Select Page

ખેરાલુ વિધાનસભામાં ૧૩૧ કરોડની યોજનાના સર્વે માટે રૂા.પ૮.૭ર લાખ ફાળવ્યા

ખેરાલુ વિધાનસભામાં ૧૩૧ કરોડની યોજનાના સર્વે માટે રૂા.પ૮.૭ર લાખ ફાળવ્યા

લોલીપોપ કહેનારા વિરોધીઓને ચુપ કરાવી દેતા પાણી પુરવઠા મંત્રી

પાણી નહી તો મત નહી નો બહિષ્કાર કરનારા ગામો માટે સારા સમાચાર
• છ મહિનામાં રૂા. ૧૩૧ કરોડની યોજનાનું ટેન્ડરીંગ કરી દેવાશે – ધારાસભ્ય અજમલજી ઠાકોર

ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતા ભુગર્ભ જળ ખુબ જ નીચા ગયા છે. જેના કારણે બોર, કુવા ફેઈલ થતા સિંચાઈના પાણી માટે ખુબજ તકલીફ ઉભી થઈ છે જેમા વરસંગ તળાવમાં પાણીની પાઈપ લાઈન નંખાઈ જતા ખેરાલુ-સતલાસણા તાલુકાના મોટાભાગના ગામોમાં સીંચાઈના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તેમ છતા ખેરાલુ-સતલાસણા તાલુકાના ૪૪ ગામોમાં સિંચાઈની પાણીની સમસ્યા છે. જેના કારણે ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ૪૪ ગામ તળાવો ભરવા ૧૦-૧ર-ર૦ર૦ના રોજ ગુજરાત સરકાર પાસે માંગણી કરી હતી. ત્યારબાદ કોરોના મહામારીને કારણે યોજનામાં ખુબ જ વિલંબ થઈ ગયો છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતનું મંત્રી મંડળ બદલાઈ ગયુ જેથી બે-મહિના બીજા બગડયા  હવે જયારે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશભાઈ પટેલ આવ્યા ત્યારથી ખેરાલુ વિધાનસભાના કામો યુધ્ધની જેમ થવા માંડયા છે. ૪૪ ગામના તળાવો ભરવા માટેની યોજના ધારાસભ્ય અજમલજી ઠાકોરે જાહેર કરી ત્યારે તેમના વિરોધીઓ આ યોજનાને લોલીપોપ કહેતા હતા. વિરોધી આગેવાનો જાહેરમાં કહેતા હતા કે ચિમનાબાઈ સરોવર માટે પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ૧૦ વર્ષ સંઘર્ષ કર્યા. વરસંગ તળાવની પાઈપ લાઈન માટે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પાંચ વર્ષ સંઘર્ષ કર્યા જેથી હવે રૂા. ૧૩૧/- કરોડની યોજના માટે બીજા રપ વર્ષ સંઘર્ષ કરવો પડશે પરંતુ તાજેતરમાં ગુજરાત સરકારે ૧૭-પ-ર૦રર ના રોજ સુજલામ સુફલામ વર્તૃળ-ર મહેસાણાના અધિક્ષક ઈજનેરને નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ- ગાંધીનગર દ્વારા સાબરમતી જળાશયના પાણીનો ઉપયોગ કરી પંપીગ કરી સતલાસણા અને ખેરાલુ તાલુકાના ગામોના તળાવો ભરવા સર્વે કરવા માટે રૂા. પ૮,૭ર,ર૮૧/- ના ખર્ચ ની વહીવટી મંજુરી આપી છે. 
