Select Page

કોઈના ઉપર દોષ મૂકતા પહેલા ચકાસણી જરૂરી છે

કોઈના ઉપર દોષ મૂકતા પહેલા ચકાસણી જરૂરી છે

તંત્રી સ્થાનેથી…

ઘર, દુકાનમાં વસ્તુ ગુમ થાય, પૈસાની ચોરી થાય, કંઈક નુકશાન થાય તો આપણે ઉગ્રતામાં સહેજ પણ વિચાર્યા વિના ગમે તે વ્યક્તિ ઉપર આરોપ મૂકી દઈએ છીએ. આરોપ મૂકતાં પહેલાં આરોપ મૂકનારે વિચાર કરવો જોઈએ કે જેના ઉપર આરોપ મૂકીએ છીએ તે વ્યક્તિ સાચી હોય તો તેના ઉપર શું વીતતી હશે? તેવો આરોપ મૂકનારને ખ્યાલ હોતો નથી. આક્રોશમાં આરોપ મૂકીએ તે આરોપ મૂકનાર કોના ઉપર આરોપ મૂકે છે તેનો સહેજ પણ વિચાર કરતો નથી. આરોપ જેના ઉપર કરવામાં આવે છે તે સાચો છેકે ખોટો જે જોયા જાણ્યા વગર ભૂલ કરવી તે મહાપાપ છે. આક્ષેપ કરતાં પહેલાં કોઈપણ જાતનું ઉતાવળીયું પગલું ભરવું તે હિતાવહ નથી. કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળતા પહેલા પોતે પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ. ભૂલથી પણ આક્ષેપ ઠરે કે સાબીત થાય તો મસ મોટું કર્મના સિદ્ધાંત અનુસર પાપ કર્મ બંધાય છે. અને તે પાપમાંથી છુટકો મેળવવા માટે પોતાને કેટલી વેદના સહન કરવી પડે છે તે તો નક્કિ નથી હોતુ. દોષનો ટોપલો ઢોળનારને કેટલું દુઃખ સહન કરવું પડશે તે તો કહેવું મુશ્કેલ છે. ખોટુ આળ મૂકવાથી કોઈ વખત જેના ઉપર આક્ષેપ થયો હોય તે ઝેર પી આત્મહત્યા કરી અથવા ગળે ટૂંપો ખાઈ લેતા હોય છે. તહોમત સાચો છેકે ખોટો તે જાણ્યા વગર મૃત્યુ થવાથી આક્ષેપ કરનાર માટે દુષ્પ્રેરણાનો પોલીસ કેસ બની જાય છે. જેની ૩૦૬ ની ઈ.પી.કો.કલમ ઘણી ગંભીર છે. આક્ષેપો બે જાતના હોય છે. ખોટા અને સાચા અમુક સંજોગોમાં આક્ષેપ મૂકતાં મૂકાઈ ગયા પછી આક્ષેપ મૂકનારને સાચા ખોટાનો ખ્યાલ આવતાં પસ્તાવાનો પાર આવતો નથી. વ્યક્તિ પોતાની જાતને ગુનાહીત અનુભવે છે. જેથી કોઈના ઉપર આક્ષેપ મૂકતા પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ. ઘણી વખત કેટલીક વ્યક્તિઓ પોતાનો અહમ્‌ પોષવા કોઈના ઉપર વેરઝેર હોય અથવા વ્યક્તિ અણગમતી હોય કે કોઈપણ વ્યક્તિ ઉપર પૂર્વગ્રહ હોય તો આરોપ મૂકી દેતાં અચકાતા નથી. આરોપ મૂકી તે વ્યક્તિને ખોટો સંડોવી દેતા હોય છે. પછી ભલે તે આરોપ ખોટો પુરવાર થાય. જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપ જેના ઉપર થયો છે તેની ઊંઘ હરામ થઈ જતી હોય છે. તે ચિંતાયુક્ત બની રહે છે. ખોટો આક્ષેપ મૂકી સમાજમાં કોઈને ઉતારી પાડવો તે નૈતિક ગુનોજ કહેવાય. જેથી આક્ષેપ કરનાર મૃત્યુ પછી મહાપાપનો ભોગ બને છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us