Select Page

મામલતદાર મનમાનીથી આવકનો દાખલો આપતા રોષ

મામલતદાર મનમાનીથી આવકનો દાખલો આપતા રોષ

હું ચિફ ઓફિસર કે કોર્પોરેટરે આપેલા આવકના દાખલાને દાખલો માનતો જ નથી-મામલતદાર એન.બી.મોદી

આજદીન સુધી મામલતદાર કચેરીઓમાં નગરપાલિકાના આવકના દાખલાના આધારે આવકનો દાખલો આપવામાં આવી રહ્યો છે. પરંતુ વિસનગર મામલતદાર એન.બી. મોદી નગરપાલિકાના આવકના દાખલાને માન્ય નહી રાખતા અરજદારોમા ભારે રોષ ઉભો થયો છે. આ બાબતે મામતદારનો સંપર્ક કરતા તેમને કહ્યુ હતુ કે, હું ચિફઓફિસર કે કોર્પોરેટરે આપેલા આવકના દાખલાને દાખલો માનતો જ નથી. તેઓ સોફ્ટ કોર્નર રાખી દાખલા આપી રહ્યા છે. 
અત્યારે સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા માટે આવકનો દાખલો મેળવવો ફરજીયાત છે. આવકના દાખલાના આધારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેમાં શહેરી વિસ્તારના અરજદારોને નગરપાલિકાના દાખલાના આધારે મામલતદાર કચેરીમાથી આવકનો દાખલો આપવામાં આવે છે. વિસનગરમાં અગાઉના મામલતદારશ્રીઓ નગરપાલિકાના દાખલાના આધારે આવકનો દાખલો કાઢી આપતા હતા. જેમાં ક્યારેય વિવાદ થયો નથી. પરંતુ હાલના મામલતદાર એન.બી. મોદી ગમેતે કારણોસર પાલિકાએ આપેલા આવકના દાખલાને માન્ય રાકતા નથી. જેના કારણે શહેરના અરજદારો નગરપાલિકા અને મામલતદાર કચેરીના ધક્કા ખાઈને આવકનો દાખલો મેળવી રહ્યા છે. આ બાબતે પ્રચારે મામલતદાર એન.બી.મોદીનો સંપર્ક કરતા તેમને કહ્યુ કે, નગરપાલિકાના ચિફ ઓફિસર અને કોર્પોરેટર સોફ્ટ કોર્નર રાખીને લોકોને આવકના દાખલા આપી રહ્યા છે. લોકો ખોટી આવક બતાવી દાખલા લઈ રહ્યા છે. હું ચિફ ઓફિસર કે કોર્પોરેટરે આપેલા આવકના દાખલો માનતો જ નથી. હું તો અરજદારના ઘરમાં કેટલા સભ્યો નોકરી છે તેની તલાટી પાસે તપાસ કરાવી આવકનો દાખલો આપવામાં માનુ છું. મોટાભાગના અરજદારોને ઓછી આવક બતાવી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જ્યારે બીજી મામલતદાર કચેરીઓમાં પાલિકાના આવકના દાખલાને કેમ માન્ય રાખે છે. તેવા પ્રશ્નમાં મામલતદાર મોદીએ જણાવ્યુ કે, બીજા મામલતદાર ભલે પાલિકાના દાખલા આધારે આવકનો દાખલો આપે પણ હું પાલિકાના દાખલાને આધારે દાખલો આપવામાં માનતો નથી. આવકનો દાખલો આપવાની બાબતે મામલતદાર એન.બી. મોદીની    ગણતરી જે હોય તે પણ છેલ્લા ચાર- પાંચ મહિનાથી મામલતદાર કચેરીના વહીવટથી અરજદારો હેરાન પરેશાન થઈ ગયો હોવાનુ ચર્ચાય છે. અરજદારોમાં એવી પણ ચર્ચા છે કે, મામલતદાર મોદીને વિસનગરમાં નોકરી કરવામાં કોઈ રસ ન હોવાથી તેઓ અનુકુળ જગ્યાએ બદલી કરાવવા કોઈપણ બહાને અરજદારોને હેરાન કરી રહ્યા છે. જોકે આ વાતને મામલતદારે નકારી કાઢી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us