ખેરાલુ વિધાનસભાના ૪૪ ગામ  તળાવોમાં પાઈપ લાઈન દ્વારા પંપીંગ કરીને તળાવો ભરવા કન્સલ્ટન્સી એજન્સી નિયુક્ત કરવા ટુંક સમયમાં ટેન્ડરીંગ કરવામા આવશે. જેનાથી સતલાસણા તાલુકાના સાંતોલા (ધરોઈ) સમરાપુર, વજાપુર, નેદરડી, ગોઠડા, મુમનવાસ, કોઠાસણા (મોટા), કોઠાસણા (નાના), શેષપુર, ભાલુસણા, ભાટવાસ, નાનીભાલુ, મોટીભાલુ, ઉમરેચા, સેમોર, ઉંમરી, વાંસડા, કુબડા, ભાટવાસ, સરદારપુર, સુદાસણા, રીંછડા, ખિલોડ, જસપુર તથા કેશરપુરા તેમજ ખેરાલુ તાલુકાના વરેઠા, ડાલીસણા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, મહિયલ, મહેકુબપુરા, સાકરી, મંદ્રોપુર, સુવરીયા, બળાદ, મલેકપુર, થાંગણા, ફતેપુરા, સંતોકપુરા, વિઠોડા, પાન્છા, હાથીપુરા, અને વાવડી આમ સતલાસણા તાલુકાના રપ તથા ખેરાલુ તાલુકાના ૧૯ ગામો એમ કુલ ૪૪ ગામોના તળાવો ભરવામાં આવશે.
આ બાબતે ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારના પાણી પુરવઠાના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ખેરાલુ વિધાનસભાના તમામ ગામોના સિંચાઈનો પ્રશ્ન હલ કરવા મદદ કરી રહ્યા છે. અગાઉ યોજના જાહેર થઈ ત્યારે કેટલાક આગેવાનો વિરોધ કરતા હતા કે ગ્રેવીટી થી પાણી દરેક ગામોમાં પહોચશે નહી. ધારાસભ્ય લોકોને મત લેવા તળાવો ભરવા લોલીપોપ આપી રહ્યા છે. યોજનામાં જયાં સુધી ગ્રેવીટી (કુદરતી ઢાળ) પ્રમાણે પાણી જશે ત્યાં સુધી લઈ જવાશે અને જે ગામો ઉંચાઈવાળા વિસ્તારોમાં છે ત્યાં જરૂરીયાત મુજબ સમ્પ બનાવી પાણી લીફ્ટ કરી તળાવો ભરવામાં આવશે જેથી કોઈપણ ખેડુતોએ વિરોધીઓની વાતો સાચી માનવી નહી. વગર જોઈતો ખોટો અપ પ્રચાર કરી ગુજરાત સરકારને બદનામ કરનારા લોકોને ઓળખો. રૂા. ૧૩૧/- કરોડની યોજનામાં ૧પ૦ કીલો મીટરથી પણ વધુ લંબાઈની પાઈપ લાઈન નંખવાની છે. આગામી ટુંક સમયમાં સર્વેની કામગીરી પુર્ણ કરી આશરે છ મહિનામાં ટેન્ડરીંગ કરવામાં આવશે. હાલ ગુજરાત સરકારે સાબરમતી જળાશયના પાણીનો ઉપયોગ કરી પંપીંગ દ્વારા સતલાસણા અને ખેરાલુ તાલુકાના ગામોના તળાવો ભરવાની કામગીરી માટે કન્સલ્ટન્સી સેવા પુરી પાડવા માટે રૂા. પ૮,૭ર,ર૮૧/- ની વહીવટી મંજુરી આપી દેવામાં આવી છે. સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પુર્ણ કરાશે અને કયા ગામોમાં પાણી લિફ્ટ કરવા માટે સંમ્પ બનાવવા તેના એસ્ટીમેટો તૈયાર કરવામાં આવશે. આ ચોમાસામાં ધરોઈ ડેમ ભરાશે ત્યારે ભલે ગામ તળાવોને પાણી ન મળે પરંતુ ર૦ર૩ ના વર્ષમાં ચોમાસામાં ધરોઈ ડેમ ભરાશે ત્યારે ગામે ગામ તળાવો ભરાતા હશે અને તે પછી સિંચાઈના મુદ્દે સમગ્ર ખેરાલુ વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉભો થશે નહી.
ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા જે પ્રયત્ન કરાયો છે તે અભુતપુર્વ અને અકલ્પનીય  કહેવાશે કારણે ભારત દેશ આઝાદ થયા પછી આટલી ઝડપથી કોઈ યોજના માટે ખેરાલુ વિધાનસભામાં કાંઈ કામ થયુ હોય તેવુ કયારેય કોઈએ સાંભળ્યુ નથી. જેનો મુખ્ય શ્રેય પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને આપવો રહ્યો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us