Select Page

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની જોડીએ સિંચાઈની તકલીફ દૂર કરીખેરાલુ-સતલાસણામાં ૩૧૭ કરોડના ખર્ચે ૭૪ તળાવ ભરાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની જોડીએ સિંચાઈની તકલીફ દૂર કરીખેરાલુ-સતલાસણામાં ૩૧૭ કરોડના ખર્ચે ૭૪ તળાવ ભરાશે

મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ પાસે આવેલા બે તાલુકા ખેરાલુ અને સતલાસણા તાલુકાના પ૩ ગામોમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નહતી તેમજ બોરવેલ દ્વારા વધુ પ્રમાણમાં ભુગર્ભ જળ ખેંચાઈ જતા ખેરાલુ તાલુકામાં ૬૦૦થી ૭૦૦ ફુટ તેમજ સતલાસણા તાલુકામાં ૧પ૦ ફુટે પત્થર આવી જતા સિંચાઈ માટે બોરકુવા ફેઈલ જતા હતા. આખા વિસ્તારનો પશુપાલન અને ખેતીનો કોઈ પર્યાય ન રહેતા ખેડુુતોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ હતી. ખેરાલુના ડાવોલ, ડાલીસણા, વરેઠા અને મહેકુબપુરા ગામોમાં પાણી નહી તો વોટ નહી ના મંત્ર સાથે ત્રણ વર્ષ થી ચુંટણી બહિષ્કાર કર્યો હતો. આમ આ આંદોલનથી પ્રેરાઈને ખેરાલુ તાલુકાના મંદ્રોપુર અને સતલાસણા તાલુકાના સુદાસણાથી પણ પાણી નહી તો વોટ નહીના નારા સાથે આંદોલન શરુ થયુ હતુ. જેથી જુન ર૦રરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલિન સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખેડુત અગ્રણીઓને ગાંધીનગર બોલાવ્યા હતા. જયાં સુદાસણાના વતની વિષ્ણુપ્રસાદ મેવાડા સાથે ખેડુત અગ્રણીઓએ બન્ને તાલુકાના ગામડાઓની પાણીના પ્રશ્ને ઉદભવતી તકલીફો બાબતે વિગતવાર રજુઆત કરી હતી.
મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ આયોજનોના આઈડીયા આપનાર પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે કેવી રીતે ગ્રેવીટીથી પાણી ગ્રામ્ય વિસ્તારમાં પહોેચે તેની વિષ્ણુપ્રસાદ મેવાડા સાથે રજુઆત કરી હતી. તે સમયે હાલના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ રજુઆતમાં સાથે જોડાયા હતા. ધરોઈ ડેમમાંથી પાણી લીફ્ટ કરી સિંચાઈ માટે આપવાની યોજનામાં રૂા.૧૩૧ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી હતી. તે સાથે રસુલપુર પંપીંગ સ્ટેશને વિજલોડ વધારવાની તેમજ ધરોઈ ડેમમાંથી ખેરાલુ-સતલાસણા તાલુકા માટે ૪૦૦ ક્યુસેક પાણીનો જથ્થો સુનિશ્વિત કરવા સહીત તમામ માંગણીઓ સ્વીકારી હતી. તળાવ ભરવાની યોજનાના સર્વે માટે ટેન્ડરીંગ કરાયુ હતુ. આજ તાલુકાના વતની અને પાણી પુરવઠાના નિવૃત ઈજનેર કે જેઓ ખેડુત આંદોલનમાં સક્રિય હતા તેવા વિષ્ણુપ્રસાદ મેવાડાએ અમદાવાદની માર્સ પ્લાનિંગ અને એન્જીનીયરીંગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જેમા સિધ્ધપુર-ખેરાલુ-સતલાસણા-અંબાજી હાઈવેની ઉત્તર તરફના પ૩ ગામો ૭૪ તળાવો અને ૮ ચેકડેમોનો સર્વે કરી સૈધ્ધાંતિક મંજુરી મળેલ રૂા. ૧૩૧ કરોડની સામે રૂા.૩૧૭.૦ર કરોડની યોજનાના અંદાજ તૈયાર કર્યા હતા. જેની વહીવટી મંજુરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપતા વિસ્તારમાં અનહદ આનંદ સાથે લોકો સરકારનો આભાર માનતા જોવા મળ્યા હ

યોજનાની તાંત્રિક માહિતી સતલાસણા તાલુકાના સાંતોલા ખાતે ધરોઈ ડેમમાં એક પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જયાં ૮પ૦ એમ.એલ.ડી.ક્ષમતાના પાંચ પંપ મારફત પાણી ૧૬૦૦ એમ.એમ. પહોળાઈવાળી ૧૦.પ૦ કી.મી. પાઈપલાઈન મારફત ભીમપુર ખાતે આવેલ વરસંગ તળાવમાં લાવવામાં આવશે. જયાંથી ૧૬૦૦ એમ.એમ. થી ૩૦૦ એમ.એમ.વ્યાસની એમ.એસ.તેમજ ડી.આઈ.ગ્રેવીટી મારફત ખેરાલુ તાલુકાના રપ ગામોના ૩ર તળાવ તેમજ વરસંગ તળાવથી ૯૦૦થી ૩૦૦ મી.મી. પહોળાઈની જુદી જુદી ચાર પંપીંગ લાઈન મારફત ર૮ ગામોના ૪ર તળાવો સાથે ૮ ચેકડેમ મારફત કુલ ૧૧૮ થી ૧૮૦ કી.મી. આશરે પાઈપ લાઈન મારફત તળાવો ભરવામા આવશે. તેવી વિષ્ણુપ્રસાદ મેવાડા જણાવે છે.
આ યોજના મંજુર થયા પછી ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામડાઓમાં સમાચારો પહોચતા ધાર્મિક તહેવાર જેવો ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. યોજના મંજુર થયાનુ લોકોએ ટી.વી. માધ્યમથી જાણ્યા પછી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉપર સતત બે-ત્રણ દિવસ સુધી લોકોએ અભિનંદનની વર્ષા કરી હતી. આ યોજના પુર્ણ થતા દોઢથી બે વર્ષનો સમય લાગશે. બે વર્ષ પછી સિંચાઈની સમસ્યા બન્ને પછાત તાલુકાઓમાં ભુતકાળ બનશે. ભુગર્ભ જળ ઉંચા આવશે. બન્ને તાલુકાઓમાં પશુપાલન માટે ઘાસચારો અને ખેત પેદાશો માટે સિંચાઈની વ્યવસ્થા થતા દૂધ અને ખેત ઉત્પાદન બમણું થશે. જેથી પશુપાલકો અને ખેડુતો આર્થિક સમુધ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટમાં આ યોજના મંજુર ન થતા ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો નિરાશ થયા હતા. તેમજ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વિરોધીઓ ખુશ થયા હતા કે હવે ધારાસભ્ય લોકોને શું જવાબ આપશે ? ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આ બાબતે ફરીયાદ કરનાર શુભેચ્છકોને કાંઈપણ જવાબ આપ્યા વગર શાંત ચિત્તે સરકારમાં રજુઆતો કરી ફાઈલ બાબતે રાજ્યના તમામ મંત્રીઓ સમક્ષ વારંવાર રજુઆતો કરી જેના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકારે રૂા.૩૧૭ કરોડની યોજના મંજુર કરી દેતા લોકો એવું કહેતા હતા કે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની જોડીએ ખેરાલુ અને સતલાસણા તાલુકાનો પ૦ વર્ષ જુનો સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ કર્યો છે. જેથી ખેરાલુ -સતલાસણા તાલુકાના પશુપાલકો અને ખેડુતોના આશિર્વાદ સદાય મળતા રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us