનના આયોજનથી ભાજપ સરકારના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us