Select Page

RBIના નિર્ણય બાદ બેંકના સભાસદની હાઈકોર્ટમાં રીટ મહેસાણા અર્બન બેંકનો રૂા.પ કરોડનો દંડ જવાબદારો પાસેથી વસુલો

RBIના નિર્ણય બાદ બેંકના સભાસદની હાઈકોર્ટમાં રીટ મહેસાણા અર્બન બેંકનો રૂા.પ કરોડનો દંડ જવાબદારો પાસેથી વસુલો

RBIના નિર્ણય બાદ બેંકના સભાસદની હાઈકોર્ટમાં રીટ
મહેસાણા અર્બન બેંકનો રૂા.પ કરોડનો દંડ જવાબદારો પાસેથી વસુલો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય ગેરરીતીના મુદ્દે મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકને રૂા. પ કરોડનો દંડ ફટકારતા બેંકના ખાતેદારોના જીવ તાળવે ચોંટી ગયા છે.ત્યારે આ બાબતે વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામના એક સામાજીક કાર્યકરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગર્વનર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી એવી રજુઆત કરી છે કે રિઝર્વ બેંકે અર્બન બેંક પાસેથી રૂા.પ કરોડનો દંડ વસુલવાને બદલે બેંકને નુકશાન પહોચાડનાર બેંકના ચેરમેન અને જવાબદાર ડિરેક્ટરો પાસેથી દંડ વસુલવો જોઈએ.
મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકના વહીવટમાં નાણાંકીય ગેરરીતી કરતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (ઇમ્ૈં) એ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૪૭ એ (૧) (સી) અને તેની સાથે વંચાણે લેવામાં આવતી કલમ ૪૬ (૪) આઈ તથા કલમ -પ૬માં કરવામા આવેલી જોગવાઈઓ હેઠળ અર્બન બેન્કને રૂા. પ કરોડનો દંડ ફટકારતા આ મુદ્દો સમગ્ર મહેસાણા જીલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ બાબતે વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામના અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા સામાજીક કાર્યકર મણીભાઈ એમ.પટેલે તા.૧૩-૧૧-ર૦૧૯ના રોજ રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનરશ્રી શક્તિકાંત દાસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી જણાવ્યુ છેકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા જો આ રીતે બેંક (સંસ્થા)ઓને દંડ કરવામા આવશે તો ભ્રષ્ટાચાર ઘટવાની જગ્યાએ વધતો જશે. મહેસાણા અર્બન કો.ઓપ.બેંક કાયદાની પરીભાષામા પ્રાથમિક રીતે એક વ્યક્તિ ગણાય. જો આ વ્યક્તિએ કંઈ ખોટુ કર્યુ હોય તો તેને દંડ કરી શકાય, પરંતુ આ તો બેંકના ચેરમેન અને જવાબદાર ડાયરેક્ટરો દ્વારા ખોટું કરવામા આવ્યું છે. જેથી આ દંડ બેંકની જગ્યાએ બેંકના ચેરમેન ડાયરેક્ટરોને થવો જોઈએ. કારણ કે બેંકના ચેરમેન અને ડાયરેક્ટરોએ પોતાનો વ્યક્તિગત લાભ લઈ અર્બન બેંકને નુકશાન પહોચાડયુ છે. આ તો રિઝર્વ બેંકે મહેસાણા અર્બન બેંકને રૂા. પ કરોડનો દંડ કરી બેંકને આર્થિક રીતે નબળી પાડવાનો અને બેંકનો હજ્જારો શેરધારકો અને ખાતાધારકોના હિતના વિરૂધ્ધનો નિર્ણય કહેવાય. રિઝર્વ બેંકે આ રીતે અર્બન બેંકને દંડ કર્યો તેને મણીભાઈ પટેલે બિન કાયદેસર અને કુદરતી ન્યાયના સિધ્ધાંતના વિરૂધ્ધનો ગણાવ્યો છે. મણીભાઈ પટેલનું કહેવું છે કે જો મહેસાણાની દુધસાગર ડેરીમાં સાગરદાણમાં નુકશાન પહોચાડવાના મુદ્દે ગુજરાત સરકારના સહકાર વિભાગ અને નામદાર કોર્ટોએ ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલભાઈ ચૌધરીને દંડ કર્યો હતો. દુધસાગર ડેરીને નહી જ્યારે ગુજરાતમાં ગુજકોમાસોલના કેસમાં ગુજકોમાસોલના તત્કાલિન ચેરમેન નટુભાઈ પિતામ્બરદાસ પટેલને દંડ કરવામા આવ્યો હતો. ગુજકોમાસોલને દંડ કરવામા આવ્યો નહતો. ત્યારે રિઝર્વ બેંકને નુકશાન પહોચાડનાર બેંકના ડાયરેક્ટરો પાસેથી દંડ વસુલવો જોઈએ. જેથી બેંકમાં થતા આવા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે. જો કાયદામા કે નિયમોમા આવી જોગવાઈ ન હોય તો આવી બેંકો, ખાતાધારકો અને શેર હોલ્ડરોના હિતમાં તાત્કાલિક સુધારો લાવવો જોઈએ. જો કાયદામાં આવા સુધારા માટે કોઈ કાર્યવાહી કરવામા નહી આવે તો લોકોમાં એવી માન્યતા દ્દઢ થશે કે ભારતદેશમાં કાયદાઓ છે, પરંતુ મોટા માથાઓ ઉપર રાજકીય છત્રછાયા રહેતી હોવાથી તેમને કૌભાંડો કરવામા કાયદાનો કોઈ ડર રહેતો નથી. જોકે મહેસાણા અર્બન કો.ઓપ.બેેંકમાં ગેરરીતી થવાના મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ મહેસાણા અર્બન બેંકને રૂા. પ કરોડનો દંડ ફટકારતા મહેસાણા અર્બન બેંકના સભ્ય કિરીટભાઈ પટેલે આર.બી.આઈના નિર્ણયને નામદાર હાઈકોર્ટમાં પકડાયો છે. જે અરજીને હાઈકોર્ટ માન્ય રાખીને હાઈકોર્ટ અર્બન બેંકના તમામ સભાસદોને સાંભળીને આર.બી.આઈને એક મહિનામાં નિર્ણય કરવા હુકમ કર્યો છે. જેમાં દંડ કોણ ભરશે તેની સ્પષ્ટતા કરવા પણ નિર્દેશ કર્યો છે. બેંકના ચેરમેન સહિત જવાબદાર ડિરેક્ટર અને સભાસદો આ રીટની સુનાવણીની રાહ જોઈને બેઠા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us