Select Page

અંગ્રેજોએ બનાવેલ રાજદ્રોહનો કાયદો સ્વતંત્ર ભારતમાં ક્યાં સુધી ચાલશે?

અંગ્રેજોએ બનાવેલ રાજદ્રોહનો કાયદો સ્વતંત્ર ભારતમાં ક્યાં સુધી ચાલશે?

તંત્રી સ્થાનેથી…

ગાંધીજીએ આફ્રિકામાં અંગ્રેજોથી અપમાનિત થઈ ભારત આવી “ક્વીટ ઈન્ડીયા”ની ચળવળ ભારતમાં રાજ્ય કરતા અંગ્રેજોને દેશ છોડવા માટે ચાલુ કરી હતી. ગાંધીજીની ચળવળ સત્યાગ્રહ રૂપે નિરુપદ્રવી શાંત હતી. ચળવળ કરતા સત્તાગ્રહીઓ કોઈ તોફાન કરતા નહતા. અને શાંત સત્યાગ્રહ ચાલુ રાખતા હતા. તેથી અંગ્રેજો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતા ન હતા. આંદોલન કરનારાઓને આંદોલન કરતા અટકાવવા માટે અંગ્રેજ સરકાર કશુ કરી શકતી નહતી. સત્યાગ્રહરૂપી આંદોલન કરનારાઓને જેલમાં પૂરી આંદોલન અટકાવવા માટે અંગ્રેજોએ ઈન્ડીયન પીનલ કોડમાં દેશદ્રોહની કલમનો ઉમેરો કરી હજ્જારો સત્યાગ્રહીઓને જેલના હવાલે કર્યા હતા. અને તેમના ઉપર દમન ગુજાર્યું હતુ. ભગતસિંહ જેવા કેટલાક સત્યાગ્રહીઓને ફાંસી આપી હતી. છતાં સત્યાગ્રહ ચાલુ રહેતાં અંગ્રેજોને દેશ છોડવો પડ્યો હતો. પણ અંગ્રેજોની બનાવેલી દેશદ્રોહની કલમ ભારતની આઝાદીના ૭૦ વર્ષ સુધી ચાલુ રહી. આ અંગ્રેજોની ભારતીયો માટે બનાવેલી કલમ દૂર કરવા માટે ચહલ પહલ ચાલુ થઈ. આ કલમ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ આ અંગ્રેજોની કલમનો ચાલુ સત્તાધારી પક્ષો દુરુપયોગ કરતા હોઈ અને આ કલમ નીચે કોઈ પુરાવા ન લેવાના હોઈ તેનો દુરુપયોગ અટકાવવા માટે ગંભીરતાથી તેના ઉપર વિચારી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રાજદ્રોહના મામલામાં જ્યાં સુધી નવી તપાસ પ્રક્રિયા ન આવે ત્યાં સુધી રાજદ્રોહનો કાયદાને સ્થગિત થવાનું સૂચન કર્યુ હતુ. અને રાજદ્રોહ બાબતે એમ કહ્યું હતું કે રાજદ્રોહના કાયદાનો મામલો પહેલાથી જ ગુનો નોંધાયો હોય તો તેના ઉપર કાર્યવાહી ટૂંકમાં સ્થગિત કરવામાં આવે. એટલુ જ નહિ સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું કે જે લોકો આ કાયદાથી જેલમાં છે (સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી કપિલ છિબ્બલના જણાવ્યા મુજબ ૧૩૦૦૦ લોકો આ કાયદા નીચે જેલમાં છે.) તેવા લોકોને જામીન માટે કોર્ટમાં જવાનો અધિકાર પણ છે. સુપ્રીમ કોર્ટે કાનૂનના દુરુપયોગ ઉપર ચિંતા વ્યક્ત કરી કે સરકારના હાથમાં કાયદો સોંપાય તે હથિયારને ધાર કાઢવા બરાબર છે. આ કાયદાનો ઉપયોગ ખાસ કરીને સરકારો વિરોધી સૂરને દબાવવા માટે કરતી રહી છે. વાસ્તવમાં અંગ્રેજો સમયે શરૂ કરાયેલ રાજદ્રોહના કાયદા માટે દેશમાં ગરમ ચર્ચા થઈ રહી છેકે લોકતાંત્રીક દેશમાં આ પ્રકારનો કાયદો હોવો જોઈએ ખરો? આનો અર્થ આપણને અંગ્રેજી વળગણ છે. ઈન્ડીયન પીનલ કોડમાં અંગ્રેજોએ બનાવેલા ઘણા કાયદા બિન ઉપયોગી છે છતાં પણ તે કલમો ચાલુ છે તો આવા કાયદાની કલમોને રદ કરવી જોઈએ. હજુ આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણે અંગ્રેજોના રીત રીવાજોને ભૂલી શકતા નથી. અનેક લોકો માથે હેટ રાખે છે. કોટ પહેરે છે. ટાઈ પણ પહેરે છે. અંગ્રેજો ઠંડા પ્રદેશના હતા તેથી ગળામાંથી ઠંડી ન ઘૂસી જાય તે માટે ટાઈ કરી ઉપરના ગળાના કોલરો બંધ કરતા હતા. અંગ્રેજો ચીરુટ પીતા હતા. આપણા કેટલાક નકલખોરો હજુ ચીરુટ પી રહ્યા છે. અંગ્રેજો ગયા પણ તેમના કેટલા ઠેકાણે તેમના નામની છાપો હજુ છોડી ગયા છે. વિક્ટોરીયા ગાર્ડનનું નામ તિલકબાગ હમણાંજ સુધારવામાં આવ્યું. એલીસ બ્રીઝ અને ફર્નાન્ડીઝ બ્રીજ હજુ ચલણમાં ચાલુ છે. ટૂંક સમય પહેલાં જ ફર્નાન્ડીઝ બ્રીજને ગાંધીબ્રીઝ કહેવાની શરૂઆત થઈ છે. વર્ષોની ટેવવાળા જુના લોકો ફર્નાન્ડીઝ બ્રીજ અને એલીસ બ્રીજ જ બોલે છે. આવા નામો તો દેશમાં અનેક જગ્યાએ રાખવામાં આવેલ હતા તે હજુ છે. અંગ્રેજો ગયા છતાં આઝાદીના ૬૫ વર્ષ સુધી પોલીસ તંત્રમાં પકડાતા વિદેશી દારૂને પંચનામામાં ઈંગ્લીશ દારૂનો શબ્દપ્રયોગનો ઉપયોગ થતો હતો. અંગ્રેજી ભાષા તો છુટી શકે તેમ નથી. ગુજરાતની ભાષા ગુજરાતી છે તેમ અંગ્રેજોની ભાષા અંગ્રેજી નથી. અંગ્રેજી ભાષા વિશ્વ વ્યાપી છે. બધાજ દેશોમાં બોલાતી ભાષા છે. એટલે એ અંગ્રેજોની દેન છે તેવુ કહેવું અસ્થાને છે. પણ અંગ્રેજોનો ભારતવાસીઓ માટે બનાવેલો રાજદ્રોહ નામના કાયદામાં સુધારો કરવોજ જોઈએ. આ કાયદાનો અમલ કરતા પહેલાં ૪૯૮/ક ની કલમ અનુસાર તપાસ કર્યા પછી ગુનો બને છે કે નહી તેવી તપાસ રાજદ્રોહના કાયદા માટે બનાવવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us