Select Page

કોઈપણ યુનિવર્સિટી દુકાન ન બનવી જોઈએ-મંત્રી ઋષિભાઈ પટેલ

બાસણા મર્ચન્ટ કોલેજમાં કલ્ફેસ્ટ-૨૦૨૨ મહોત્સવ યોજાયો

મર્ચન્ટ કોલેજ દ્વારા મેડીકલ કોલેજ અને યુનિવર્સિટીની મંજુરી માટે માગણી કરાઈ છે. જો આ સંસ્થા તેના નિયમોમાં આવતી હશે તો તેને બંન્ને કોલેજની મંજુરી મળી શકે છે.- ઋષિકેશભાઈ પટેલ

વિસનગર તાલુકાના બાસણા ખાતે આવેલ મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં તા.૧-૪ના રોજ કલ્ફેસ્ટ-૨૦૨૨ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન રાજુભાઈ પટેલ (દાળીયા), મેનેજીંગ ડીરેક્ટર યોગેશભાઈ પટેલ, ટ્રસ્ટી રાકેશભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ડા.જી.આર.કુલકર્ણી, પુર્વ કેમ્પસ ડાયરેક્ટર ડા.કે.જી.મહેતા, પ્રો. કે.સી.પટેલ સહિત કોલેજના અધ્યાપકો અને સ્ટાફ હાજર રહ્યા હતા.
વિસનગર તાલુકાના બાસણા ખાતે આવેલ મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજમા વિવિધ ફેકલ્ટીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ સંસ્થાના ચેરમેન રાજુભાઈ ડી.પટેલ સરળ સ્વભાવના ર્નિવિવાદીત વ્યક્તિ છે. જેથી કોલેજના પ્રધ્યાપકો અને કર્મચારીઓ તણાવમુક્ત બની ઉત્સાહપુર્વક ફરજ બજાવી રહ્યા છે. આ સંસ્થામાં કેટલાય ગરીબ વિદ્યાર્થીઓએ મામુલી ફી મા શિક્ષણ મેળ્વ્યુ છે. અને આજે પણ મેળવી રહ્યા છે. પરંતુ ચેરમેન રાજુભાઈ પટેલે આ બાબતે ક્યારેય સસ્તી પ્રસિધ્ધી મેળવવાનો પ્રયત્ન કર્યો નથી. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં તા.૧-૨-૨૦૨૨ના રોજ મર્ચન્ટ કોલેજ ખાતે કલ્ફેસ્ટ-૨૦૨૨નો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી વાર્ષિકોત્સવની ઉજવણી બંધ થઈ ગઈ હતી. ત્યારે બે વર્ષ બાદ આ કોલેજમાં ક્લ્ફેસ્ટ-૨૦૨૨નો કાર્યક્રમ યોજવામા આવ્યો છે. વધુમા તેમને જણાવ્યુ હતુ કે WHO એ ગુજરાતમાં ટ્રેડીનશનલ મેડીસીન બનાવવા માટે જામનગર પસંદ કર્યુ હતુ. જેનું જાપાન બાદ જામનગર બીજુ મથક બનશે. તો ટુંક સમયમાં MBBS વાળા રાજ્યોમા કોલેજોમાં જગ્યા ભરાઈ જશે. અને આગામી સમયમાં સરકાર એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ બનાવવા જઈ રહી છે.
સરકારે રાજ્યમાં ૧૧ યુનિવર્સિટીને મંજુરી આપી છે. ત્યારે કોઈપણ યુનિવર્સિટી દુકાન ન બને તે જરૂરી છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા ન થવા જોઈએ. તેમ જણાવી વિદ્યાર્થીઓને જરૂરી સુચનો કર્યા હતા. તેમજ સંસ્થાને શિક્ષણ માટે જે સુવિધાની જરૂર હોય તે પુરી પાડવાની મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી. સંસ્થાના પુર્વ કેમ્પસ ડાયરેક્ટર ડા. કે.જી.મહેતાએ તેમના ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, સંસ્થાના ચેરમેન રાજુભાઈ પટેલની લાગણીથી દરેક વિધાનસભા, લોકસભા કે પેટા ચુંટણીઓની મત ગણતરી માટે આ કેમ્પસની જગ્યા ચુંટણી પંચને ફાળવવામાં આવી હતી. તેમજ કોરોના મહામારીમાં મર્ચન્ટ આયુર્વેદિક કોલેજનુ મકાન કોવિડ સેન્ટર માટે ફાળવવામાં આવ્યુ હતુ. ડા.કે.જીમહેતાએ ભવિષ્યમાં મર્ચન્ટ કોલેજ યુનિવર્સિટી બને તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં ચેરમેન રાજુભાઈ પટેલે દેશની એક્તા પ્રતિક એવા સરદાર વલ્લભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટિનું મોમેન્ટો આપી મંત્રી ઋષિકેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
મરર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા મેડીકલ કોલેજ અને યુનિવર્સિટીની મંજુરી માટે માગણી કરવામાં આવી છે. જો આ કોલેજ તેના નિયમોમાં આવતી હશે તો તેમાં બંન્ને કોલેજોની મંજુરી મળી શકે તેમ છે. જ્યારે માસ્ક પ્રતિંબંધના મુદ્દે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોનાના કેસો સીંગલ ડીજીટમાં છે. જેના કારણે લોકોએ માસ્ક પહેરવામાં જાતે જ છુટ લઈ લીઘી છે. જ્યારે વિધાનસભાની ચુંટણીના પ્રશ્નમાં મંત્રી ઋષિકેશભાઈએ જણાવ્યુ હતુ કે, વિધાનસભઆની ચુંટણી વહેલી યોજાવાની શક્યતા ઓછી છે. ચુંટણી સમયસર એટલે કે ડીસેમ્બર આસપાસ યોજાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts