Select Page

વડનગર-ગાંધીનગર ટ્રેનથી પેસેન્જરોને કોઈ ફાયદો નહી ઉમરગામ મહેસાણા ટ્રેન વડનગર-ખેરાલુ સુધી લંબાવવા માગણી

વડનગર-ગાંધીનગર ટ્રેનથી પેસેન્જરોને કોઈ ફાયદો નહી ઉમરગામ મહેસાણા ટ્રેન વડનગર-ખેરાલુ સુધી લંબાવવા માગણી

વડનગર-ગાંધીનગર ટ્રેનથી પેસેન્જરોને કોઈ ફાયદો નહી
ઉમરગામ મહેસાણા ટ્રેન વડનગર-ખેરાલુ સુધી લંબાવવા માગણી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર ગાંધીનગરની શરૂ કરાયેલ ટ્રેનથી આ રૂટના પેસેન્જરોને કોઈ ફાયદો નથી. મહેસાણા લાંબા રૂટની ટ્રેનો સાથે કનેક્ટીવીટી મળતી નથી. તેમજ અમદાવાદ સુધીની ટ્રેન નહી હોવાથી ઉપયોગમાં આવતી નથી. ત્યારે નવી શરૂ થતી ઉમરગામ સુરત-મહેસાણા ટ્રેન વડનગર ખેરાલુ સુધી લંબાવવા માગણી કરવામાં આવી છે.
રેલ્વે તંત્ર દ્વારા ૪-૧-૨૦૨૨ થી ઉમરગામથી મહેસાણા સુધીની નવી ફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ઉમરગામથી ટ્રેન સવારે ૫-૫૦ કલાકે ઉપડશે. જે વાપી ૬-૧૫, વલસાડ ૬-૫૨, સુરત ૭-૫૨, ભરૂચ ૮-૪૦, વડોદરા ૯-૪૫, આણંદ ૧૦-૨૫, નડીયાદ ૧૦-૪૩, અમદાવાદ ૧૧-૪૦, ગાંધીનગર ૧૨-૪૦ અને છેલ્લે મહેસાણા ૧૪-૪૦ એટલે કે બપોરે ૨-૪૦ કલાકે આવશે. સાડા આઠ કલાકમાં ઉમરગામથી મહેસાણા આવતી ફાસ્ટ ટ્રેન મહેસાણાથી પરત ૧૬-૩૦ એટલે કે બપોરે ૪-૩૦ કલાકે ઉપડશે. જે ગાંધીનગર ૧૭-૩૦, અમદાવાદ ૧૯-૦૦, નડીયાદ ૨૦-૧૧, આણંદ ૨૧-૦૫, વડોદરા ૨૧-૨૬, ભરૂચ ૨૨-૧૦, સુરત ૨૩-૨૫, વલસાડ ૦૦-૨૮, વાપી ૦૦-૫૮ અને ઉમરગામ રાત્રે ૧-૩૦ કલાકે પહોચશે. પંદર દિવસના ટ્રાયલ માટે ટ્રેન શરૂ કરવામાં આવી છે અને પેસેન્જર મળશે તો કાયમી ધોરણ ટ્રેન શરૂ થશે. જે ટ્રેનનુ સુરતથી મહેસાણા ૩છઝ્ર નુ ભાડુ ૯૯૦, સ્લીપર કોચનુ રૂા.૩૬૦ તથા સીટીંગનુ ભાડુ રૂા.૧૪૦/- છે.
મહેસાણા વડનગર ખેરાલુ રેલ્વે લાઈનમાં ગેજ પરિવર્તન બાદ વડનગર ગાંધીનગર ટ્રેન શરૂ કરવામાં આવી. ત્યારે તેના શુભારંભ પ્રસંગે ટ્રેનનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જે પ્રસંગે ખેરાલુ અંબાજી આબુ રોડ રેલ્વે ટ્રેક બન્યા પછી લાંબા રૂટની ટ્રેનોનો લાભ મળશે તેવા ભાષણો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રૂટ ઉપર ઈલેક્ટ્રીફીકેશન થયુ. આ ઉદ્‌ઘાટન પ્રસંગે ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘેર ધમાધમ જેવા ભાષણો થયા હતા. ખેરાલુ અંબાજી રેલ્વે લાઈનના હજુ કોઈ ઠેકાણા નથી. ત્યારે અંબાજી આબુ રોડ લાઈનની કલ્પના કરવી મુશ્કેલ છે.
મહેસાણાથી વડનગર સુધી રેલ્વે ટ્રેકનુ સંપુર્ણ કામ પુર્ણ થયા બાદ ગાંધીનગર-વડનગર ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનની લાબા રૂટની ટ્રેનો સાથે કોઈ કનેક્ટીવીટી નહી હોવાથી કોઈ કામની નથી. વળી અમદાવાદ સુધીની ટ્રેન નહી હોવાથી વેપારીઓ તથા પેસેન્જરો તેનો ઉપયોગ કરી શકતા નથી. મહેસાણા-વડનગર-ખેરાલુ રૂટ ઉપર બ્રોડગેજ લાઈન માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી. તેમ બ્રોડગેજ લાઈન તૈયાર થઈ ગયા બાદ હવે લાંબા રૂટની ટ્રેનો માટે હવે આ વિસ્તારના લોકોને વર્ષો સુધી રાહ જોવી પડે તેવુ હાલની પરિસ્થિતિએ દેખાય છે. રેલ્વે તંત્ર દ્વારા ઉમરગામ સુરત મહેસાણા રૂટની નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન મહેસાણા આવ્યા બાદ બે કલાક સુધી પડી રહેશે. ત્યારે વિસનગર, વડનગર અને ખેરાલુ રેલ્વે ચાહકોની માગણી છેકે ઉમરગામ મહેસાણા ટ્રેન વિસનગર, વડનગર, ખેરાલુ સુધી લંબાવવામાં આવે તો પેસેન્જરોને લાબા રૂટની ટ્રેનનો લાભ મળે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us