Select Page

એમ.એન.કોલેજના વિકાસ માટે રૂા.૮.૧૮ કરોડ બજેટમાં મંજુર

એમ.એન.કોલેજના વિકાસ માટે રૂા.૮.૧૮ કરોડ બજેટમાં મંજુર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની શૈક્ષણિક નગરીને ભેટ

  • કોમ્યુનીટી હૉલમાં એકોસ્ટીક વૉલ, સીલીંગ ફર્નિચર, સેન્ટ્રલ એસી., સાઉન્ડ સીસ્ટમ માટે રૂા.૧૨૨ લાખ ફાળવ્યા
  • કોલેજના નવીન કમ્પાઉન્ડ વોલ માટે રૂા.૧૧૦ લાખ ફાળવ્યા
  • નવા કોમ્પ્યુટર સેન્ટર, ઓફીસ બીલ્ડીંગ, પરીક્ષા ખંડ, રેકર્ડ રૂમ માટે ૧૭૯ લાખ
  • સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂા.૪૦૬ લાખ ફાળવ્યા
સરકારની મહત્વની જવાબદારો સફળતાપૂર્વક પાર પાડવાની સાથે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરના વિકાસ માટે એટલાજ તત્પર અને જાગૃત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ૨.૦ ની સરકારમાં ઐતિહાસિક એમ.એન.કોલેજના વિકાસ માટે કુલ અંદાજીત ખર્ચના ત્રીજા ભાગની એટલે કે રૂા.૮.૧૮ કરોડની બજેટમાં મંજુરી મળતા શિક્ષણપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિસનગર પંથકના વિદ્યાર્થીઓને કોર્પોરેટ કક્ષાની કોલેજ સુવિધા મળી રહે તે માટે કેબીનેટ મંત્રીના પ્રયત્નો છે.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ત્રીજી ટર્મમાં ઐતિહાસિક એમ.એન.કોલેજમાં વિકાસ માટે રૂા.૨૪ કરોડની મંજુરી મળી હતી. ત્યારે ઋષિભાઈ પટેલની ચોથી ટર્મમાં કેબીનેટ મંત્રી પદમાં એમ.એન.કોલેજ માટે બીજા રૂા.૪૩ કરોડની મંજુરી મળી છે. જેમાં ગુજરાતની નવી સરકારના પ્રથમ બજેટમાં કોલેજ માટે રૂા.૮.૧૮ કરોડની મંજુરી આપવામાં આવી છે. કોલેજના નવીન કમ્પાઉન્ડ વૉલના બાંધકામ માટેનો અંદાજીત ખર્ચ રૂા.૩.૬૩ કરોડનો છે. જેમાં આ વર્ષના બજેટમાં રૂા.૧.૧૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. કોલેજમાં કોમ્પ્યુટર સેન્ટર, ઓફીસ બીલ્ડીંગ, પરીક્ષા ખંડ, રેકર્ડ રૂમ બાંધકામ માટે રૂા.૫.૯૦ કરોડના અંદાજીત ખર્ચમાં રૂા.૧.૭૯ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
સાંસ્કૃતિક નગરી માટે મહત્વની બાબત તો એ છેકે શહેરમાં વિવિધ કાર્યક્રમો માટે એક પણ હૉલ નથી. એમ.એન.કોલેજમાં કોમ્યુનીટી હૉલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પડઘા પડતા તેમજ બેઠક વ્યવસ્થા નહી હોવાથી ઉપયોગ થતો નહોતો. ત્યારે કોમ્યુનીટી હૉલમાં એકોસ્ટીક વૉલ, સીલીંગ, ફર્નિચર, સેન્ટ્રલ એસી તથા સાઉન્ડ સીસ્ટમ કામ માટે રૂા.૪.૦૫ કરોડના અંદાજીત ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી. જે માટે આ વર્ષમાં રૂા.૧.૩૫ કરોડની બજેટમાં મંજુરી આપવામાં આવી છે. કોલેજનુ રમતગમતનુ મેદાન ખુબજ મોટુ છે. જેને ડેવલપ કરવામાં આવે તો રાજ્ય અને જીલ્લા કક્ષાની રમત ગમત સ્પર્ધા થઈ શકે તેમ છે. વિસનગરમાં રમતો માટેની સુવિધા યુક્ત એક પણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ નથી. ત્યારે એમ.એન.કોલેજમાં સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂા.૧૩.૩૮ કરોડના અંદાજીત ખર્ચ સામે આ વર્ષના બજેટમાં રૂા.૪.૦૬ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આમ એમ.એન. કોલેજના સર્વાંગી વિકાસ માટે રૂા.૨૬.૯૮ કરોડના અંદાજીત ખર્ચમા આ વર્ષના બજેટમાં રૂા.૮.૧૮ કરોડની માતબર રકમ મંજુર કરવામાં આવતા શિક્ષણપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts