કોપરસીટી ક્રેડીટ સોસાયટીનો ૭% થી હોમલોનનો શુભારંભ
સંસ્થા સેવા માટે જ છે,એવું એક આ અદ્વિતીય પગલું કોપર સીટી ગ્રુપ દ્વારા
વિસનગર શહેરમાં વેપારી સંગઠન એટલે કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન અને મર્ચન્ટ એસોસિએશન એટલે કોપર સીટી ગ્રુપ. કોપર સીટી ગ્રુપ એટલે વિસનગર ચેમ્બર ઓફ કોમર્સ, કોપર સીટી વેલફેર એસોસિયેશન, સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપર સીટી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર. કોપર સીટી ક્રેડિટ સોસાયટીની સ્થાપના નાનામાં નાના વેપારીઓને મદદરૂપ થવા માટેના મુખ્ય હેતુથી જ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૯૪૦ સભાસદો બની ગયા છે. દરેક સભાસદને તા.૧-૯-ર૦રરથી અકસ્માત વીમો રૂા.૩ લાખની રક્ષા કવચ પ્રાપ્ત થશે. આ સાથે મૃત્યુ સહાય યોજના પણ શુભારંભ થઈ ગયો છે. જેમાં કુદરતી મૃત્યુમાં ૨,૫૦,૦૦૦/- મળશે. આમ અકસ્માત મૃત્યુમાં જે તે સભાસદના વારસદારને રૂા.પ,પ૦,૦૦૦/- મળશે. આ સાથે તારીખ ૦૩/૦૮/૨૦૨૨ ના રોજ મળેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર મિટિંગમાં વધુ એક સેવાનો નિર્ણય કરાયો છે. જે ખૂબ જ આવકારદાયક છે. એટલું જ નહીં પણ સભાસદોના હિતમાં ખુબજ સરાહનીય છે. ખરેખર સેવાનો હેતુ આ ક્રેડિટ સોસાયટીમાં ઊભો થઈ રહ્યો છે.
ચેરમેન રાજુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ જે પટેલ દ્વારા દરેક નાના માં નાના વેપારીનું ઘરનું ઘર હોય એવા ઉદ્દેશથી હોમ લોન ફક્ત સાત ટકા વ્યાજ દરથી ચાલુ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો જેનેે સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર મિત્રોએ એક જ અવાજ થી વધાવી લઈ અને આ સેવાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો. નાનામાં નાના વેપારીઓને મદદરૂપ થવાનો આ એક નવો સેવાનો સુર ને વધાવ્યો જે અભિગમ આવકારદાયક છે. આજની તારીખે કોઈપણ ગવર્મેન્ટ બેંક સિડ્યુલ બેંક સહકારી મંડળી સહકારી બેંક કે કોઈપણ ક્રેડિટ સોસાયટી માં સાત ટકા વ્યાજ દરથી હોમ લોન છે જ નહીં. અને સમગ્ર બેન્કિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા વ્યાજ દરથી એટલે કે ૭% ના વ્યાજ દરથી હોમ લોન પ્રોડક્ટ કોપર સીટી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.આ લોન ફક્ત સભાસદોને જ આપવામાં આવશે. અને લોનની લિમિટ ૧૫ લાખ સુધી જ રહેશે. જે લોન હપ્તેથી ભરપાઈ કરવાની રહેશે. જે વેપારી મિત્રોને હોમ લોન ચાલુ હશે અને કોપર સીટી ક્રેડિટ સોસાયટીમાં ટ્રાન્સફર કરવી હશે તો પણ લાભ આપવામાં આવશે. જેથી આ વેપારી મિત્રોને વાર્ષિક વ્યાજનું ભારણ ઘટી શકે.
મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલે જણાવેલ કે આ સંસ્થા સમગ્ર શહેરની છે. અને સમગ્ર શહેરના વેપારીઓ દ્વારા સ્થાપવામાં આવી છે. અમે અને રાજુભાઈ પટેલ આર.કે. તો માત્ર સંચાલક જ છીએ અને શુદ્ધ ભાવનાથી સંચાલન કરી રહ્યા છીએ. સમગ્ર વિસનગરના વેપારી આલમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે. અમારી સંસ્થા સમક્ષ કેટલાક વેપારી ડિપોઝીટર મિત્રો એ ડિપોઝિટ વધુ વ્યાજ રાખી ને વધુ વ્યાજ થી ડિપોઝિટ લેવાની ભલામણો કરી હતી. પરંતુ અમે પ્રેમ પૂર્વક એ ભલામણોને નકારી છે. કારણ કે અમારા ત્યાં ઓછા વ્યાજ થી ડિપોઝિટ મૂકવા માટે વેપારીઓ તત્પર છે. પરંતુ હજુ સુધી ડિપોઝિટ લેવાનું ચાલુ જ કર્યું નથી. છતાં પણ અમે આવા ઓછા વ્યાજ થી નાના નાના વેપારીઓને મદદરૂપ થવા માટે હોમ લોન પ્રોડક્ટ ચાલુ કરી છે.આ સાથે સાથે કોઈપણ વેપારી મિત્ર ને ટુ-વ્હીલર અથવા ફોરવીલર સાધન નવું લાવવું હોય તો તે પણ વ્હીકલ લોન ફક્ત ૮% થી જ આપવામાં આવશે.લોન માટે જે તે લોન લેનાર ની પ્રમાણિકતા એ જ એની જામીનગીરી રહેશે. બાકી જે તે નીતિ નિયમો સંસ્થાના નક્કી કરેલા લાગુ પડશે. આમ અમે સેવા માટે હજુ પણ ઘણી બધી બીજી પ્રોજેક્ટ તૈયાર કરેલી છે. જે ભવિષ્યમાં એક પછી એક મુકતા રહીશું. આમ કોપર સીટી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સર્વે સંચાલક મિત્રો ખૂબ જ સુંદર સેવા થકી ભૂતકાળને યાદ કરાવી રહ્યા છે. માનનીય શેઠ સાંકળચંદદાદા, શીવા દાદા અને રમણીલાલ મણિયાર સાહેબની વખત ના સમય ની યાદો તાજી થઈ રહી છે. જે ખૂબ જ લાંબા સમય પછી જોવા મળી રહ્યું છે એવું કહીએ તો નવાઈ નથી.