Select Page

વિસનગર શહેર રાજપૂત સમાજનો ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો

  • રાજપૂત ક્ષત્રિય સમાજ બીજા સમાજોનુ રક્ષણ કરવાવાળો સમાજ છે. આ સમાજ હંમેશા ભાજપની પડખે રહ્યો છે- જયરાજસિંહ પરમાર
  • પ્રવિણસિંહ ચાવડાએ વિસલદેવ વાઘેલાનુ બાવલુ મુકવા રાજપૂત સમાજની માગ હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે ઋષિભાઈ પટેલે અઠવાડીયામા સ્થાપના કરવામા આવશે તેમ જણાવી રાજપૂત સમાજની માંગને વધાવી હતી

વિસનગર શહેર રાજપૂત સમાજ દ્વારા શહેરમાં શિક્ષણક્ષેત્રે નામના મેળવનાર શેઠશ્રી પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં તા.૧૮-૯ રવિવારના રોજ શહેરના રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ તથા વિસનગર શહેર- તાલુકાના તાજેતરમાં સરકારમાં નિમણુક પામેલા રાજપૂત સમાજના યુવક- યુવતીઓ તેમજ વયનિવૃત વડીલોનું સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર (કાંસા), ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના કાર્યકારી પ્રમુખ કનકસિંહ ચાવડા, જીલ્લા સદસ્ય અજયસિંહ એમ.જાડેજા, પ્રચાર સાપ્તાહિકના શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, વિસનગર પાલિકાના ટાઉન પ્લાનીગ ઓફિસર જયદેવસિંહ પરમાર, વિસનગર શહેર રાજપૂત સમાજના આદ્યસ્થાપક વિજયસિંહ બી. પરમાર એડવોકેટ સુદાસણા સહિત વિસનગર શહેર તથા તાલુકાના રાજપૂત સમાજના ભાઈ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોઈપણ સમાજને શિક્ષિત અને સંગઠીત બનાવવા માટે દાતાની જરૂર પડે છે. જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજે સમાજ અને દેશની રક્ષા કરવાનુ કામ કર્યુ છે. વર્ષો પહેલા રાજાઓના શાસનમાં રાજપૂત સમાજે રાષ્ટ્રના નિર્માણ માટે પોતાના રજવાડા આપ્યા હતા. રાજપૂત સમાજ સ્વાભિમાની સમાજ છે. દેશના ૈંછજી અધિકારીઓમાં સૌથી વધુ રાજપૂત સમાજના લોકો ફરજ બજાવી રહ્યા છે. જેમાં ગુજરાત કરતા બીજા રાજ્યોના રાજપૂત સમાજના લોકો વધુ છે. કારણકે, અત્યારે કોઈપણ ક્ષેત્રમા આગળ વધવા માટે માતૃભાષાની સાથે કોમ્પ્યુટર સાથે અંગ્રેજીના જ્ઞાન હોવુ જરૂરી છે. આજના યુગમાં દરેક શિક્ષિત યુવક- યુવતીઓને સરકારી નોકરી મળતી નથી. તેથી કોઈપણ નાનો-મોટો વ્યવસાય કરી સ્વરોજગારી મેળવવા પ્રયત્નો કરવા જોઈએ. બાળકને જે વિષયમા રસ હોય તેમા તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેનો વિકાસ થશે. આજના સમયમાં શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને જરૂરી છે. દેશને બચાવવા પેનની જરૂર પડે છે. ભારત દેશને સંગઠીત અને સુરક્ષિત રાખવામાં રાજપૂત ક્ષત્રિય સમાજનું મહત્વનુ યોગદાન રહ્યુ છે. તેમ જણાવી રાજપૂત સમાજના યુવતીઓને સંઘર્ષ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજની આન-બાન-શાન ગણાતી પાઘડી (સાફો) પહેરાવી તથા તલવાર આપી મંત્રી ઋષિભાઈ પટેલનુ ભવ્યરીતે સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યારે મંત્રી ઋષિભાઈએ કહ્યુ કે આ પાઘડીનું માન જાળવવાની જવાબદારી મારી છે. ટકાવી રાખવાની જવાબદારી તમારી છે. તેમ જણાવી રાજપૂત સમાજનો આભાર માન્યો હતો. જ્યારે તેજાબી વક્તા તરીકે જાણીતા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, કોઈપણ સમાજના ઉત્થાન માટે શિક્ષણની જરૂર છે. શિક્ષણ મેળવવાથી દરેક ક્ષેત્રમાં સારૂ પરિણામ મળે છે. જોકે જે લોકો વતનથી દુર રહ્યા છે તેઓ જીવનમાં પ્રગતિ કરી શક્યા છે. દરેક વ્યક્તિએ જીવનમાં પ્રગતિ કરવા સમયની સાથે તાલ મિલાવવો પડશે. પહેલા જમાનામાં રાજાનો દિકરો રાજા બનતો હતો. રાજાઓ રાજસત્તા મેળવવા સામ સામે યુધ્ધ કરતા હતા. હવે સમય બદલાયો છે. અત્યારે સત્તા મેળવવા તલવારની નહી પેનની જરૂર પડે છે. વધુમાં તેમને સમાજના દિકરાઓને ઉચ્ચ શિક્ષણ મેળવી કારકિર્દી બનાવવા તથા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવા યુગપુરૂષો જેવો વટ રાખવાની સલાહ આપી હતી. જીવનમાં કારકિર્દી બનાવવા શિક્ષણ, વ્યસન, વતન, અહમ જેવી બાબતોનુ ધ્યાન રાખવુ ખુબ મહત્વનુ છે. જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો હંમેશા દરેક ક્ષેત્રે વિકાસ થાય છે. રાજપૂત સમાજમાં દિકરાઓ કરતા દિકરીઓ વધુ શિક્ષિત હોવાનું જણાવી સમાજના દિકરાઓનેવધુમા વધુ શિક્ષણ મેળવવા અપીલ કરી હતી. આ સાથે જયરાજસિંહ પરમારે રાજપૂત ક્ષત્રિય સમાજ તમામ સમાજોનુ રક્ષણ કરવાવાળો સમાજ છે. આ સમાજ હંમેશ ભાજપની પડખે રહ્યો હોવાનું જણાવતા ઉપસ્થિત રાજપૂત સમાજના ભાઈ- બહેનો અને વડીલોએ બંન્ને હાથ ઉંચા કરી ભારત માતા કી જયના નારા સાથે પોતાનું સમર્થન આપ્યુ હતુ. જ્યારે રાવળાપુરાના જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલનપુર નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, જે બાળકો સંઘર્ષ કરી શિક્ષણ મેળવશે તેની દરેક જગ્યાએ આપોઆપ ઓળખાણ થઈ જશે. દરેક બાળકોએ પોતાના માતા-પિતા અને સમાજનું નામ રોશન કરવા ઉચ્ચ શિક્ષણ મેળવવુ પડશે. જ્યારે સમાજના લોકોને સમાજના ઉત્થાન માટે સલાહ કરતા સાથ આપવાની તેમજ આ શૈક્ષણિક સંસ્થામાં સંસ્થાને સમર્પિત થઈ બાળકો અને સંસ્થાનો વિકાસ કરે તેવા સારા અનુભવી આચાર્યની નિમણુક કરવાની સલાહ આપી હતી. આ સમારોહમાં રાજકોટ જીલ્લાના મેજીસ્ટ્રેટ તખતસિંહ જે.દેવડા, મહેસાણા ડ્ઢ.ૈં.ન્.ઇ. રવિરાજસિંહ રાજપૂત, જશવંતસિંહ પી. પરમાર (ક્રિકેટ કોચ), સંસ્થાના મંત્રી દિલીપસિંહ ચાવડા, કાંસાના શિક્ષણવિદ્‌ રાજુજી પરમાર, સરકારી વકીલ જયદિપસિંહ રાજપૂત, રાજપૂત સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. વિસનગર શહેર રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ ટી.ચાવડાએ આભારવિધી દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિધાનસભાની ચુંટણીમાં સતત ત્રણ વખત જીતી હેટ્રીક મારી છે ત્યારે તેમને હવે ચોગ્ગો મરાવવા સમાજને આહ્‌વાન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે બળવંતસિંહ એલ.રાઠોડ, (ગુજરાત મસાલા, કાંસા)એ મહત્વની જવાબદારી સંભાળી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts