Select Page

ખેરાલુ પાલિકા દ્વારા ૭.૬૦ કરોડના વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરાયુ

ખેરાલુ પાલિકા દ્વારા ૭.૬૦ કરોડના વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરાયુ

શહેરની ઈત્તરકોમને અન્યાય કરીને

ખેરાલુ પાલિકા દ્વારા તાજેતરમા ઓનલાઈન ટેન્ડરીંગ રૂા.૭.૬૦ કરોડના કામોનુ કરાયુ છે. છેલ્લી બે જનરલ મિટીંગોમા ફરીયાદ કરવામા આવતી હતી કે પાલિકા પ્રમુખ દ્વારા વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરાતુ નથી. ખેરાલુ શહેરમા વિકાસ કયારે થશે તેવા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારે તાજેતરમા ખેરાલુ પાલિકા દ્વારા ખેરાલુ શહેરના તમામ વોર્ડોમા જરૂરી ૮૪ વિકાસ કામોનુ એક સાથે ટેન્ડરીંગ કરી દેતા હવે પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેનનો વિરોધ કરનારાઓની જીભ સિવાઈ જશે. પરંતુ ઈત્તર કોમને અન્યાય થયો છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ખેરાલ નગર પાલિકા દ્વારા વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ૧પ ટકા વિવેકાધીન ગ્રાન્ટના કામો વર્ષ ર૦રપ-ર૬ ના કામો ંતથા ધારાસભ્ય ફંડના વર્ષ ર૦રપ-ર૬ના કામો તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ UDP-88) યોજના વર્ષ ર૦રપ-ર૬ ના કામો પાર્ટ-૧, પાર્ટ-ર અને પાર્ટ-૩ ના કુલ ૮૪ વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરાયુ છે.
ખેરાલુ પાલિકા દ્વારા કયા વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરાયુ તે જોઈએ તો વિકેન્દ્રીત જિલ્લા આયોજનમા સથવારા સમાજની વાડીથી શિશુ મંદિર સુધી પાણીની લાઈન, ધારાસભ્ય ફ્ંડમાંથી વહીવંચા બારોટવાસથી મહાદેવવાસ સંરક્ષણ દિવાલ, ધાંગવા કુવા પાસે પેનલ રૂમ અને સી.સી.રોડ ત્રણે કામો આશરે ૧પ લાખ, બીજા ૭.૪પ કરોડના ૮૪ વિકાસ કામો જોઈએ તો (૧) કુંભારખાડ તળાવમા પાઈપ કલવર્ટની વિંગવોલની કામગીરી (ર) જીઈબી રોડથી અંબાજી હાઈવે સીસીરોડ (૩) મેઈન રોડથી વિશ્વકર્મા મંદિર સુધી પેવરબ્લોક (૪) ખોખરવાડ થઈ આંબલીચૌટા થઈ લવલી પાન સુધી સી.સી.રોડ (પ) લિમ્બચમાતાથી જુમ્મા મસ્જીદ થઈ કબાનિયા દરવાજા સુધી સીસીરોડ (૬) વલાસણા બાયપાસ રોડથી જાડેશ્વર મંદિર સુધી સીસીરોડ (૭)બાલાપીર થી રૂપેણ મુક્તિધામ સુધી સીસીરોડ (૮) મેઈન રોડ થી સંતોકબાના ઘર તરફ સીસીરોડ (૯) મેઈન રોડથી ભઠ્ઠા સુધી પીવાના પાણીની પાઈપ (૧૦) ભાથીવાસમા સીસીરોડ (૧૧) મેઈન રોડથી બબલદાસ રામજીભાઈના ઘર સુધી સીસીરોડ (૧ર) વણકર સમાજના સ્મશાનમા કમ્પાઉડ વોલ (૧૩) વણકર સમાજના સ્મશાનમા પેવરબ્લોક (૧૪) ભરથરીઓના ઘરથી સેનમા સમાજના સ્મશાન તરફ સીસીરોડ (૧પ) ટેલીફોન એક્સચેન્જની પાછળ વણકર સમાજના સ્મશાનમા છાપરીનુ કામ (૧૬) અંબાજી હાઈવેથી પુષ્પચમન સોસાયટી તરફ રૂપેણનદી પાસે સંરક્ષણ દિવાલનુ કામ (૧૭) અંબાજી હાઈવેથી મોહનભાઈ મંગાભાઈના ઘર સુધી સીસીરોડ (૧૮) ગણેશનગરમા સીસીરોડ અને ગટર (૧૯)મેઈન રોડથી સુરેશભાઈ પ્રજાપતિના ઘર સુધી સીસીરોડ (ર૦) સિધ્ધપુર રોડથી હનુમાનજી મંદિર સુધી સીસીરોડ (ર૧) સિધ્ધપુર રોડથી કલ્પેશભાઈ શિવાભાઈના ઘર સુધી સીસીરોડ, (રર) થાંગણા મેઈન રોડથી મુકેશભાઈના ઘર સુધી સીસીરોડ (ર૩) રાવળ સ્મશાનમા કંમ્પાઉંડવોલ (ર૪) સિધ્ધપુર રોડથી નાથુભાઈ ફલજીભાઈના ઘર સુધી સીસીરોડ (રપ) થાંગણા રોડથી જસુભાઈના ઘર સુધી સીસીરોડ (ર૬) મારૂન્ડા માતા મંદિરથી દેસાઈ બાબુભાઈ ના ગેટ સુધી સીસીરોડ (ર૭) અનિલભાઈ વિરસંગભાઈના ઘરથી વિજયભાઈ માસ્તરના ઘર સુધી સીસીરોડ (ર૮) હરદેવ મહારાજની મઢીમા સીસીરોડ (ર૯) નિલકંઠ મહાદેવના મંદિરથી વડલાવાળી બહુચરમાતા મંદિર સુધી સીસીરોડ (૩૦) અશ્વીનભાઈ સથવારાના ઘરથી મેઈન રોડ સુધી સીસીરોડ (૩૧) રૂપેણનદીથી મોર્ડનગાર્ડનના પાછળના ભાગે પુર સંરક્ષણ દિવાલ (૩ર) રેલ્વે ઘરનાળા પાસે પુર સંરક્ષણ દિવાલની કામગીરી (૩૩) રેલ્વે અંડરપાસની બાજુમા ખેતીવાડી ઓફીસની જોડે સીસીરોડ (૩૪) રૂપેણ મુક્તિધામથી વિર મહારાજના મંદિર સુધી બ્લોક (૩પ) રૂપેણ મુક્તિધામથી આંબલીવાળા કુવા તરફ બ્લોક (૩૬)મેઈન રોડથી આંબલીવાળા સુધીમા મંદિર સુધી સીસીરોડ (૩૭)રૂપેણનદીના પટમા હનુમાનજી મંદિર પાસે પુર સંરક્ષણ દિવાલ (૩૮) રૂપેણ નદીની બાજુમા મહાકાળી માતા મંદિર સુધી પુર સંરક્ષણ દિવાલ (૩૯) મેઈન રોડથી સથવારા સમાજની વાડી સુધી પેવરબ્લોક (૪૦) સથવારા સમાજની વાડીમા પે એન્ડ યુઝ ટોયલેટની કામગીરી (૪૧) મેઈન જોડીયા રોડથી ફુલબાઈ માતાના મંદિર સુધી સીસીરોડ અને પેવર બ્લોક (૪ર) આઈ.ટી.આઈ મેઈન રોડથી બાબુભાઈ ચેલજીભાઈના ઘર સુધી સીસીરોડ (૪૩) મેઈન રોડથી મહાકાલી મંદિર તરફ સીસીરોડ (૪૪) મેઈનરોડથી કુંવરભાઈના ઘર સુધી સીસીરોડ અને પાઈપ કલવર્ટ (૪પ) મેઈન રોડથી દેસાઈ સંદિપભાઈ રામજીભાઈના ઘર સુધી સીસીરોડ (૪૬) દેસાઈ રોનકભાઈ જગુભાઈના ઘરથી વસંતભાઈ નાથુભાઈના ઘર સુધી સીસીરોડ (૪૭) દેસાઈ વિપુલભાઈ મોઘજીભાઈના ઘરથી વિજયભાઈ મોઘજીભાઈના ઘર સુધી સીસીરોડ (૪૮) મેઈન રોડથી દેસાઈ નરસિંહભાઈ ઘેમરભાઈના ઘર સુધી સીસીરોડ (૪૯) મેઈન રોડથી દેસાઈ અશોકભાઈ રણછોડભાઈના ઘર તરફ સીસીરોડ (પ૦) મેઈન રોડથી દેસાઈ કેવલભાઈના ઘર સુધી સીસીરોડ તથા ગટર લાઈન (પ૧) મહાદેવવાસમા સીસીરોડ (પર) મેઈન રોડથી દેસાઈ મહેન્દ્રભાઈ મુળજીભાઈના ઘર સુધી સીસીરોડ (પ૩) મેઈન રોડથી બાલમંદિરના ગેટ સુધી સીસીરોડ (પ૪) ગુણવંતભાઈ રેવાભાઈના ઘરથી સુવરીયા મેઈન રોડ સુધી સીસીરોડ (પપ) આઈટીઆઈ મેઈન રોડથી કુંભારખાડ તળાવથી બાજુમા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનુ કામ (પ૬) જોડીયા મેઈનરોડથી ઈમ્તીયાજભાઈના ઘર સુધી સીસીરોડ (પ૭)જોડીયા મેઈન રોડથી બાદશાહના ઘર સુધી સીસીરોડ (પ૮) જોડીયા મેઈન રોડથી ભીખુમીયાના ઘર સુધી સીસીરોડ (પ૯) સમોજા રોડથી ઠાકોર પ્રહેલાદભાઈના ઘર સુધી સીસીરોડ (૬૦) સ્ટેશન મેઈન રોડથી પ્રાથમિક શાળાનં-૩ સુધી સીસીરોડ (૬૧) સ્ટેશન મેઈન રોડથી પોલીસ મેદાન સુધી સીસીરોડ (૬ર) નાયકોની ખડકીના ઘરની પાછળથી રોહિત સમાજના મુક્તિધામ સુધી સીસીરોડ (૬૩) શ્રીમાળી વાસમા સીસીરોડ તેમજ ગટર (૬૪) ધાંગવાકુવાથી જાલીપાછળ થઈ કાસકીયોના ઘર સુધી પીવાના પાણીની લાઈન (૬પ) ઠાકોરવાસ જોગણીમાતા મંદિરથી વણઝારાના ઘર સુધી સીસીરોડ (૬૬) બાલાપીર ગોપાલક મંડળીથી રોહિતભાઈ બારોટના ઘર સુધી અને પ્રકાશભાઈ બારોટના ઘર તરફ સીસીરોડ (૬૭) દશામાના પરા રોડથી મશાભાઈ જેસંગભાઈના ઘર સુધી સીસીરોડ (૬૮)શાંતિની કેતન સોસાયટી આગળ બોક્ષ કલવર્ટ તથા રૂપેણ બ્રિજ પાસે ડી.આઈપાઈપ ની કામગીરી (૬૯) મેઈન રોડથી મહાકાલેશ્વર મુક્તિધામમા પેવર બ્લોક (૭૦)મહાકાલેશ્વર મુક્તિધામથી વણકર સમાજના સ્મશાન સુધી રૂપેણ નદીની બાજુમા પુર સંરક્ષણ દિવાલ (૭૧) મોચીવાડા ચોકમા છાપરી (૭ર) કરલી ઠાકોરવાસમા સીસીરોડ અને ગટર (૭૩) લક્ષ્મીપુરા ઠાકોરવાસમા સીસીરોડ (૭૪) રંગુ બાદાદાના મહોલ્લામા સીસીરોડ, ગટરલાઈન, પીવાના પાણીની પાઈપ લાઈન (૭પ) વિસામો સોસાયટીથી મેઈન રોડ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન (૭૬) ખારીકુઈ વોટર વર્કસની બાજુમા પેવર બ્લોક(૭૭) નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમા સંરક્ષણ દિવાલ (૭૮) થાંગણા રોડથી શરદભાઈ બાબુભાઈના ઘર સુધી સીસીરોડ (૭૯) મંદ્રોપુર આઈ.ટીઆઈ થી ડાહ્યાભાઈ ગંગાણીના ઘર સુધી સીસીરોડ (૮૦) પ્રમોદભાઈ રાસંગભાઈના ઘરથી વિરમહારાજના મંદિર સુધી સીસીરોડ (૮૧) ગેબનશાપીર કબ્રસ્તાનમા સંરક્ષણ દિવાલ (૮ર) જાલી તળાવની બાજુમા સંરક્ષણ દિવાલ (૮૩) મારૂન્ડા માતાના મંદિરથી રાવળવાસ રબારીવાસ તરફ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપ લાઈન (૮૪) પંડયાવાસમા સીસીરોડ આમ ખેરાલુ શહેરના મોટાભાગના વિકાસ કામોનો સમાવેશ થઈ ગયો છે. જે લોકો આર્થિક રીતે અને સમાજમા પુછાતા આગેવાનોછે તેમને વિકાસ કામોનો લાભ મળ્યો છે. ઈત્તર કોમ સાથે અન્યાય થયો હોય તેવુ સ્પષ્ટ જોવા મળે છે.