Select Page

લોકડાઉનના કડક અમલ સાથે જીલ્લામાં સૌથી વધુ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામા વિસનગર પોલીસ અવ્વલ નંબરે લઘુમતી સમાજ દ્વારા કોરોના યોધ્ધાઓ ઉપર પુષ્પવર્ષા

લોકડાઉનના કડક અમલ સાથે જીલ્લામાં સૌથી વધુ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામા વિસનગર પોલીસ અવ્વલ નંબરે લઘુમતી સમાજ દ્વારા કોરોના યોધ્ધાઓ ઉપર પુષ્પવર્ષા

લોકડાઉનના કડક અમલ સાથે જીલ્લામાં સૌથી વધુ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામા વિસનગર પોલીસ અવ્વલ નંબરે
લઘુમતી સમાજ દ્વારા કોરોના યોધ્ધાઓ ઉપર પુષ્પવર્ષા
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમા કોરોનાગ્રસ્તને આવતા રોકવા પોલીસની કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર રહી છે. કાળજાળ ગરમીમાં દિવસ રાત ખડે પગે રહી ફરજ બજાવનાર કોરોના યોધ્ધા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું લઘુમતી સમાજ દ્વારા પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યુ હતું. લઘુમતી સમાજની મહિલાઓ અને બાળકોએ મકાન ઉપરથી પુષ્પવર્ષા કરી પોલીસની કામગીરી બીરદાવવામાં આવી હતી.
મહેસાણા જીલ્લાના મોટા પોલીસ સ્ટેશનોમાં લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગની સૌથી વધારે ગુના વિસનગર સીટી પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરાયા હતા. ઉનાળાના ધોમ ધખતા તાપમા આખો દિવસ ફરજ બજાવી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવતા વિસનગરમાં કોરોના સંક્રમણનો ફક્ત એકજ કેસ નોંધાયો છે. ૧૬૦૦ જેટલી જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવતા લોકોને પોલીસની કામગીરી કડક લાગતી હતી પરંતુ એનુ ફળ કેવુ મળ્યુ તેની સમજ હવે લોકોને પડી છે. ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસના માર્ગદર્શનમા પી.આઈ.પી.કે.પ્રજાપતિની ટીમે કોરોના મહામારીમા જે કામ કરી છે તેની સુવાસ અત્યારે ચારે કોર ફેલાઈ છે.
વિસનગર પોલીસ આવી સરાહનીય કામગીરીની કદરરૂપે બીલ્ડર કાળુભાઈ સૈયદના પ્રયત્નોથી લઘુમતી સમાજ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. નવાવાસ ચોક મેમણ હોલમા યોજાયેલ આ કાર્યક્રમમા ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસ, પી.આઈ.પી.કે.પ્રજાપતી, પી.એસ.આઈ. બી.એસ.ભુંગોળ, એ.આઈ.સૈયદ, ડી.કે.ત્રીપાઠી, આર.આઈ. પરમાર, એ.એસ.આઈ.આશાબેન, દલાભાઈ, દેવુબેન, હરભાણભાઈ, અરૂણાબેન, સુકાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ છગુજી, કોન્સ્ટેબલ રાકેશસિંહ ભરતસિંહ તથા વનવીરસિંહ લાલસિંહનું પ્રથમ સાલ ઓઢાડી સન્માન કરી આ કોરોના યોધ્ધાઓ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ નવાવાસ ચોકથી વડનગરી દરવાજા એક્તા ચોકી સુધી ચાલતા નીકળેલા આ કોરોના વોરીયર્સ ઉપર મકાન ઉપરથી મહિલાઓ અને બાળકો દ્વારા સતત પુષ્પવર્ષા કરાઈ હતી. બાળકો આતીફ યાસીનભાઈ સૈયદ તથા અનાબીયા અનસ સૈયદ દ્વારા પોલીસ અધિકારીઓને પુષ્પગુચ્છ આપવામાં આવ્યુ હતું. વડનગરી દરવાજા એક્તા ચોકીને ત્રણ વર્ષ થતા આ ચોકીને પણ ફુલથી સણગારવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રયોજન કાળુભાઈ સૈયદ, જાકીરભાઈ મનસુરી રાજ સ્ક્રેપ, ફજલભાઈ મેમણ, મેમણ જમાતના પ્રમુખ સમીર મોટર્સવાળા હનીફભાઈ મેમણ વિશ્વાસ, લાલાભાઈ મનસુરી સના ઓટો કન્સલ્ટ, ફજલભાઈ મેમણ પૂર્વ કોર્પોરેટર, મુસ્તાકભાઈ બહેલીમ પૂર્વ કોર્પોરેટર, ઈમામસા બચુસા ફકીર, નિસારભાઈ મનસુરી ચુનાવાળા, ઈરફાનભાઈ મનસુરી ફોરમેન, રફીકભાઈ એસ.મનસુરી, કાલુભાઈ ઘાંચી ગુલજાર પાન, રહીમભાઈ ઘાંચી બનાસ ઓટો કન્સલ્ટ, ફીરોજભાઈ બલોચ પાલિકા કર્મચારી વિગેરેએ હાજરી આપી પોલીસ અધિકારીઓને સન્માન્યા હતા. પોતાની જાત અને પરિવારની ચિંતા કર્યા વગર વિસનગરના લોકોને કોરોના સંક્રમણથી બચાવવા પોલીસે જે જવાબદારીપુર્વકની કામગીરી કરી છે તે સદાય યાદ રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us