Select Page

જ્યા ચારિત્રહિનતાના આક્ષેપો થયા છે તે ધર્મ બદલવા નિકળ્યા છેસ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓએ હંમેશા હિન્દુ ધર્મ અને ભગવાનને નિમ્નકક્ષાના ચિતર્યા છે

તંત્રી સ્થાનેથી…
સૌથી જુનો વેદ ઋગ્વેદની રચના ઈ.પૂ. ૧૭૦૦ થી ૧૧૦૦ વચ્ચે થઈ હોવાનુ મનાય છે. ત્યારબાદ ઈ.પૂ. ૫૦૦-૧૦૦ મા રામાયણ અને મહાભારત મહાકાવ્યોના આરંભિક વૃતાન્તની રચના થઈ હોવાનુ માનવુ છે. હિંદુ ધર્મના સૌથી પહેલા અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી ઈ.પૂ.૫૫૦૦ -૨૬૦૦ મળી આવે છે. આમ હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે અને આ ધર્મ સનાતન ધર્મ તરીકે પણ ઓળખાય છે. એજ રીતે હિંદુ ધર્મના ભગવાનનો ઈતિહાસ પણ હજ્જારો વર્ષ જૂનો છે. જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વ થઈ હોવાના પુરાવા છે. તેમ છતા સ્વામીનારાયણ સંપ્રદાય પોતે હિંદુ ધર્મ કરતા વિશેષ છે અને સહજાનંદ સ્વામી દરેક ભગવાન કરતા મોટા ચિતરવાના પ્રયત્નો ઘણા વર્ષથી થઈ રહ્યા છે. બોટાદ જીલ્લાના સાળંગપુરમાં હનુમાનજી મંદિર પરિસરમાં ૩૦,૦૦૦ કિલો વજનની હનુમાનજીની વિશાળ કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનુ એપ્રિલ ૨૦૨૩ માં અનાવરણ કરવામાં આવ્યુ. હનુમાનજી ફક્ત શ્રીરામના દાસ છે. ત્યારે આ વિશાળ મૂર્તિ નીચેના ભીંતચિત્રોની પેનલમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંત અને સહજાનંદ સ્વામી આગળ હાથ જોડીને ઉભા હોય તેમ સેવકની રીતે દર્શાવવામાં આવ્યા હતા. રામાયણ મહાકાવ્યની રચનાને હજ્જારો વર્ષ થઈ ગયા છે. ત્યારે ૨૦૦ વર્ષ પહેલા સ્થાપિત સંપ્રદાયના સહજાનંદ સ્વામી આગળ હનુમાનજીને હાથ જોડીને ઉભા રહેલા ભીંતચિત્રથી અત્યારે ભારે વિવાદ થયો છે. પ્રથમ તો જ્યા ચારિત્રહિનતાના આક્ષેપો થયા છે તેવા દુરાચારીઓને સંતો કહેવા એ સનાતની ધર્મના સંતોના અપમાન બરોબર છે. તેમ છતા અનેક ધર્મમાં વહેચાયેલો હિંદુ સમાજ સ્વામિનારાયણ સંપ્રદાય પાછળ આંધળો થતા તેનો દુરઉપયોગ કરી આ સંપ્રદાય હવે સનાતની ધર્મનો ઈતિહાસ બદલવા બાલીસ પ્રયત્નો કરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીનુ મંદિર છે, છતા આરતી બાદ પ્રથમ સ્વામીનારાયણ ભગવાનની જય બોલાવ્યા બાદ સાળંગપુરના હનુમાનજીની જય બોલાવવામાં આવે છે. હનુમાનજીને સેવક બતાવ્યા બાદ સનાતન ધર્મના સંતો મહંતો અને હિન્દુ સમાજનો સ્વામીનારાયણ તથા અન્ય સંપ્રદાયો સનાતન ધર્મ અને સંસ્કૃતિનો પાયો નબળો કરી રહ્યા છે, આવા સંપ્રદાયો પોતાનો એક અલગ ઈતિહાસ લખીને હિંદુ સનાતન ધર્મમાં વિખવાદ અને ભાગલા પાડી રહ્યા હોવાનો ભારે હોબાળો ચારેકોર જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, આર.એસ.એસ. તેમજ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે ખપી ગયેલા ક્ષત્રીય સમાજના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત સહિતના લાલઘુમ થયેલા હિંદુ સંગઠનોએ હલ્લાબોલ કરતા છેવટે ફક્ત પૈસા પાત્ર હિંદુ સમાજના સ્વામીનારાયણ સંતોને ભીંતચિત્રો બદલવાની ફરજ પાડી હતી અને હનુમાનજી સર્વ શક્તિમાન સ્થાપિત થયા હતા. આતો સાળંગપુર હનુમાનજી મૂર્તિ નીચેના ભીંતચિત્રો જાહેરમાં આવતા હોબાળો થયો. પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના એક નહી પરંતુ અનેક પુસ્તકો છે જે જૂઠથી ભરેલા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, પાર્વતીજી, લક્ષ્મીજી વિગેરે દેવ દેવીઓ સહજાનંદજીના ચાકર હોય તેવો સાહિત્યમાં ઉલ્લેખ છે. બાળ સહજાનંદજીએ બ્રહ્માનુ ગર્વ ઉતારી માફી મંગાવી હતી. ખુદ લક્ષ્મીજીએ બાળ સહજાનંદજીને પગે લાગી આમંત્રણ આપ્યુ હતુ. બ્રહ્મા, વિષ્ણુ, શિવ બાળ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા હતા. ઘનશ્યામ મહારાજની જળક્રિડા જોવા ઈન્દ્ર, બ્રહ્મા, શિવ આવતા હતા અને તેમની સ્તુતિ કરતા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહજાનંદજીની પ્રસાદી ઝંખતા હતા. સહજાનંદજી ઈન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, મહેશ વિગેરે સર્વે દેવોના સ્વામી છે તે કોઈથી જીતી શકાય તેમ નથી. રૂદ્ર ભૈરવ, ભવાની વિગેરે દેવ દેવિઓ કોઈપણ જીવને સુખ દુઃખ દેવા સમર્થ નથી. સહજાનંદજીએ કહ્યુ હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છુ, હું જ રાધા લક્ષ્મીનો નાથ છુ. આવા તો અનેક કાલ્પનિક ઈતિહાસ ધરાવતા અને સહજાનંદજીને તમામ દેવી દેવતાઓથી સર્વોત્તમ ગણાવતા સાહિત્યો આ સ્વામીનારાયણ સંપ્રદાયે તૈયાર કરાવ્યા છે. આવા પુસ્તકો પણ ગંગા નદીમાં પધરાવી દેવા સનાતની સંતોએ ઉગ્ર માગણી કરી છે. પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયે એ યાદ રાખવુ જરૂરી છેકે કોઈપણ સંપ્રદાય અન્યની ટીકા કરીને ઉન્નતિ કરી શક્યો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us